મોરબીમાં અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું

મોરબી તાલુકા પોલીસ દ્વારા અકસ્માત ઝોન વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી સઘન વાહન ચેકીંગ કરી અકસ્માતના બનાવો અટકાવવા માણસોની જિંદગી જોખમાય તેમ વાહન ચલાવતા કુલ-52 વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ પીઆઇ વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી જી જેઠવા, પીએસઆઇ વી બી પીઠીયા તથા પીએસઆઇ આઈ એમ અજમેરીના સંયુક્ત સાથે તાલુકા પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી અકસ્માત ઝોન વિસ્તારમાં કે જ્યાં અકસ્માતોના વધુ બનાવો બનતા હોય તેવા વિસ્તારમાં જેવા કે નેશનલ હાઈવે ઉપર ચામુંડા હોટલ સામે બંધુનગર, ખોડિયાર માતાના મંદિર પાસે રફાળેશ્વર, બોસ સીરામીક સામે રફાળેશ્વર, સંતકૃપા હોટલ પાસે લાલપર, પીપળી ગામથી ટીમ્બડી પાટિયા જવાના વળાંક પાસે તથા ટીમ્બડી પાટિયા એમ કુલ 6 પોઇન્ટ ઉપર વાહનોનું ચેકીંગ કરી રોન્ગ સાઈડમાં તથા બેફિકરાઈથી તેમજ પુરઝડપે વાહન ચલાવનારા 39 વાહન ચાલકો વિરુધ્ધ ગુન્હો રજી.કરી તથા 13વાહન ચાલકોને આરટીઓ મારફત દંડ કરી કુલ-52 વાહનચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી