Abtak Media Google News

ચૂંટણી સભા પૂર્વે જ મંત્રી ભેદી રીતે ગુમ થતા પોલીસે નાકાબંધી કરવી પડી: ચૂંટણી જંગ જીતવા સત્તાધારી પક્ષે પોરબંદર પંથકમાં લાઈમ સ્ટોનનો ગેરકાયદે થતો ધંધો બંધ કરાવ્યો

અગાઉના વર્ષોમાં એક પોરબંદરના અગ્રણીની બખરલા ગામમાં હત્યા થયા પછી અનેક ખૂનો થવાનો સીલસીલો ચાલુ થયેલો તે ખૂનો અમૂક અનડીટેક્ટ રહેલા અને અમુકમાં જે તે વખતે જ આરોપીઓ પકડાઇ ગયેલા અને કાયદેસરની કાર્યવાહી અને ન્યાયીક કાર્યવાહી પણ થઇ ગયેલી. તે સમયની ગેંગવોરમાં ખરેખર પડદા પાછળના નેતાને રાજકીય ઓને કારણે પોલીસતંત્રએ પુરાવાના અભાવના કારણોસર હાથ અડાડેલા નહિં અને સેફ પેસેજ (સલામત-માર્ગ) મળતા તે વિદેશમાં ગોઠવાઇ ગયેલા.

આમ તો પોલીસતંત્રમાં અધિકારીઓની બદલીઓનો દોર તો ચાલુ જ રહેતો હોય છે તેમાંય પોરબંદર જીલ્લામાં તો પોલીસવડાની પણ એક થયા બીજા કારણસર બદલી થતી જ હતી. તે વચ્ચે કોઇક આક્રમક અને કડક આઇ.પી.એસ. અધિકારીની પોરબંદર જીલ્લામાં નિમણૂંક થતા તેમણે પોરબંદર વિસ્તારની તમામ ગેંગો તેમના હેતુ, કાર્યક્ષેત્ર તેમના સભ્યો અને તમામની કરમ કુંડળીઓનો વિગતે અભ્યાસ કર્યો અને જોયુ તો આ ગેંગવોરનો પડદા પાછળનો મુખ્ય નેતા જગાવર તો અનટચ (કોઇએ આંગળી પણ અડાડી નથી) અને સહી સલામત રીતે વિદેશમાં જલસા-મોજ કરે છે.

આથી આ અધિકારીએ વિચાર કર્યો કે હવે આ ગેંગ નેતા જગાવર જો દેશમાં આવે તો સીધો જ સેસન્સ ટ્રાયલ કેસમાં જેલમાં જાય તેવી વ્યવસ કેસ કાગળો ઉપર કરી દઇએ. પરંતુ ગેંગવોરના ખૂન કેસોની તો ટ્રાયલો પણ અદાલતમાં પૂરી થઇ ગઇ હતી તેથી તેમાં તો તેની કોઇ ગોઠવણી થઇ શકે તેમ ન હતી.

પરંતુ તે સમયે આતંકવાદનું ગળુ દબાવવાનો કાયદો ટાડા (ટેરરીસ્ટ એન્ડ ડીસરષ્ટીવ એક્ટીવીટીઝ પ્રિવેન્શન એક્ટ) અમલમાં હતો. આ ટાડા કાયદા મુજબ અગ્નિશસ્ત્ર (ફાયર આર્મ) પાસે રાખવું તે પણ ગંભીર ગુન્હો જ હતો. ફિલ્મ કલાકાર સંજય દત્તને આવી બાબત અને આ ટાડા કાયદા મુજબ જ સજા થયેલ છે. અને સજા પણ ભોગવી છે.

તે સમયે આ ટાડા એક્ટની જોગવાઇ મુજબ સાથે પકડાયેલા આરોપીનું કબૂલાત નામુ ક્રીમિનલ પ્રોસીજકોડ કલમ ૧૬૪ની માફક જ આઇ.પી.એસ. અધિકારી સમક્ષનું પણ પૂરાવામાં ગ્રાહ્ય હતુ ! જે તે સમયે જાહેરહીત અને દેશની સલામતી અને સુરક્ષા માટે આ વ્યવસ્થા હતી. તે સમયે પણ પોરબંદરમાં અગ્ની શસ્ત્રો તમંચા બંદૂકો વિદેશી પીસ્ટલો- રીવોલ્વરો વિગેરે પકડાવાના ચાલુ જ હતા. આ પકડાતા આરોપીઓમાં તો અમુક તો અગાઉના ગુન્હામાં પકડાયેલા ફરી પકડાતા હતા.

