Abtak Media Google News

તમાકુ બંધાણીની મજબુરીનો લાભ ઉઠાવતો ફુટનો વેપારી

એસ.ઓ.જી.એ. રૂ .૯૦ હજારનો મુદામાલ જપ્ત કર્યો : ગોંડલનો શખ્સ તમાકુ આપી ગયાની કબુલાત

કોરોના વાયરસ સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકો ઘરની બહાર ન નીકળે તે માટે લોકડાઉનની ફરજ પાડવામાં આવી છે. ત્યારે તમ્બાકુ, બિડ અને સિગરેટ જેવા વ્યસનીઓની મજબુરીનો લાભ ઉઠાવા રાજકોટ ફૂટનો વેપારી તમ્બાકુની કાળા બજારી કરતા એલ.ઓ.જી.ની ટીમે છોટુનગર વિસ્તારમાંથી ઝડપી પાડી રૂ ા.૯૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જયારે રેલનગરના ફૂટના વેપારીને ગોડલના મૌવેૈયા ગામનો શખ્સ આપી દેવાની કબુલાત શખ્સે આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોરોના વાઇરસનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉનના પ્રથમ તબકકામાંથી જ સરકારી ગાઇડલાઇન મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રહાલે જાહેરનામું બહાર પડી પાન મસાલા અને તંબાકુના વેચાણ ઉપર પ્રતિબંધ મુક્યો છે. આમ છતાં વ્યસની લોકોની જરૂ રિયાત સંતોષવા પાન મસાલાના ધંધાર્થીઓ કાળાબજાર શરૂ  કરી ગ્રાહકો પાસે ડબલ રકમ વસુલવામાં આવી રહી છે. આવસ રીતે જ રૈયારોડ પર છોટુનગર વિસ્તારમાં એક શખ્સ તમાકુનું છૂટક અને જથ્થાબંધ વેચાણ કરી રહ્યો હોવાની બાતમી એસ.ઓ.જી.શાખાના પી.આઇ. આર.વાય. રાવલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગમાં રહેતા પી.એસ.આઇ એમ.એસ. અસારી, પોલીસ કોન્સ્ટેબલ અઝુદીન બુખારી, અજયભાઇ શુકલા, કૃષ્ણદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફને મળતા છોટુનગર શેરી ૫માં દરોડો પાડી ઉમેશભાઇ ગોપાલભાઇ સારંગ (ઉ.વ.૩૮)(રહે. રેલનગર શેરી ન ૦૩, પોપટપરા)ની ધરપકડ કરી પ્લાસ્ટીકના કોથળામાંથી રૂ .૯૦,૦૦૦ની ૧૮૦ કિલો તમાકુ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપી ઉમેશ સારંગએ તમાકુનો જથ્થો ગોંડલના હોલસેલ વેપારી મુકેશ પટેલ પાસેથી ખરીદી કર્યાનું ખુલ્યું હતુ અને પોતે ફ્રુટનો વેપારી હોવાનું અને નાણાની જરૂ રિયાત ઉદભાવતા ટુકા સમયમાં વધુ નાણા કમાવી લેવા માટે પાન મસાલાનું કાળાબજાર શરૂ કરી તમાકુનું વેચાણ ચાલુ કર્યુ હતું. એસ.ઓ.જી. પોલીસે ગાંધીગ્રામ પોલીસમાં આરોપી-વેપારી વિરૂ ધ્ધ ગુનો નોંધી સપ્લાયર વેપારીની શોધખોળ હાથ ધરી છે.

લોકડાઉનના સમયગાળામાં વ્યસનીઓની મજબુરીનો લાભ ઉઠાવા ઘણા શખ્સો ૨૦૦-૫૦૦ની કિંમતના તમ્બાકુ ૧૫૦૦થી ૨૦૦૦ સુધી પૈસા ખંખેરી રહ્યા છે. ત્યારે રેલનગરના શખ્સનો ફૂટનો વેપાર લોકડાઉનમાં ન ચાલતા તમ્બાકુનુ વેચાણ ચાલુ કર્યું અને એસ.ઓ.જીની ટીમ તમ્બાકુના ૧૮૦ કિલોના ૬ બાંચકા સાથે રૂ .૯૦,૦૦૦નો મુદ્દામાલ ઝપ્ત કરી ગોડલના મૌવૈયા ગામના સપ્લાયર મુકેશ પટેલ નામના શખ્સની શોધખોળ હાથધરી છે.

કુવાડવા રોડ પરથી રૂ. ૧.૩૬ લાખની સોપારી સાથે શખ્સ ઝડપાયો

કોરોના વાયરસમાં લોકડાઉનની અમલીકરણમાં બિડી, સિગારેટ, તમ્બાકુ અને સોપારી સહિતની ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે બી. ડીવીઝન પોલીસે બાતમીના આધારે કુવાડવા રોડ પર છપ્પનીયા પાસેથી નવાગામ આણંદપરના જનક લાભુ ચાવડા  નામના ૫૪ વર્ષના શખ્સને રૂ . ૧,૩૬,૫૦૦ ની કિંમતની ૪૫૫ કિલો સોપારીના જથ્થા સાથે ઝડપી પાડયો છે. પોલીસે લોકડાઉનના સમયમાં વ્યસનીઓની મજબુરીનો લાભ ઉઠાવી કાળા બજારી કરી  પ્રતિબંધિત વસ્તુઓની વેચાણ પર રોક લગાવા સોપારી જથ્થો કબ્જે કરી કયાં કારણોસર લાવ્યા અને કયાંથી લાવ્યા તેવા પ્રશ્ર્નો સાથે કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.