Abtak Media Google News

લોકડાઉનની અમલવારી સમયે કોરોનાના કેસની રફતાર ૨૧.૬ ટકાની હતી તે ઘટાડીને ૮.૧ ટકાએ પહોંચી : સોશિયલ ડિસ્ટન્સ હજુ કોરોનાની તીવ્રતા ઘટાડે તેવી અપેક્ષા

મહામારીની તિવ્રતા ઘટાડવા માટે લોકડાઉન અમલવારી કરાવવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવાયો હતો. આ નિર્ણય કોરોનાને રોકવામાં સફળ સાબીત થયો છે. વર્તમાન સમયે લોકડાઉને રંગ રાખ્યો છે. કોરોનાની ઝડપને ઘટાડવા સફળતા મળી છે. આંકડા મુજબ દેશમાં ૫૦૦ કેસ હતા તે સમયે તા.૨૪ માર્ચ બાદ લોકડાઉનની અમલવારી કરાઈ હતી. ત્યારબાદ કોરોનાના સંક્રમણની તિવ્રતા ૨૧.૬ ટકાની હતી. હવે આ તિવ્રતા ઘટાડીને ૮.૧ ટકા કરવામાં સફળતા મળી છે. જો તે સમયે લોકડાઉનની અમલવારી કરવાનો નિર્ણય સરકારે ન લીધો હોત તો અત્યારે ૨ લાખથી વધુ કેસ ભારતમાં નોંધાયા હોત અને હજ્જારો લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હોત. અલબત સરકારના નિર્ણયથી કોરોનાની ઝડપ ઘટી છે.

લોકડાઉનની અમલવારી થયાના પાંચમાં અઠવાડિયે દેશને તિવ્રતા ઘટાડી ૮.૧ ટકાએ લાવવામાં મહદઅંશે સફળતા મળી છે. અલબત હજુ સુધી ખતરો ટળ્યો નથી. અન્ય દેશોમાં લોકડાઉન બાદ ભારત કરતા વધુ પ્રમાણમાં સફળતા મળી હોવાનું આંકડા કહી રહ્યાં છે. જર્મનીએ લોકડાઉન કર્યા બાદ કોરોનાની તિવ્રતા ઘટાડીને ૨ ટકા સુધી લાવવામાં સફળતા મેળવી હતી. અલબત વસ્તી અને અન્ય સંશાધનની દ્રષ્ટિએ ભારત વિશ્ર્વના વિકસીત દેશોની સરખામણીએ નબળુ હોવાથી કોરોના મુદ્દે મેળવેલી સફળતા ખુબજ સારી ગણી શકાય છે. સ્થિતિ એવી છે કે, જો ૩૧ મે સુધી લોકડાઉન લંબાશે તો કોરોનાથી જૂનમાં સુરક્ષીત થઈ શકાશે પરંતુ જો લોકડાઉનને ખોલવામાં ઉતાવળ થશે તો ભારતમાં સપ્ટેમ્બર મહિના સુધી કોરોના કેળો મુકશે નહીં. વર્તમાન સમયે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલહી સહિતના રાજ્યોમાં કોરોનાએ ભારે તારાજી સર્જી છે.