આથી પોલીસવડાએ ક્રાઇમ બ્રાંચના ફોજદારનેજ હુકમ કર્યો કે જે કોઇ આરોપી અગ્નીશસ્ત્ર સાથે પકડાય તેની પોલીસ દ્વારા સઘન તપાસ થાય કે હથિયાર કોની પાસેથી આવ્યું તે મૂળ સુધીનીતપાસ થાય તેમજ આવી તપાસમાં ક્રાઇમ બ્રાંચે પણ રસ લેવો તથા જે આરોપી ભૂતકાળમાં કોઇ ગેંગ સાથે સંકળાયેલો હોય તેને પૂછપરછ કરી અગ્નિશસ્ત્ર તેના ગેંગના નેતા જગાવરે આપ્યું હતું કે કેમ તેની પાકી ખાત્રી કરે.

આ પ્રમાણે ઝૂંબેશ ચાલુ હતી તેમાં ક્રાઇમ બ્રાંચ તથા જે તે વખતના થાણા અધિકારીઓ પણ અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ આર્મ્સ એક્ટ ઉપરાંત ટાડા એક્ટ મુજબ ગુન્હો અતિ ગંભીર ગણીને જ તપાસ કરતા હતા. જો કોઇ આરોપી તેને આ અગ્નિશસ્ત્ર વિદેશમાં રહેલ ગેંગ નેતા જગાવરે આપ્યાનું જણાવે તો તેને પોરબંદરના પોલીસવડા સમક્ષ રજૂ કરી તેનું કાયદા મુજબ મળેલ સત્તાની રુએ તે આરોપીનું પોલીસવડા સમક્ષનું કબૂલાતનામું નોંધાતુ. જે કબૂલાતમાં આ વિદેશમાં રહેલ ગેંગ લીડર જગાવરે અગ્નિશસ્ત્ર આપ્યાનું તો ખાસ જણાવેલ હોય. આ રીતે ગેંગ નેતા જગાવરનું નામ બગવદર પોલીસ સ્ટેશનના ત્રણ ગુન્હામાં ઉપરાંત ઉદ્યોગનગર, રાણાવાવ,  કુતીયાણા, માધવપુર અને પોરબંદર શહેર પોલીસ સ્ટેશનો ના નોંધાયેલ ટાડા એક્ટ મુજબના ગુન્હામાં પણ નામ આરોપી તરીકે  ઉમેરાઇ ગયા. આમ જોઇએ તો કાયદેસર અને કાયદાકીય રીતે તો ખરા પરંતુ પરોક્ષરીતે જગાવર માટે ભારતના દરવાજા બંધ કરી દીધા. વણ ઘોષિત હદપારી થઇ ગઇ. જો ભારત આવે તો સીધ્ધા જ સેસન્સ ટ્રાયલ ગુન્હામાં પોરબંદર નીખાસ જેલની ખાસ કોટડી કે બેરેકમાં !

દરમ્યાન ગુજરાતમાં ચુંટણી થતા સત્તા પરિવર્તન થયું. પ્રજાપક્ષ અને રાષ્ટ્રવાદી પક્ષની સંયુક્ત સરકાર રચાઇ. રાષ્ટ્રીય પાર્ટી વિરોધ પક્ષે બેઠી, પરંતુ આ તકલાદી રાજકીય જોડાણ લાંબુ ચાલ્યુ નહિં. અને રાજકીય છૂટા-છેડા થયા. મુખ્યમંત્રી પ્રજા પક્ષના લઘુમતીમાં આવી ગયા. પરંતુ મુખ્યમંત્રીને રાષ્ટ્રીય પાર્ટીનો ટેકો મળ્યો છતા પોતાના પ્રજા પક્ષના જ બે વિધાયકો આડા ચાલ્યા પણ તે અણીના સમયે અને કટોકટીના સમયે પોરબંદરના ધારાસભ્ય તેમની ખાસ જ ખાસ મદદમાં આવ્યા અને મુખ્યમંત્રીની બહુમતીની “વૈતરણી પાર થયેલી (જુઓ પ્રકરણ ૮૮- પોરબંદર) અને પાછળી આ પ્રજાપક્ષ જ રાષ્ટ્રીય પાર્ટીમાં ભળી ગયેલો અને મુખ્યમંત્રી પ્રજાપક્ષના હતા તે જ ચાલુ રહેલા !

