Abtak Media Google News

અપૂરતા થોત ધરાવતા રાજકોટ જિલ્લાના ૧૪૪ ગામોને આવરી લઇ આ માસ્ટર પ્લાન બનાવાયો

રાજકોટ શહેર આસપાસના ગામો ઉપરાંત જિલ્લામાં આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણી સ્થિતની આગોતરી સમીક્ષા કરવામા કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાને અધ્યક્ષ સને મળેલી બેઠકમાં રૂ. ૧૨૦૩.૩૨ લાખનો માસ્ટર પ્લાન સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અપૂરતા થોત ધરાવતા રાજકોટ જિલ્લાના ૧૪૪ ગામોને આવરી લઇ આ માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે.

આ માસ્ટર પ્લાનમાં રાજકોટ તાલુકાના ૨૫, પડધરીના ૨૬, લોધિકાના ૧૨, ગોંડલ તાલુકાના ૬, કોટડા સાંગાણીના ૮, જસદણના ૯, વિંછીયાના ૯, જેતપુરના ૧૨, ધોરાજીના ૧૪, ઉપલેટાના ૧૪ તા જામકંડોરણા તાલુકાના ૯ ગામોને આવરી લેવામાં આવ્યા છે.

૨૦૦ એમએમ બોર પાવર પમ્પ આધારિત ૭૭ ગામો, ડીપ ટ્યુબવેલ આધારિત ૧૬, વ્યૈક્તિ યોજનાના નવીનીકરણ આધારે પાણી પુરવઠા યોજના વિસ્તરણ આધારે ૧૧, કૂવાને ઉંડા ઉતારવા અવા નવા કૂવા બનાવવાના આયોજનમાં ૨૭ ગામોને આવરી લેવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાને કૂલ ૧૨ મોટા જળાશયોમાંી પીવાનું પાણી મળે છે. જેની સ્થિતિની સમીક્ષા કરીએ તો રાજકોટ શહેર, જેતપુર, અમરનગર સહિતને પીવાનું પાણી પૂરૂ પાડતા ભાદર ડેમમાં ૨૩૨૮ એમસીએફટી પાણી ભર્યું છે. આ ડેમમાંથી ૩૧-૭-૨૦૧૯ સુધી પાણી મળે એમ છે.

જ્યારે, જેતપુર શહેર તા બીજા ગામો માટે નર્મદા કનેક્ટિવિટી (એનસી-૩૭) લાઇનનું કામ પણ તાબડતોબ ધોરણે ચાલે છે. જે ત્રણચાર માસમાં પૂર્ણ ઇ જશે. એ પૂર્ણ થાય એટલે ગામોને તેના સ્ટોરેજ ટેન્ક સુધી નર્મદાના પાણી મળી જશે. ભાદર ડેમ-૨નું પાણી ૩૧-૮-૧૯ સુધી મળશે.

આજી ડેમ-૧ને સૌની યોજના અંતર્ગત પાણીથી ભરી શકાય એમ છે. બાકીના મચ્છુ-૧, મોજ, વેણુ, ફોફળ ડેમ જુનજુલાઇ-૨૦૧૯ સુધી ચાલે એમ છે.  કલેક્ટર ડો. ગુપ્તાએ કહ્યું કે, કોઇ પણ ગામને પીવાના પાણીની તકલીફ ના પડે એ રીતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જરૂર પડે ત્યાં ટેન્કર દોડાવવામાં આવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર જોધાણી સહિત પ્રાંત અધિકારીઓ, મામલતદારો, નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.