Abtak Media Google News

Table of Contents

ગુરૂવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ

ધો.૧૦નાં ૫૪૩૭૯, ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં ૩૧૦૭૭, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૯૪૮૦ પરીક્ષાર્થીઓ

૩૩૮ બિલ્ડીંગનાં ૩૨૭૭ બ્લોકમાં લેવાશે પરીક્ષા

રાજકોટ જીલ્લામાં સંવેદનશીલ ૧૧ અને અતિસંવેદનશીલ ૨૪ કેન્દ્ર

શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૫ માર્ચથી લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં રાજકોટમાં કુલ ૯૫,૧૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જેમાં ધો.૧૦નાં ૫૪૩૭૯, ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં ૩૧૦૭૭, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ૯૪૮૦ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. કુલ ૩૩૮ બિલ્ડીંગનાં ૩૨૭૭ બ્લોકમાં બોર્ડની પરીક્ષા લેવાશે. રાજકોટ જિલ્લામાં સંવેદનશીલ ૧૧ કેન્દ્રો અને અતિસંવેદનશીલ ૨૪ કેન્દ્રો નોંધાયા છે. તમામ બિલ્ડીંગ સીસીટીવી કેમેરાથી સજજ રાખવામાં આવેલ છે. પરીક્ષામાં ગેરરીતી અટકાવવા કલેકટરની સ્કોર્ડ નજર રાખશે. આ ઉપરાંત ડીઈઓ કચેરી દ્વારા પણ ખાસ વોચ રાખવામાં આવશે.

રાજકોટ શહેરની વિગત આપતા ડીઈઓ આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ધો.૧૦ની પરીક્ષા માટે શહેરનાં ૫૪૩૭૯ વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધો.૧૦ની પરીક્ષામાં કુલ ૧૮૯ બિલ્ડીંગ અને ૧૮૪૦ બ્લોકમાં પરીક્ષા લેવાશે. આ ઉપરાંત ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં કુલ ૩૧,૦૭૭ વિદ્યાર્થીઓની ૧૦૫ બિલ્ડીંગમાં ૯૬૩ બ્લોકમાં પરીક્ષા લેવાશે અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૯૪૮૦ વિદ્યાર્થીઓની ૪૪ બિલ્ડીંગમાં અને ૪૭૪ બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. બોર્ડની પરીક્ષાનાં પેપર કરણસિંહજી સ્કુલ ખાતે પહોંચી ગયા છે. આવતીકાલથી તમામ કંટ્રોલ રૂમ કરણસિંહજી હાઈસ્કુલમાં ધમધમતો કરી દેવામાં આવશે. કંટ્રોલ રૂમનાં ફોન નં.૦૨૮૧-૨૨૨૬૮૮૯ છે. આ કંટ્રોલરૂમ પર ફરજ બી.કે.શીલુ, કે.આર.જોશી, આર.એન.બારડ તેમજ બી.વી.અગ્રવાત, રાજેશ્ર્વરીબેન રાવલ તથા એચ.પી.રાઠોડને ફરજ સોંપી દેવામાં આવી છે.

શિક્ષણાધિકારી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર જિલ્લામાં સૌપ્રથમવાર સંવેદનશીલ અને અતિસંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-૧ અને વર્ગ-૨નાં અધિકારીઓ સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.

જિલ્લાનાં ૧૦ સ્થળોએ હેલ્પલાઈન સેન્ટર કાર્યરત

બોર્ડની પરીક્ષાનાં તમામ પ્રશ્ર્નપત્રો રાજકોટની કરણસિંહજી અને ચૌધરી હાઈસ્કુલ ખાતે પહોંચી ગયા છે. આવતીકાલથી તમામ હેલ્પલાઈન સેન્ટર અને કંટ્રોલરૂમ ધમધમતા થઈ જશે. કંટ્રોલરૂમનાં ફોન નં.૦૨૮૧-૨૨૨૬૮૮૯ છે.

જેલનાં ૪૫ કેદી અને ૫૫ દિવ્યાંગો પરીક્ષા આપશે

આ વખતે રાજકોટ શહેર-જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં જેલનાં ૪૫ કેદીઓ અને ૫૫ દિવ્યાંગો પણ ઉપસ્થિત રહેવાના છે. રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધો.૧૦નાં ૩૧ અને ધો.૧૨નાં ૧૫ મળી ૪૫ કેદી પરીક્ષા આપશે તેમજ ૫૫ દિવ્યાંગો પણ જુદા-જુદા સેન્ટરોમાં પરીક્ષા આપવાના છે તેમના માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.