તે સમયે દેશમાં ટાડાના કાયદાનો દૂરપયોગ વધારે પડતો થયાની વ્યાપક ફરિયાદો (સાચી થોડી અને ખોટી વધારે) ઉઠતા કેન્દ્ર સરકારે આ ટાડાના ગુન્હા સેસન્સ ટ્રાયલ તો રહેવા દીધેલા પણ આરોપીઓને જામીનની જોગવાઇઓ હળવી કરતો કાયદામાં સુધારો કરેલો.

ફોજદાર જયદે બગવદર થાણામાં હાજર થતાં તેને ચાર્જલીસ્ટમાં જૂના પેન્ડીંગ તપાસોના કેસ કાગળો મળ્યા તેમાં ત્રણ ટાડાના કેસો કે જેમાં એક આરોપી ગેંગ નેતા જગાવરને પકડવા ઉપર બાકી હતો તે પણ મળ્યા હતા.

જયદેવે આ તપાસમાં હવે કાંઇ કરવાનું ન હતુ આરોપી જગાવર વિદેશમાંથી આવે ત્યારે ધરપકડ કરવાની જ બાકી હતી. તેવામાં સંસદની મદ્યસત્ર ચુંટણીઓ જાહેર ઇ. તે સમયે સંસદમાં સત્તા માટે રાજકીય પક્ષોને એક-એક સીટની ખેંચતાણ હતી. પોરબંદરની સંસદની બેઠક રાષ્ટ્રવાદી પાર્ટી પાસે હતી. તેથી આ બેઠક પડાવી લેવા માટે રાષ્ટ્રીય પાર્ટીના મુખ્યમંત્રીએ એડીચોટીનું જોર લગાવેલું અને પોતાના કાર્યકરોને આ ચુંટણીમા વિજય મળે તે માટે જે કાંઇ પણ કરવુ પડે તે કરવાની આ ઉમેદવારોને પણ છૂટ આપી દીધેલી.

પોરબંદર બેઠકના રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારને લાગ્યુ કે જો વિદેશમાં રહેલ ગેંગ નેતા જગાવર આ ચુંટણીના મેદાનના પટમાં આવે તો આપણી જીત નક્કી થઇ જાય. તેથી તેણે મુખ્યમંત્રીને આ વાત કરી ગેંગ નેતા જગાવરને દેશમાં પાછા આવી રાષ્ટ્રીય પર્વમાં ભાગ લેવા નોતરાં દેવાની વ્યવસ્થા થઇ. પરંતુ જગાવરે “એક કાંકરે – બે પક્ષી મારવા નો વ્યૂહ અપનાવ્યો. જગાવરે ટેલીફોન ઉ૫ર જ કહ્યું મને સામી હરીફ ગેંગનો ભય છે. આથી જો મને મારા પોતાના અંગત પંદર વિસ ખાનગી હથિયારધારી રક્ષકો સાથે રાખવાની સરકાર મંજૂરી આપે તો હું મેદાનમાં આવુ. તે સમયે હજુ સુધી દેશના ચુંટણી કમિશ્નર તરીકે “શેષાનજી’ આવ્યા ન હતા. તેથી ચુંટણીની આચારસંહિતાઓ એટલી કડક બની ના હતી અને સત્તાધારી પાર્ટી પોતાનું મનફાવ્યુ કામ કરવા કરાવવામાં ફાવી જતી હતી.

