Abtak Media Google News
  • યશોવિજયસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં શકસ્તવ મહાભિષેક ‘મહામાંગલિક’ પ્રવ્રજ્યાવિધિ-દીક્ષા વિધિ થશે

શ્રી પ્લોટ શ્વે. મૂ. પૂ. જૈન સંઘમાંથી અનેક નવ યુવાનો દીક્ષાના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે. આ સંઘના યુવાનો સક્રિય જ નથી, શ્રીસંઘની પ્રવૃતિઓમાં ભાગીદાર પણ છે. આજે આ શ્રીસંઘમાં વધુ એક દીક્ષા મહોત્સવનું આયોજન પરમ પૂ.શાશન પ્રભાવક આચાર્ય ભગવંત અજિતયશસુરીશ્વરજી મહારાજા, રાજકોટની રંગીલી જનતાને ધર્મરંગે રંગનારા રાજકોટમાં અનેક ચાતુર્માસ કરનારા પૂ.આચાર્ય ભગવંત યશોવિજયસુરીશ્વરજી મહારાજા તથા પરમ પૂજય આચાર્ય ભગવંત સંસ્કારયશ સુરીશ્વરજી મહારાજાની પાવન નિશ્રામાં ફરી એકવાર પ્રવ્રજયા મહોત્સવ આયોજિત થઈ રહયો છે. આ વર્ષે રાજકોટના જ બે હોનહાર યુવાનો સંયમ ગ્રહી ચુક્યા છે, આ જ શૃંખલામાં આગળ વધુ મુમુક્ષુ જીમીતકુમાર જે માતા – વૈશાલીબેન, પિતા – મનીષભાઈના તથા મોટાભાઈ – પરીનભાઈના લાડ-કોડમાં ઉછરેલા મુમુક્ષુ જીમીતકુમાર પહેલેથી જ સારા સંસ્કારોનો વારસો લઈને જ મોટા થયા. રાજકોટ ખાતે અભ્યાસ પુર્ણ કરી વિશેષ અભ્યાસ માટે મુંબઈ ગયા. કોલેજનો અભ્યાસ સાંગોપાંગ પુર્ણ કર્યો. તેઓ સંયમના માર્ગ ચાલશે. તેમના દિક્ષા મહોત્સવ કાલે સવારે 9-00 થી 11-00 શક્રસ્તવ મહાભિષેકનું આયોજન છે. દીક્ષા મહોત્સવના મંગલ પ્રારંભે પરમાત્માના વિશેષ અભિષેક છે. આ મંત્રોચ્ચાર ગર્ભિત સુર તાલના સંગાથે આ ભવ્ય અભિષેક થશે. શાંતિ અને સમાધિ ફેલાવનારા આ ખુબ પ્રભાવશાળી અભિષેક હોય છે.

બપોરે 3-00 કલાકે વસ્ત્રરંગ વધામણાં છે. મુમુક્ષુ જીમીતકુમાર દીક્ષા બાદ જે ધવલ શ્ર્વેત વસ્ત્રો ધારણ કરવાના છે. તે ધવલ વસ્ત્રો ઉપર મંગલ સ્વરૂપે કેસરના છાંટણા કરવાનો આ અવસર છે. આજના દિવસે સહુ કોઈ ભેગા થઈ સંયમ જીવનની મહતા સમજાવતા ગીતો દ્વારા દીક્ષા ધર્મનો અને મુમુક્ષુનો મહિમા પણ ગાશે.

રાત્રે 8-00 કલાકે નાટિકા – નૃત્ય – વક્તવ્ય વગેરેના માધ્યમે દીક્ષા જીવનને અદભુત રીતે રજુ કરવામાં આવશે. સતત જકડી રાખનારો આ કાર્યક્રમ દીક્ષા જીવનની મહત્તા તો સમજાવશે જ, દીક્ષા જીવનને લઈને ચાલતા તમારા મનના અનેક પ્રકારના પ્રશ્ર્નોનું સમાધાન પણ આપશે.

દ્વિતીય દિવસ : 20/ 04  2024, શનિવાર મુમુક્ષુ જીમીતકુમાર જગતના તમામ ભૌતિક સાધનો – સુખ સગવડો છોડી ત્યાગનો માર્ગ સ્વીકારી રહ્યા છે. તેના પ્રતીક રૂપે તેઓની શોભાયાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર ફરશે અને તેમાં તેઓ છૂટે હાથે ભૌતિક સામગ્રીનું દાન કરશે. જરૂરિયાતમંદો સુધી પહોંચાડવા તેને ઉછાળશે પણ બારીક ત્યાગધર્મનો જય-જયકાર કરનારી આ ભવ્ય વર્ષીદાન યાત્રા સવારે બરાબર 8-30 કલાકે ચાલુ થઈ જશે.

રાત્રિના 8-00 કલાકે મુમુક્ષુ જીમીતકુમારનો વિદાય સમારંભ પ્રાચીન કાળમાં અને આજે પણ એક નવયુવાન યોધ્ધો દેશ માટે મરી ફીટવા નીકળે ત્યારે જે ભાવથી, જે ઊર્મિથી તેના માથે વિજય તિલક કરી એનો દેશભકત પરિવાર એને વળાવે કંઈક એવી જ ઝાંખી આ સમારોહમાં જોવા મળે છે. આવતીકાલથી સધળોય સાંસારી સંબંધોને છોડી દેનાર મુમુક્ષુની સંસારી અવસ્થાની આ છેલ્લી રાત છે. કેવલ એક પરિવારનો દીકરો આવતીકાલથી આખા જગતનો દીકરો બની જવાનો છે. “ઉજ્જાગર દશા ભણી પ્રસ્થાન” મુંબઈથી પધારેલ ઈશાનભાઈ તથા નૈતિકભાઈના સથવારે આ ભાવવાહી કાર્યક્રમ ઉજવાશે.

તૃતીય દિવસ : 21 / 04 / 2024, રવિવારે વહેલી સવારે પ00 કલાકે, શ્રી પ્લોટ શ્ર્વે. મૂ. પૂ. જૈન સંઘના અન્વયે, શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલયના મેદનમાં, સુંદર શમિયાણામાં મહામાંગલિક પ્રવ્રજયાવિધિ – દીક્ષાવિધિનો આરંભ થશે. એની એકેક પળ જીવનમાં યાદગાર બની જશે, મુમુક્ષુ જીમીતકુમાર આવશે, ચતુર્મુખ પ્રભુજીની પુજા કરશે, પૂ.ગુરૂદેવોની પૂજા કરશે, વિધિનો પ્રારંભ થશે, પોતાના આભુષણોનો ત્યાગ કરશે, રજોહરણને મેળવશે, વસ્ત્રો બદલશે, મુડંન કરશે, કેશલુંચન કરશે, બહુ અદભુત પળો હોય છે આ જરૂર નીરખવા જેવી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.