નોંધનીય છે કે લોકડાઉનના કારણે કાબુમાં આવેલ આ વાયરો બીજા તબકકાના રૂ પમાં જુલાઈ અને સપ્ટેમ્બરનાં સમયગાળામાં આવે તેવું દેખાય રહ્યું છે. ભારત કેટલા અને કેવા પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને વ્યકિતગત અવકાશ અને પ્રતિબંધ હટયા પછી રોગચાળો ફેલાતો અટકાવવામાં કેટલો સફળ થાય છે તેના પર આધાર છે. અત્યારે ફેલાવાનો દર ઘટી ચુકયો છે પરંતુ અમિત ભટ્ટાચાર્યના મતે આ ઘટાડો કેટલાક મહિના અને અઠવાડિયા સુધી કાબુમાં રહે પછી વધારો થાય હજુ આપણે નવા કેસો નોંધાઈ રહ્યા છે અને બીજો વાયરો જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ચોમાસા દરમિયાન આવી શકે છે પરંતુ તેનો આધાર આપણે કેટલા પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ તેના પર છે. આ મહામારીનો એકમાત્ર ઉપાય એ છે કે તેનું સંક્રમણ લોકોમાં ઓછુ ફેલાય. રાજેશ સુદર્શન આ વાતમાં સહમત થયા હતા. એકવાર બધુ રાબેતા મુજબ થઈ જાય પછી રોગચાળો ફરીથી ફેલાય તેવી શકયતા છે. ચીનમાં આજ રીતે પ્રવાસના પ્રતિબંધો હટયા બાદ રોગચાળો ફેલાયો હતો. ૨૫મી માર્ચે કોરોનાની સંખ્યા ૬૧૮ અને ૧૩ મૃત્યુ હતા ત્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં ૩ મે સુધી વધારો કર્યો હતો. શુક્રવારે મૃત્યુ આંક ૭૧૮ અને કેસ ૨૩૭૭એ પહોંચ્યો છે. જોકે વૃદ્ધિ દર બેવડા થવાનો સમય ૩:૪ થી ૭:૫ દિવસ બમણી થાય છે. સંક્રમિત દર્દીઓની સંખ્યાનો વૃદ્ધિ દર ઘટયો છે.

  • અમેરિકામાં મોતનો આંકડો બેગણો : મૃતાંક ૫૦ હજારને પાર

કોરોના વાયરસના સંક્રમણના કારણે અમેરિકામાં ૫૦,૦૦૦ લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ચૂકયા છે. છેલ્લા ૧૦ દિવસમાં મોતનો આંકડો બે ગણો થયો છે. હજુ ૮,૭૫,૦૦૦ અમેરિકન નાગરિકોને કોરોનાનું સંક્રમણ હોવાનું જાણવા મળે છે. ચાલુ મહિને અમેરિકામાં દરરોજ સરેરાશ ૨૦૦૦ લોકોના મોત થયા હોવાનું સામે આવે છે. વર્તમાન સમયે અમેરિકામાં પણ મેડિકલ સંશાધનોની ઉણપ વર્તાઈ રહી છે. કોરોના વાયરસની તિવ્રતા સામે અમેરિકા જેવું જગત જમાદાર પણ ઘુંટણીએ પડી ચૂકયું છે. હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ ખુબ ઓછો છે. આખા અમેરિકામાં કુલ મોતમાંથી ૪૦ ટકા મોત એકલા ન્યુયોર્ક શહેરમાં નોંધાયા છે. ન્યુયોર્કની જેમ ન્યુજર્સી, મીસીગન સહિતના શહેરોમાં પણ કોરોનાએ હજ્જારો લોકોનો ભોગ લીધો છે. ૧૯૫૦-૫૩માં કોરીયન યુદ્ધ સમયે ૩૬૫૧૬ લોકોના મોત થયા હતા. હવે આ રેકોર્ડ પણ તૂટી ગયો છે અને ૫૦,૦૦૦ લોકોના મોત થઈ ચૂકયા છે. હજુ મોતનો આંકડો વધશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.

  • સરકાર સામે ધર્મસંકટ : લોકડાઉન નહીં ખુલે તો અર્થતંત્ર ડામાડોળ, ખુલશે તો નાગરિકો ઉપર જોખમ

કોરોનાના સંક્રમણને રોકવા લોકડાઉનની અમલવારી શરૂ  છે પરંતુ લોકડાઉનના કારણે સરકાર સામે મોટુ ધર્મસંકટ આવી ઉભુ રહ્યું છે. વર્તમાન સમયે લોકોના જીવની રક્ષા કોરોનાથી કરવાની છે ત્યારે લોકડાઉનના કારણે કથળી રહેલી આર્થિક વ્યવસ્થા પણ સંભાળવાની છે. સરકારે નટની જેમ બન્ને દિશામાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવાનો છે.