સત્તા માટે દરેક રાજકીય પક્ષોને કોઇ શેહ શરમ કે સંકોચ હોતો નથી. બંધારણીય રીતે આવડુ મોટુ અને સશક્ત સશસ્ત્ર પોલીસ દળ હોવા છતાં જગાવરને સમાંતર રીતે ખાનગી હથિયારી દળ અને તે પણ ગુનેગારને આપવાનો રાજ્ય સરકારે બેશરમી ભર્યો નિર્ણયકર્યો આમ તો ખાનગી રક્ષણની કોઇ જરુરત જ હતી નહિં પરંતુ પોતાના હથિયારધારી માણસોનું પ્રદર્શન કરી પડદા પાછળનો હેતુ, હરીફ ગેંગને શક્તિ પ્રદર્શન કરવાનો જ હેતુ હતો. જીલ્લા કલેક્ટર જૂનાગઢે તાત્કાલીક ગેંગ નેતા જગાવરે સુચવેલા દસ પંદર જણાને સરકારની ઇચ્છા અનુસાર બાર બોર બંદૂકોના લાયસન્સો ઇસ્યુ કરી દીધા ! આથી વિરોધ પક્ષ તથા સમાચાર પત્રોએ સરકારની કડવી અને આકરી ટીકાઓ કરી. પરંતુ મુખ્યમંત્રી ભૂતકાળના અનુભવી હોવા છતા એવુ માનતા હતા કે સત્તા બુધ્ધીજીવીઓથી મળતી નથી પરંતુ ઘેટા બકરા જેવી પ્રજા તમાશો જોઇ લાલચ જોઇને મત આપે છે. તથા ચીનના માઓત્સે તુંગની માફક “સત્તા બંદૂકની નાળમાંથી’ જન્મે છે તેવુ માનતા હતા. તે બ્રહ્મ વાક્ય ચીન માટે ખરુ હશે પરંતુ પીઢ લોકશાહિવાળા ભારતમાં લોકો આ બાબત સ્વિકારી શકે તેમ ન હતા તે વાસ્તવિકતા તેમના દ્યાન બહાર હશે.

આ ચુંટણી હવે લોકશાહિ માટેનું રાષ્ટ્રીય પર્વ મટીને સત્તા મેળવવાનો અખાડો કે યુધ્ધ જ બની ગયુ હતુ અને સત્તાધારી પક્ષે પેલી અંગ્રેજી કહેવત “Every thing is fair in love war” સાર્થક કરવાની હતી. આખરે વિદેશથી જગાવરનું પોરબંદરમાં આગમન થયું. આગતા-સ્વાગતા થઇ જાહેર મીલન મુલાકાતો ચાલુ થઇ ગઇ પરંતુ ટાડાના અનેક ગુન્હામાં વોન્ટેડ હોવા છતા તેની ધરપડક માટે સરકારના હુકમની રાહ જોવાતી હતી.

દૈનિક પત્રોમાં આવતા સમાચારો, ટીકાઓ અને ચર્ચાઓ તો બીજી- તરફ સરકાર અને રાષ્ટ્રીય પાર્ટીની આવી હરકતો અને ભેપાળા વાંચીને જયદેવને આવનાર ભવિષ્યની આગાહી “Writings of wall”  દિવાલો ઉ૫રના લખાણો કે સંદેશાઓનું અનુમાન થઇ ગયું હતું. આથ જયદેવે ક્રાઇમ બ્રાંચના ફોજદાર રાણા સાથે વાત કરી કે ” આ ચુંટણી  દરમ્યાનના ભોપાળામાં રાજકીય પક્ષોને તો રામાયણની ચોપાઇ” સમર્થ કો નહિં દોષ ગોંસાઇ” મુજબ તેનું કોઇ કાંઇ બગાડી લેવાનું નથી. પરંતુ ભવિષ્યે રાજ્ય સરકાર આજ રહેવાની નથી તેવું મારૂ મંતવ્ય છે. ત્યાં સુધીમાં તો આપણી પાંચેક જગ્યાએ બદલી પણ થઇ ગઇ હશે. આ ચુંટણીમાં ગેંગ નેતા જગાવર વિદેશમાંથી વાજતે ગાજતે સરકારના મહેમાનની જેમ આવી પણ ગયા અને હજુ ‘ટાડા’ના અનેક કેસોમાં ધરપકડ બાકી છે. આ મળેલા રાજકીય છૂટાદોરમાં ક્યાંક આ જગાવર પાર્ટીના ઉમેદવાર સાથે જ અને પોતાના ખાનગી સશદળ સાથે સભાઓ ગજવવા માંડશે તો અને ભૂતકાળમાં પોરબંદરમાં બન્યું છે. તેવુ ચુંટણીસભામાં કોઇક બનશે તો તેનું રીપોર્ટીગ સીઆઇડી આઇ.બી. અને લોકલ ઇન્ટેલીજન્સ બ્રાંચ પણ કરશે જો કોઇ અનિચ્છનીય બનાવ બન્યો તો ટાડાના આવા ભયંકર આરોપીની પહેલા ધરપકડ કેમ ન થઇ ? તેનો આપણે (પોલીસે) ખુલાસો કરવો અશક્ય અને મોંઘો થઇ પડશે. તમે તો જાણો છો પોલીસ ખાતામાં પેલી કહેવત “કઢી અભડાય દૂધપાક અભડાય નહિં, તે ન્યાયે ઉચ્ચ અધિકારીઓને તો કાંઇ નહિં થાય પણ થાણા અધિકારીઓ કુટાઇ જાશે. રાણાએ કહ્યું સાવ સાચી વાત છે.