૪૭ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ-૧ અને ૨નાં અધિકારીઓ મુકાશે

અતિસંવેદનશીલ, સંવેદનશીલ અને તકેદારી રાખવાના ૪૭ પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી અટકાવવા માટે વર્ગ-૧ અને ૨નાં અધિકારીઓને ચેકિંગ માટે મુકાશે.

2.Banna 1

કાલે વિદ્યાર્થી બેઠક વ્યવસ્થા જોઈ શકશે

ગુરૂવારથી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સ્કુલોમાં તમામ વિદ્યાર્થીઓને હોલ ટીકીટનું વિતરણ થઈ ચુકયું છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકે તે માટે આવતીકાલે વિદ્યાર્થીઓ ૧૧ થી ૫ દરમિયાન જે-તે સ્કુલમાં પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે.

કડવીબાઈ વિદ્યાલયમાં બોર્ડનાં છાત્રોને કલેકટર મોં મીઠુ કરાવશે

રાજકોટ શહેર સહિત જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન અધિકારીઓ વિદ્યાર્થીઓને આવકારવા માટે શાળાએ પહોંચશે. ૫મી માર્ચ પ્રથમ પેપર દરમિયાન રાજકોટ મહિલા કલેકટર રૈમ્યા મોહન શહેરની કડવીબાઈ વિદ્યાલયમાં બોર્ડનાં છાત્રોને મોં મીઠુ કરાવી બેસ્ટ ઓફ લક કહેશે. ડીઈઓ આર.એસ.ઉપાધ્યાય પણ કલેકટરની સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકારશે.

રાજકોટમાં ડીઈઓએ વિસ્તારવાઈઝ પરીક્ષા કેન્દ્ર ફાળવ્યા

શહેરોમાં અત્યાર સુધી બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને દુરની શાળામાં પરીક્ષા આપવા માટે જવું પડતું હતું જેને કારણે છાત્રોને મુકવા માટે વાલીઓએ ફરજીયાત જવું પડતું હતું સાથે જ ટ્રાફિકની સમસ્યાનાં લીધે કોઈક વખત વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર પર મોડો પહોંચતો હતો ત્યારે આ વખતે રાજયમાં સૌપ્રથમ રાજકોટનાં ડીઈઓએ વિદ્યાર્થીઓ જયાં ભણે છે તેજ વિસ્તારની શાળામાં પરીક્ષા દેવા માટેનું કેન્દ્ર ફાળવ્યું છે.

જેમાં નવા થોરાળા, ભકિતનગર, બજરંગવાડી, કરણપરા, કોટેચા ચોક, લક્ષ્મીનગર, કોઠારીયા રોડ, પોપટપરા, માલવીયા એમ ૧૨ વિસ્તારમાં આવેલી શાળાનાં છાત્રોને તેના જ વિસ્તારની અન્ય શાળામાં નંબર આવશે તેવી વ્યવસ્થા કરી છે.

સુપર વાઈઝર સહિતઓના મોબાઈલ સ્થળ સંચાલકની કસ્ટડીમાં રહેશે

બોર્ડ પરીક્ષા દરમ્યાન પરીક્ષાનું સુપરવિઝન કરવા શિક્ષક સહિતનાં સ્ટાફનાં મોબાઈલ સ્થળ સંચાલકની કસ્ટડીમાં રાખવાના રહેશે. પેપર પૂર્ણ થયા બાદ તે મોબાઈલ સુપર વાઈઝર સહિતનાને મળશે જયારે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ માટે લીંબુ પાણી અને પ્રાથમિક સારવાર આપવી

જે શાળામાં બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર છે તે તમામ શાળામાં વિદ્યાર્થીઓ માટે લીંબુ પાણી સાથે પ્રાથમિક સારવાર સુવિધા ઉભી કરવા ડીઈઓ આર.એસ.ઉપાધ્યાયે સુચના આપી છે જેમાં વિદ્યાર્થીઓ માટે ફર્સ્ટ એઈડ બોકસ, લીંબુ પાણી, પીપરમેન્ટ સહિતની વસ્તુઓ રાખવાની સાથે નજીકનાં સરકારી ઉપરાંત પ્રાઈવેટ દવાખાનાનાં તબીબનાં કોન્ટેકટ રાખવાની સુચના અપાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.