જો આગામી સમયમાં લોકડાઉનની અમલવારી બરકરાર રહેશે તો અર્થતંત્રની હાલત ખુબજ ખરાબ થઈ જશે. અર્થતંત્રને થયેલ નુકશાન દાયકાઓ સુધી ભરી શકાશે નહીં. સરકારે લોકડાઉનને વધારવાનો નિર્ણય તો લીધો છે પરંતુ આ નિર્ણય પાછળ કરોડો રૂ પિયાનું નુકશાન દરરોજ થઈ રહ્યું છે. વર્તમાન સમયે દેશમાં વર્ક ફ્રોમ હોમ દ્વારા કામ ધંધા શરૂ  રાખવાનો પ્રયાસ થાય છે પરંતુ અનેક સેકટર એવા છે જેમાં વર્ક ફ્રોમ હોમ થઈ શકે તેવી સ્થિતિ નથી. વર્તમાન સમયે લોકડાઉન ઉઠાવી લેવાય તો પણ આગામી સમયમાં અર્થતંત્રની ગાડી ફરીથી પાટે ચડાવવામાં સરકારની આંખે અંધારા આવી જાય તેવી સ્થિતિ છે.

  • આજથી નાના વેપારીઓની રોજી રોટી શરૂ : નિયમોનું પાલન ન થાય તો કોરોના ફરીથી ફૂંફાડો મારશે

કોરોનાથી બચવા લોકડાઉન વચ્ચે નાના વેપારીઓની રોજીરોટી પણ જળવાઈ રહે તે વાત જરૂ રી છે. માટે સરકારે આજથી શહેરી વિસ્તાર અંદર આવેલી દુકાનો, આડોશ-પાડોશની દુકાનો, રહેણાંક કોમ્પલેક્ષમાં આવેલી દુકાનોને ખુલી રાખવા છુટછાટ આપી છેે. પરિણામે નાના વેપારીઓની રોજીરોટી શરૂ  થશે. અલબત સિંગલ બ્રાન્ડ ધરાવતા મોલ કે મલ્ટી બ્રાન્ડ ધરાવતા મોલ શરૂ  થઈ શકશે નહીં. તમામ દુકાનદારોએ ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સના નિયમની

અમલવારી પણ કરવી પડશે. આ નિયમો ક્ધટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારોમાં લાગુ પડશે. તંત્ર સાથે રજિસ્ટ્રેડ થયેલી દુકાનો શરૂ થઈ શકશે. શોપ, એસ્ટાબ્લિસમેન્ટ ઓફ રિસ્પેકટીવ સ્ટેટ હેઠળ નોંધાયેલી દુકાનોને આગામી સમયમાં શરૂ કરી શકાશે. અલબત સરકાર દ્વારા લાદવામાં આવેલા ધારા-ધોરણનું પાલન કરવાનું રહેશે.

  • બેખૌફ લોકોની નાદાનીયત અંકુશમાં? : ૩૧મીએ કોરોનાગ્રસ્ત ૨૫ હજાર કે આઠ લાખને આંબશે?
  • અમદાવાદમાં કોરોનાનો કહેર ફાટી નીકળશે કે કાબૂમાં?

કોરોના મહામારી લાંબો સમય  સુધી માનવ જાતનો પીછો નહિ છોડે તેવી દહેશત ગઇકાલે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના વડાઓ વ્યકત કરી હતી.  ભારતમાં પણ આ સંક્રમણ અને તેના પ્રસાર લાંબા સમય સુધી ચાલશે તેવી શકયતાં વચ્ચે અમદાવાદમાં અત્યારે કોરોના સંક્રમણની સ્થિતિ ભયજનક રીતે વકરતી જાય છે. છેલ્લા ચારે જ દિવસમાં નવા દર્દીઓની સંખ્યા બે ગણીથી પણ વધુ થઇ જવામાં પામી છે. જો આ સ્થિતિ

લોકડાઉનના અંતની ૩જી મે સુધી અને લોકડાઉન પછી યથાવત રહેશે તો અમદાવાદમાં દર્દીઓની સંખ્યાનો આંકડો ૧૩મી મે સુધી ૫૦,૦૦૦ અને ૩૧મી મે સુધી ૮ લાખને આંબી જશે.  આ આંકડા અને પરિસ્થિતિની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ સોશ્યલ મિડીયા પર લોકોને સંબોધતા આપ્યા હતા.  એમણે જણાવ્યું હતું કે અભ્યાસ અને શહેરની સ્થિતિ જોતા આ દહેશત સેવાય રહી છે.