આથી આ મુદ્દો ગાજતો ગાજતો છેક મુખ્યમંત્રી પાસે ગયો અને જગાવરને “બા આદાબ” ટાડાના કેસોમાં રજૂ કરવાના ચક્રો ચાલુ થયા. જયદેવે પોતે જ “સોગઠી રમતી મુકી હતી તેથી તેને થયુ કે હવે ગમે તે સમયે ગમે તે બની શકે તેથી તેણે પોતા પાસેના પાંચેક વર્ષ પહેલાના જૂના કેસો “ટાડા મુજબના હતા તેની કેસ ડાયરીઓની પૂર્તતા કરી અને તારીખ વગરના આરોપી જગાવરને કોર્ટ સમક્ષ અટક ગણ્યાના તથા રીમાન્ડની જરુરીયાતના કારણો સહિતના રિમાન્ડ રિપોર્ટ તૈયાર કરી કેસ ડાયરીની નકલો કોર્ટને આપવા માટેની તૈયાર કરી પોતે નિરાંતે બીજા કામોમાં લાગી ગયો.

દરમ્યાન એક દિવસ સાંજના પાંચ વાગ્યે પોરબંદર પોલીસ કંટ્રોલરુમમાંથી જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ માટે વાયરલેસ ઉતર્યો જે મેસેજ ઉદ્યોગનગર ફોજદારે મોકલેલો હતો. જેમાં જણાવાયું હતું કે ટાડાના નાસતા ફરતા આરોપી જગાવરને અટક કરેલ છે તેને પાંચ વાગ્યે ટાડા જજ પોરબંદર સમક્ષ રજૂ કરવાના છે. જે અધિકારીને આ આરોપીની કોઇ ગુન્હાના કામે તપાસમાં જરુરત હોય તો સીધા પોરબંદર ટાડા અદાલતમાં હાજર રહે.

જયદેવ આ સંદેશો મળત મનમાં હસ્યો કે અનુમાન મુજબ ગોઠવણ થઇ ગઇ. આથી જયદેવે તુરત બગવદરના પેન્ડીંગ ત્રણ ટાડા એક્ટ મુજબના કેસોની ફાઇલો કાઢી અને જે ચાર-પાંચ દિવસ પહેલા રીપોર્ટ તૈયાર કરેલા તેમાં આજની તારીખો નાખી સહીઓ કરી સમય સાવ થોડો હોય અને રજાનો દિવસ હોય સીધો ન્યાયધિશ આવાસ પહોંચ્યો. ત્યાં જીલ્લાના તમામ જરુરીયાતવાળા અધિકારીઓ ઉતાવળે ઉતાવળે આરોપી જગાવરને પોતાના ગુન્હાના કામે અટક ગણી લેવાના રીપોર્ટ તૈયાર કરતા હતા. માન ન્યાયધીશશ્રી ઇવનીંગ વોકમાં ગયા હતા. ઉદ્યોગનગર ફોજદાર આરોપી જગાવરને લઇ સૌથી આગળ ઉભા હતા. બાકીના ફોજદારો તેમની પછી લાઇન બંધ ઉભા હતા. જયદેવ આવવામાં છેલ્લો હતો તેથી છેલ્લે દરવાજા પાસે ઉભો રહ્યો.

