Abtak Media Google News

કોરાનાના વધુ ૩૦ પોઝિટિવ કેસ: કુલ ૧૦૬૨ કોરોનાગ્રસ્ત

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે તેમ ગઈકાલે રાતથી લઈ આજ બપોર સુધી જુદી-જુદી કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૯ કોરોનાગ્રસ્ત દર્દીઓ કાળનો કોળીયો બન્યા છે ત્યારે કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી રાજકોટ આવ્યા છે. આજરોજ કોરાનાના વધુ ૩૦ પોઝિટિવ કેસ સાથે કુલ ૧૦૬૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા છે.

રાજકોટની જુદી-જુદી કોવિડ કેર હોસ્પિટલોમાં હાલ ૫૦૦થી વધારે દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે ત્યારે ગઈકાલ રાતથી આજ બપોર સુધીમાં  રાજકોટ-મવડી વિસ્તારનાં ભીખુભાઈ પોપટભાઈ સખીયા (ઉ.વ.૭૫), લીંબડીનાં પંચાણભાઈ મુળુભા મોરી (ઉ.વ.૬૫), જસદણનાં ગોપાલભાઈ ટપુભાઈ છાયાણી (ઉ.વ.૬૮), વઢવાણનાં અબ્દુલભાઈ પુંજાભાઈ લાખવા (ઉ.વ.૭૪) ભીખાભાઈ રામજીભાઈ ગોલાણી (ઉ.વ.૬૫), જુનાગઢનાં પ્રવિણભાઈ (ઉ.વ.૭૮), ઉપલેટાનાં ઈમરાન જુમાણી (ઉ.વ.૨૨), જેતપુર-સરધામપુરનાં વજુભાઈ લક્ષમણભાઈ ઉધાડ (ઉ.વ.૫૫) અને મોરબીનાં પ્રતાપભાઈ જયચંદભાઈ પાટડીયા (ઉ.વ.૬૩) નું આઈસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન મોત નિપજયા છે. સીટી વિસ્તારમાં આજરોજ વધુ એક દર્દીનો કોરોના સારવારમાં ભોગ લેવાયો છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ વકરતી જાય છે ત્યારે તમામ હાલતનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી પોતાના વતન આવ્યા છે અને સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ આવ્યા છે ત્યારે આજરોજ શહેરી વિસ્તારમાં વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.  રાજકોટમાં અત્યારસુધી કુલ ૧૦૬૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને હાલ રોજકોટની જુદી જુદી કોવિડ-૧૯ હોસ્પિટલોમાં અલગ અલગ જિલ્લાઓના ૫૭૬ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.