નહેરાએ જણાવ્યું હતું કે ૧૭મી એપ્રિલે ૬૦૦ કેસ હતાં. ર૦મી એપ્રિલે તેમાં વધારો થઇને કેસનો આંકડો ૧ર૦૦ એ પહોચ્યો હતો. અગાઉ ત્રણ દિવસે સંખ્યા ર ના ગુણોતરથી વધતી હતી. પરંતુ કોર્પોરેશનની સઘન કાર્યવાહીથી કેસનો દર બેવડો થવાનો સમયગાળો અત્યાર ચાર દિવસ પહોચ્યો છે જો શહેર બેવડા વૃઘ્ધી દરનો સમય ગાળો ચાર દિવસનો જાળવી રાખે તો ૧પમી મે એ ૫૦,૦૦૦ અને ૩૧મી મે એ શહેરમાં દર્દીઓની સંખ્યા ૮ લાખ એ પહોંચે પ્રજાના સહયોગ અને કોર્પોરેશનની મહેનતથી દર્દીઓની સંખ્યા બેવડી થવાનો સમયગાળો સાત થી આઠ દિવસ પહોચે તો ૧પમીએ ૧૦,૦૦૦  અને ૩૧મી મે સુધી ૫૦,૦૦૦ થાય અલબત સંક્રમિત દર્દીઓની સંખ્યા બેવડી થવાના સમયગાળો લંબાવવામાં માત્ર અત્યારે સાઉથ કોરિયા જેવા જુજ દેશો જ શકય બનાવી શકયા છે બાકી યુરોપ અને અમેરિકામાં આદર ચાર દિવસનો ચાલી રહ્યો છે. ૧૦ દિવસે ડબલનો આંક મુશ્કેલ ગણાય.

  • દુબઇનો અંત નજીક? દુબઇમાં કોરોના બોમ્બ ફાટયો અને સાથે લોકડાઉન પણ ઉઠાવી લીધું

દુબઈમાં કોરોનાના કારણે અર્થતંત્ર અને જનજીવન ઉપર ભયંકર અસર પડી છે. કોરોના બોંબ ફાટતા લાખો લોકોના જીવન પર ખતરો તોળાઈ રહ્યો છે. બીજી તરફ દુબઈના અર્થતંત્રના હાલ બેહાલ થયા છે.  દુબઈમાં એક તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે તો બીજી તરફ ક્રુડમાં બોલી ગયેલા કડાકાના કારણે અર્થતંત્રને મરણતોલ ફટકો પડ્યો છે. અધુરામાં પૂરું આજથી શરૂ  થયેલા રમઝાન માસમાં દુબઈમાં ભારે હાલાકી સર્જાઈ તેવી સ્થિતિ ઉભી થઈ છે. અત્યાર સુધી દુબઈ અને ઈરાન વચ્ચે સારા સંબંધો હતા પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે વાત વણસી જતાં દુબઈ અને ઈરાનના સંબંધોમાં કડવાસ ઉભી થઈ છે. બીજી તરફ અમેરિકા અને ચીન સાથેના સંબંધમાં આવેલી ખટાશના કારણે દુબઈના કારોબાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવા સંજોગોમાં દુબઈમાંથી અનેક લોકોનો પોતાના દેશ

પરત મોકલવામાં આવી રહ્યાં છે. અલબત ભારત સરકાર દ્વારા નાગરિકોને પરત બોલાવવા મુદ્દે હજુ સુધી કોઈ તૈયારીઓ થઈ નથી. જેથી દુબઈમાં વસતા ભારતીયો ખૌફના માહોલમાં જીવી રહ્યાં છે. દુબઈમાં કોરોનાથી બચાવવામાં સફળ રહેતા લોકડાઉનને ઉઠાવી લેવાયું છે. જેની પાછળ આર્થિક કારણો જવાબદાર છે. આગામી સમયમાં આ પરિસ્થિતિ બરકરાર રહેશે તો દુબઈનો અંત થઈ જશે ? તેવા ગંભીર સવાલો ઉઠી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.