થોડીવારે ટાડા ન્યાયધીશશ્રી વોકીંગમાંથી આવ્યા તેમણે દૂરી જ પોલીસનો આ તાસીરો અને તાયફો જોયો આથી મનમાં ઘણુ બધુ સમજી ગયા. આી ન્યાયાધીશ પોતાની ન્યાયપ્રિયતા અને બંધારણની વફાદારી તથા સત્યને રોકી શક્યા નહિ તેથી દરેક સાંભળી શકે  તેમ માર્મિક ભાષામાં ટકોર કરી કહ્યું કે “આ બધુ ચુંટણી માટેનું નાટક લાગે છે ને પોલીસને પણ તેમાં સામેલ કરી લાગે છે. ત્યાં એકદમ સન્નાટો હતો સત્તા  સામે સત્ય ઉભુ હતું. તેમ છતા જયદેવે ધીમેથી કહ્યું “Sir every body are not equal and in same position” આથી ન્યાયધીશે કહ્યું ” હા હા જોઇએ હમણા શું થાય છે ઉદ્યોગનગર ફોજદારે પ્રોડક્શન રીપોર્ટ રજૂ કર્યો, ત્યારબાદ એક પછી એક તમામ ફોજદારે આરોપી જગાવરને તેમના ગુન્હાના કામે અટક ગણી લેવા પ્રોડક્શન રીપોર્ટ આપ્યા. ન્યાયધીશ આ સમયે જયદેવ સામે  જોતા જતા હતા અને તમામ રીપોર્ટ રીસીવ કરતા જતા હતા. છેલ્લે જયદેવનો વારો આવ્યો. જયદેવે પ્રોડક્શન રીપોર્ટ સાથે સાથે રીમાન્ડ રીપોર્ટ અને કેસ ડાયરીઓની નકલો પણ જજશ્રી પાસે રજૂ કરી. આરોપી આરોપીના વકીલ તો ઠીક તમામ પોલીસ અધિકારીઓ અને ન્યાયધીશ પણ નવાઇ પામી ગયા અને જોઇ રહ્યા. જજે જયદેવને કહ્યું “સાચુ સાચુ અને જજે આરોપીના વકીલને કહ્યુ ફક્ત બગવદર પોલીસ સ્ટેશનના ગુન્હા પૂરતા જામીન આજે મંજૂર થશે નહિ અને બગવદર પોલીસની રીમાન્ડ અરજીની સુનાવણી આવતી કાલે રાખવામાં આવે છે. સરકારી વકીલને કાલે હાજર રાખશો બાકીના ગુન્હામાં જામીન મંજૂર ! અમુક અધિકારીઓ તથા જગાવરને તથા રાજકારણીઓને મનમાં જે ફોજદાર જયદેવ વિશે શંકા હતી તે આખરે સાચી પડી. જયદેવને મોડી જાણ કરી છતા તેણે ભાથામાં તૈયાર રાખેલ તીર છોડી જ દીધા. આમ રાજકારણ કમ ગેંગના નેતા જગાવરને એક રાત્રિ તો પોરબંદરની ખાસ જેલની કોટડીમાં વીતાવવી જ પડી.

જગાવર જમીન ઉ૫ર છૂટ્યા પછી બીજા જ દિવસથી રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારે જગાવરને લઇને એક પછી એક ગામડાઓમાં ચુંટણી સભાઓ ગજાવવા માંડી. તે પ્રમાણે બગવદર થાણાના મોરાણા ગામે પણ સભાનું આયોજન થયેલું પરંતુ સભાનું સ્થળ કોઇ પવિત્ર જગ્યાએ હશે તેથી તમામે પોતે પોતાના પગરખા જગ્યા બહાર ઉતારેલ તેમાં જગાવરે પણ પોતાના વિદેશી કિંમતી બૂટ બહાર ઉતારેલા પરંતુ જગાવરનું પંદર સભ્યોનું ખાનગી સશસ્ત્ર બંદૂકધારી સુરક્ષાદળ સાથે હોવા છતાં કોઇક આ જગાવરના બૂટ ઉપાડી ગયું. પણ થાય શું ? પ્રચાર સભાઓ તો ખુલ્લા પગે ચાલુ રાખી. આ ચુંટણી કાફલામાં રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રી કે જે પણ પોરબંદરની એક બેઠકના સભ્ય હતા તે તા બીજા પુષ્કળ વાહનોનો કાફલો પણ સાથે જ હતો. હવે પછીની સભા ભારવાડા ગામે પૂરી કરી દેગામ ખાતે છેલ્લી સભા બગવદર વિસ્તારની હતી પછી કાફલો પોરબંદર જવાનો હતો સાંજના પાંચેક વાગ્યે ભારવાડા ગામ પાસે કાફલો પહોંચવામાં હતો.

