Abtak Media Google News

પાટડી ઉદાસી આશ્રમના સંતશ્રી ભાવેશબાપુ સહિતના સંતો-મહંતો અને અગ્રગણ્ય મહાનુભાવો આર્શિવચન પાઠવશે

 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના રહેવાસી ઇન્ટરનેશનલ ફોક આર્ટિસ્ટ જયમંતભાઇ રાજેન્દ્ર પ્રસાદ દવે અને અ.સો.રિધ્ધીબેન જયમંતભાઇ દવેના લાડકવાયો પુત્ર ચિ.રામદેવ આગામી 10 માર્ચને શુક્રવારના રોજ અમૂલ્ય ઋષિ પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધીથી પવિત્ર યજ્ઞોપવિત ધારણ કરશે. ઘનશ્યામપુર સ્થિત દિવાનસિંહજી માન ભૂવન દરબારગઢ ખાતે ફાગણ વદ-3ને શુક્રવારે સવારે 7 કલાકે ગણેશ સ્થાપના કરવામાં આવશે. મંડપ મુહુર્ત, ગૃહશાંતી, ઉપનયન સંસ્કાર જેવા સુવર્ણ અવસરોની ઉજવણી કરવામાં આવશે.

ચિ.રામદેવની સવારે 10 કલાકે ઉપનયન સંસ્કાર વીધીનો આરંભ થશે. કાશી પ્રયાણ બપોરે 1 કલાકે, બપોરે 3 કલાકે ફૂલેકુ, રાત્રે 7 વાગ્યે ભોજન સમારંભ, સંતોના સામૈયા અને ડાયરા જેવા કાર્યક્રમો ઉજવાશે.

આ પાવન અવસરે પાટડી ઉદાસી આશ્રમના યુવા અઘોરી સંત પૂ.ભાવેશબાપુ, જૂનાગઢ ભારતી આશ્રમના શ્રી હરિહરાનંદ ભારતીબાપુ, અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુ, દુધરેજના કનિરામબાપુ, દુધઇના રામબાલકબાપુ, કાકરિયા રામબાગ મંદિરના બ્રહ્મચારી સ્વામી શ્રી વાસુદેવજી સ્વામી, મુળીના હરિપ્રસાદ સ્વામી, ચરાડવાના દયાલગીરીબાપુ, એંજારના સુરેશપુરીબાપુ, અમરેલીના રામબાલકદાસબાપુ, મોરબીના કિશોરભારતીબાપુ, પીપળીધામના વાસુદેવ મહારાજ, કચ્છના કશ્યપ મહારાજ, નકલંકધામના દલસુખબાપુ, સાંથલના ગમન ભુવાજી, હળવદના પરસોત્તમદાસબાપુ, શ્રીજીસ્વામી, ભક્તિનંદન સ્વામી, દિપકદાસજી મહારાજ, ભાળથલ ખંભાળીયાના આઇશ્રી માલામાં, કેશારિયા હનુમાન મંદિરના મહંત અને હરિઓમ વૃધ્ધાશ્રમ જેતપુરના જોશીબાપા ખાસ ઉ5સ્થિત રહી ચિ.રામદેવને આર્શિવચન પાઠવશે. રાજકીય, સામાજીક, સેવાકીય ક્ષેત્ર, અખબારી આલમના સુપ્રિમો જયમંતભાઇ દવેના આંગણે યજ્ઞોપવિત અવસરમાં હાજરી આપી પ્રસંગની શોભા વધારશે.

 

સુપ્રસિદ્ધ લોક કલાકાર જયંતભાઈ દવેના પુત્રના  યજ્ઞો પવિતત્સંસ્કાર પ્રસંગે યોજાશે ભવ્ય લોક ડાયરો
ઘનશ્યામપુર દરબારગઢમાં 10 માર્ચના લોક ડાયરામાં પાટડી ઉદાસી આશ્રમના

મહંત ભાવેશ બાપુ સહિતના સંતો મહંતો રહેશે ખાસ ઉપસ્થિત

 

ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર જયમંતભાઈ દવેના પુત્ર રામદેવના યજ્ઞો પવિત્ર સંસ્કાર નિમિત્તે તારીખ 10 મી માર્ચના રોજ લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે મોરબીના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ખાતે આવેલ દિવાન માનસિંહજી માનભવન દરબારગઢમાં યોજાનારા આ લોક ડાયરામાં પાટડી ઉદાસી આશ્રમ ના મહંત ભાવેશ બાપુ સહિતના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેશે લોક ડાયરામાં રાત્રે 9:00 વાગ્યાથી ભજનની રમઝટ બોલાવવા ભજનીક લક્ષ્મણ બાપુ બારોટ, કિર્તીદાનભાઇ ગઢવી, હાસ્ય કલાકાર સાઈરામભાઈ દવે, હકાભા ગઢવી ,ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી, લોકસાહિત્યકાર બ્રીજદાનભાઈ ગઢવી, ભુવાજી ગમનભાઈ સાથલ ,લોકગાયક જીગ્નેશભાઈ કવિરાજ, ઉર્વશીબેન રાદડિયા, અલ્પાબેન પટેલ, અપેક્ષાબેન પંડ્યા, ઉસ્તાદ જીતુભાઈ બગડા અને તેમનું ગ્રુપ હાસ્ય કલાકાર ઘનશ્યામભાઈ લાખાણી અને ભજનીક લલીતાબેન ઘોડાદરા, લોક ડાયરામાં કલા રસ પીરસ સે આંતરરાષ્ટ્રીય ફોક આર્ટિસ્ટ જૈમંતભાઈ રાજેન્દ્ર પ્રસાદ દવે અને રિદ્ધિબેન દવે ના પુત્ર રામદેવના યજ્ઞ પવિત્ર નિમિત્તે યોજનારા આ લોક ડાયરામાં આમંત્રિતોને ખાસ ઉપસ્થિત રહેવા દવે પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.