Abtak Media Google News

1લી જુલાઈના રાષ્ટ્રીય સ્તરે ઉજવાતા ડોકટર્સ ડે ના સંદર્ભમાં એન.એમ઼વિરાણી વોકહાર્ટ હોસ્પિટલના તમામ ડોકટર્સો ને હોસ્પિટલના સેન્ટર હેડ ડો.જગદિશ ખોયાણીએ શુભેચ્છા પાઠવેલ છે. આ દિવસ તબીબોની ઉત્કૃષ્ટ સેવાની નોંધ લેવાનો દિવસ છે.

વોકહાર્ટ હોસ્પિટલના સેન્ટર હેડ ડો.જગદિશ ખોયાણીએ જણાવેલ હતુ કે કોરોનાની બે ખતરનાક વેવ માંથી ખુબ જ ગંભીર પિરસ્થિતીનો સામનો કરીને પસાર થયા છીએ જેમાં આપણે આપણા ઘણા સાથીદારો અને દર્દીઓ કોરોના સામેની જંગી હારી ગયા અને મૃત્યુ પામ્યા છે તેના પ્રત્યે ખુબ જ દીલસોજી અને શ્રધ્ધાંજલી પાઠવીએ છીએ. તથા આગળના સમયમાં અગામચેતી રૂપે આપણે ફરજીયાતપણે વેકસિન લગાવવી જોઈએ જેથી ત્રીજી વેવ માટે આપણે પુરતી સાવચેતી રાખી શકીએ.

વધુમાં ડો.ખોયાણીએ જણાવેલ હતુ કે આ મહામારીના સમયમાં  આજે ડોકટર્સ અને મેડીકલ સ્ટાફની સેવાઓ વધુ મહત્વપુર્ણ  બની ગઈ છે.ડોકટર્સ પણ પોતાના જીવના જોખમે મહામારી વચ્ચે લોકોના જીવ બચાવવા માટે ફરજ બજાવી રહ્મા છે. કહીએ તો ઈશ્ર્વર પછીનુ કોઈ સ્થાન હોય તો તે ડોકટરનુ છે.

આ દિવસ દરેક ડોકટરને પોતાના જીવનમંત્ર તેમજ તેમની ફરજ અંગે પુન: જાગૃત કરવા ઉજવવામા આવે છે. ડોકટર દર્દીની સારવાર કે સર્જરી કરતી વખતે તેમના સંપૂર્ણ જ્ઞાન અને નિપુણતાનો ઉપયોગ કરતા હોય છે. ઘણી વખત દર્દીના દર્દની ગંભીરતા અને સારવાર માટે રહેલા જોખમોની પણ તબીબ તેમના સગા વ્હાલાઓને જાણ કરતા જ હોય છે. તબીબના સંપૂર્ણ પ્રયાસો છતા કેટલાક દર્દીનું અવસાન થતુ હોય છે. સારવાર દરમ્યાન જો દર્દીનું અવસાન થાય તો ડોકટર પોતે પણ વ્યથિત થતા હોય છે. અને ઘણા કિસ્સાઓમાં હકિક્તને સમજ્યા વગર દર્દીના સગા વહાલાઓ તબીબો સાથે ગેરવર્તણુક કરતા હોય છે જે ખુબ જ નિંદનીય બાબત છે.આ દિવસે ડો.જગદિશ ખોયાણીએ જાહેર જનતાને વેક્સીન લગાવવા માટે અપીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.