Abtak Media Google News

સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ, રાજકોટ શાખા દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટર ડીપ્લોમા કોર્સના જુલાઇ-2022 બેચમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના પ્રવેશોત્સવનું રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ તેમજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના છઈઇંઘ ડો.લલિત વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં વિરાણી વાડી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવેલ. સંસ્થાનાં અમુલ્ય રત્નો એવા ફેકલ્ટી મેમ્બર્સ તેમજ સ્વચ્છ સર્વેક્ષણની ઉત્તમ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને મેયર ડો.પ્રદિપ ડવે એવોર્ડથી સન્માનિત કરેલ. કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ જાણીતા લોકસાહિત્ય કલાકાર નીરજ રાવલે પોતાની સોરઠી વાકછટા દ્વારા સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ ઉત્સાહ સાથે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવેલ હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના રીજીયોનલ ડાયરેક્ટર ડો.ચંદન કરકરે તેમજ અન્ય સ્ટાફ મેમ્બર્સ અગત્યનો ભાગ ભજવેલ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.