Abtak Media Google News

પુરૂષાર્થ સોસાયટીની સોની સગીરા પર પાડોશીએ ગુજાર્યો બળાત્કાર: આજી ડેમ પાસે તરૂણને અડપલા કરતો શખસ ઝડપાયો

શહેરમાં બે તરૂણી પર દુષ્કર્મ આચર્યાની અને વણીક સગીરાએ બાળકને જન્મ આપી કુંવારી માતા બન્યાનું પોલીસમાં નોંધાયું છે. જયારે થોરાળા વિસ્તારનો 10 વર્ષના માસુમ બાળક સાથે કૌટુંબિક મામાએ અડપલા કરતાં ઝડપાયો છે.

મોરબી રોડ પર આવેલ સેટેલાઇટ ચોકમાં વણીક પરિવારની 16 વર્ષીય તરૂણીને ગતરાત્રે પેટના દુ:ખાવાની બીમારી સબબ સારવાર અર્થે હોસ્5િટલે ખસેડવામાં આવી ત્યારે તરૂણીને નવ માસનો ગર્ભ હોવાનું તબીબોએ જાહેર કર્યાના થોડીવારમાં જ તરૂણીએ બાળકને જન્મ આપતાં કુવારી માતા બનેલી સગીરા અને તેના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. તરૂણીની પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમીક પુછપરછમાં પોરબંદર ખાતે રહેતા પોતાના કુટુંબી સગા બે ભાઇઓએ શરીર સંબંધ બાંધયાની ચોંકાવનારી વિગતો જાહેર કરતાં સનસનાટી મચી ગઇ છે.

10 ધોરણ સુધી ભણેલી તરૂણી નવેક માસ પહેલાં પોરબંદર ખાતે રહેતા પોતાના સગાને ત્યાં આટો દેવા ગઇ હતી. ત્યારે તેણી એકાદ માસ રોકાઇ તે દરમ્યાન પોતાના  કુટુંબી સગાના બન્ને પુત્રોએ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાની વિગતોની બન્ને યુવકની માતાએ ઇન્કાર કરી બાળકનું તથા પોતાના બન્ને પુત્રોનું ડીએનએ ટેસ્ટ કરાવવા જણાવ્યું છે.

જયારે અમરનગર નજીક ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા કિશન ભરત ચણીયારા નામના શખ્સે 1પ વર્ષની સોની સગીરા પર બળાત્કાર ગુજાર્યાની ભકિતનગર પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.

15 વર્ષની સગીરાને લગ્ન કરવાની લાલચ દઇ કિશન ચણીયારા ગઇકાલે સગીરાને પુરૂષાર્થ સોસાયટી-3 માં લઇ જઇ બળાત્કાર ગુર્જાયાની ફરીયાદમાં જણાવ્યું છે તરૂણીના પિતાની ફરીયાદ પરથી કિશન ચણીયારા સામે ભકિતનગર પોલીસે બળાત્કાર અંગેનો ગુનો નોંધી પી.આઇ. જે.ડી. ઝાલાએ તપાસ હાથ ધરી છે.

જયારે ત્રીજા બનાવમાં થોરાળા વિસ્તારમાં રહેતા 10 વર્ષનો બાળક પર તેના કૌટુંમ્બીક મામાએ અડપલા કરતા તેના વિરુઘ્ધ પોલીસે ફરીયાદ નોંધી તેની ધરપકડ કરી છે. માહીતી મુજબ થોરાળા નજીક ઘર પાસે રમતા 10 વર્ષના બાળકને આજી ડેમ પાસે મેડલી માતાના દર્શન કરાવાના બહાને લઇ જઇ અવાવરૂ જગ્યા પર ધાક ધમકીઓ આપી પ્રોઢે અડપલા કરી હસ્તમૈથુન કરાવાની કોશિષ કરતાં બે યુવાનોએ જોઇ જતાં તેની અટકાયત કરી તેને પોલીસ હવાલે કર્યો છે.

બનાવ અંગે પોલીસનાં જણાવ્યા મુજબ થોરાળા નજીક આંબેડકરનગરમાં રહેતો અને મંજુરી કામ કરતો કેશુ ધના પરમાર (ઉ.વ.પર) એ ધો-પ માં અભયાસ કરતો બાળકને મંદીરે દર્શન કરાવવા માટે લઇ ગયો જયાં અવાવરૂ  જગ્યા પર લઇ જઇ શારીરિક અડપલા કર્યા હતા જેથી હાલ પોલીસ પ્રોઢની ધરપકડ કરી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.