આજે વર્લ્ડ બ્રેઇન ટ્યુમર દિવસ

જાગૃતતાના અભાવે ભારતમાં પ્રતિ વર્ષ 28 હજાર બ્રેઇન ટ્યુમરના કેસો સામે આવે છે

આજે વિશ્વમાં બ્રેઇન ટ્યુમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે બ્રેઇન ટયુમર ને લઇ ઘણા ખરા પ્રશ્નો ઊભા થતાં હોય છે કે આ બિમારી થવાના કારણો ક્યાં છે, પરંતુ બ્લેક ટીશર્ટ થયા હોવાનું પણ સામે આવ્યું છે જેમાં એક પણ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અરે જે કોઈ લોકો આ બીમારીથી પીડાતા હોય તેવો એ સહેજ પણ તણાવ લેવાની જરૂર નથી એટલું જ નહીં જો તેઓ તેમના ખોરાકમાં પ્રોટીન નું પ્રમાણ વધારે અને વ્યસનથી દૂર રહે તો તેમણે ઘણો ખરો ફાયદો મળી રહેશે.

બ્રેઇન ટ્યુમરની સારવાર સમય સાથે સંપૂર્ણ શક્ય બની છે

બ્રેઈન ટ્યુમર એટલે કે મગજની ગાંઠ એ એક રોગ છે જેમાં મગજમાં હાજર કોષો અસામાન્ય રીતે વધવા લાગે છે. જે ખૂબ જ જોખમી પરિસ્થિતિ બનાવે છે. આમાં ધીરે ધીરે મગજમાં પેશીઓનું એક ગાંઠ રચાય છે જેને મગજની ગાંઠ કહે છે. રોગના નિદાન પછી દર્દી તેના વિશે ખુબ જ ચિંતા કરે છે, જે દર્દી માટે વધુ ખતરનાક બની શકે છે. મગજની ગાંઠ એક અસાધ્ય રોગ નથી, પરંતુ ઉપચાર સાથે સકારાત્મક રહેવા માટે તેને ઘણું જરૂરી છે.

મગજની ગાંઠો ના ઉપચાર માટે સર્જરી જરૂરી છે. આ માટે ઘણી તકનીકીઓ વિકસાવવામાં આવી છે, જેના કારણે સારવાર ખૂબ જ સરળ થઈ ગઈ છે. 20 થી 40 વર્ષની વયના લોકોમાં મોટાભાગે બિન-કેન્સરગ્રસ્ત ગાંઠ જ જોવા મળે છે. અને 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કેન્સરગ્રસ્ત ગાંઠો થવાની સંભાવના હોય છે. કેન્સરગ્રસ્ત ગાંઠો કરતા નોનકેન્સરગ્રસ્ત ગાંઠ ધીમે ધીમે વધે છે.જો તમને કાયમ માથામાં દુખાવો રહેતો હોય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

મગજની ગાંઠો થવાનું જોખમ વય સાથે વધે છે. વૃદ્ધ લોકોમાં મગજની ગાંઠો સૌથી સામાન્ય છે. જો કે, મગજની ગાંઠો કોઈપણ ઉંમરે થઈ શકે છે. કેટલાક પ્રકારના મગજની ગાંઠ ફક્ત બાળકોમાં જોવા મળે છે. જે લોકોને આયોનીઝીંગ રેડિયેશન કહેવાતા ચોક્કસ રેડીયેશન નો સંપર્ક થયો હોય તેમને મગજની ગાંઠોનું જોખમ વધારે છે. આ રેડીએશન કેન્સરની સારવાર દરમિયાન મશીન દ્વારા અપાતું હોય છે.

જો તમારા કુટુંબના કોઈ સભ્યને પહેલાં મગજની ગાંઠની સમસ્યા થઈ હોય, તો પછી તમારે પણ મગજમાં મગજની ગાંઠ થવાની શક્યતા ઘણી હદ સુધી વધી જાય છે. જો તમારા લક્ષણો મગજની ગાંઠ તરફ સંકેત આપે છે, તો તમારું ડોક્ટર શારીરિક પરીક્ષા કરશે અને તમારા પરિવારના સભ્યોની સ્વાસ્થ્ય વિગતો વિશે પૂછશે. આ સિવાય ન્યુરોલોજિક ટેસ્ટ, એમઆરઆઈ, સીટી સ્કેન, કરોડરજ્જુ ના કેટલાક પરીક્ષણો પણ કરાય છે.

 

બ્રેન ટ્યુમર થવાના  લક્ષણો

યાદશકિત પર અસર થવી. બેચેન રહેવું.ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવવી.  આંચકી, નબળાઇ, શરીરની નિષ્ક્રિયતા આવે છે.આંખે ઓછું દેખાવું. અવાજમાં ફેરફાર થવા લાગે છે.તણાવ અને હતાશા નો અનુભવ થાય.બહેરાશ આવી શકે.સ્નાયુઓની નબળાઇ જેવ લક્ષણો દેખાય છે.

 

બ્રેઇન ટ્યુમરથી લોકોએ ગભરાવવાની જરૂર નથી : ડો. સારીકા પાટીલ

ડો. સારીકા પાટીલે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં પ્રતિ વર્ષ એક થી બે હજાર જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે પરંતુ સામે ટેકનોલોજી અદ્યતન બનતા હવે આ બીમારીનો પણ ઈલાજ સંપૂર્ણ શક્ય બન્યો છે ત્યારે જે કોઈ વ્યક્તિ આ બીમારીથી પીડાતા હોય તો તેઓએ કરવાની સહેજ પણ જરૂર નથી પણ સામે તેઓએ તણાવથી દૂર રહેવું તેટલું જ આવશ્યક અને મહત્વપૂર્ણ છે. તેઓએ ઉમા જણાવ્યું હતું કે જે લોકોને સખત માથું દુખતું હોય અથવા તો ઉબકા આવતા હોય કે જોવામાં તકલીફ અનુભવાતી હોય તે તમામ લક્ષણો બ્રેઇન ટ્યુમરના હોઈ શકે. જેથી યોગ્ય સારવાર અને યોગ્ય પરીક્ષણ કરવું એટલું જ જરૂરી છે. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે જે વ્યક્તિ અથવા તો જેને આ બીમારી હોય તેઓએ તેમના ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઈએ સાથોસાથ સંપૂર્ણ ઊંઘ લેવી એ પણ એટલી જ જરૂરી છે જો આ તમામ પગલાંઓ  લેવામાં.આવે તો ઘણા ફાયદા પહોંચી શકે છે.