આ ભારવાડા ગામે એક ગેંગસ્ટર નામે ગુરુ દાઢી રહેતો હતો. તેણે અગાઉની ગેંગવોરમાં થયેલ ખૂન ખરાબામાં પડદા પાછળ ઘણો ભાગ ભજવેલો. તેવુ કોન્સ્ટેબલ જોષી તથા ઓડેદરાનું કહેવાનું થતુ હતું. ગુરુદાઢી પોરબંદરની ગેંગ વોરનો ડબલ સ્પાઇ અર્થાત બન્ને હરીફ ગેંગની સાથે ગુપ્ત રીતે સંકળાયેલ હતો બંને ગેંગોને એમ હતું કે ગુરુ દાઢી પોતાનો માણસ કે બાતમીદાર છે. છતા કોઇ ગેંગ તેનો ભરોસો કરતી નહિ અને તે પણ કોઇ ગેંગનો વિશ્ર્વાસ કરતો નહિં. આ ગુરુદાઢીની મંડળીએ જ ભૂતકાળમાં પોરબંદરના સત્તાધારી પક્ષના ચાલુ ધારાસભ્ વસનજી ઠકરારનું ભારવાડા ગામેજ સરેઆમ કરપીણ ખૂન કરેલું આથી જે તે વખતે સમગ્ર ગુજરાત રાજ્યમાં ખૂબ જ ચકચાર મચી ગયેલી. તેથી ભારવાડા જવાનું થાય તો દરેક રાજકારણી પોતાના પડછાયાની પણ ડરે તેવી ભયંકર અને અવિશ્ર્વાસયુક્ત સ્થિતિ હતી.

જગાવર અને રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવાર સાથે તો પંદર સશસ્ત્ર ચોકીયાતોની ફોજ હતી પણ કાફલામાં રહેલ રાજ્યના કેબીનેટ મંત્રી સાથે તો ફક્ત એક રીવોલ્વરધારી જવાન જ હતો. આી જયદેવે સલામતીની દ્રષ્ટિએ ભારવાડા ગામની સભામાં આ મંત્રી સાથે પોતે જ રહેવાનું નક્કી કર્યુ.  ચૂંટણી પ્રચાર કાફલો જેવો ભારવાડા ગામમાં દાખલ થયો કે તુરંત જ જયદેવે લાલ લેમ્પવાળી કાર શોધવાની શરૂઆત કરી પરંતુ આ કાર કયાંય દેખાઈ નહીં. જયદેવે પાર્કીગમાં તેમજ સભાના સ્ટેજ ઉપર જોયુ તો ત્યાં પણ મંત્રી હતા નહિં. આથી જયદેવે તુર્તજ વાયરલેસથી પોરબંદર કંટ્રોલરુમને સંપર્ક કરી મંત્રીની કારનું લોકેશન જાણવા કહ્યું. થોડીવારે કંટ્રોલ રુમે જયદેવને જણાવ્યું કે મંત્રીની કારનો સંપર્ક તો નથી કદાચ વાયરલેસ સેટ બંધ હશે કે કોઇ સેટ ઉપર હાજર નહિં હોય. જયદેવે વિચાર્યુ કે ભારવાડાના ભૂતકાળને હિસાબે મંત્રી કદાચ ભારવાડાને બદલે દેગામ ચાલ્યા ગયા હશે. હવે બાકીની સભા કરતા મંત્રીની સલામતીની ચિંતા વધી ગઇ. જયદેવ ભારવાડાની સભા જમાદારોને સોંપી સીધો દેગામ આવ્યો સભા સ્થળે તપાસ કરી તો મંત્રી કે મંત્રીની કાર ક્યાંય દેખાયા નહિં. આી જયદેવ મૂંજાયો કે આ તો બરડો છે ગમે તે થઇ શકે તે સીધો જીપ લઇ પોરબંદર તરફ ઉપડ્યો.

દેગામી પોરબંદર પાંચ જ કીલોમીટર દૂર હતુ તેથી તેણે જાતે જ ખાત્રી કરવાનું નક્કી કરેલુ. છતા ચાલુ જીપે રસ્તામાંજ વાયરલેસી કંટ્રોલરુમને કહ્યું  કે મંત્રી અંગે ટેલીફોની રાષ્ટ્રી પાર્ટીના કાર્યાલયે તા તેમના નિવાસસ્થાને ખાત્રી કરી લોકે મંત્રી ત્યાં સહી સલામત પહોંચી ગયા છે કે કેમ ? થોડીવારે કંટ્રોલરુમે વાયરલેસથી જણાવ્યું કે બંને જગ્યાએ ટેલીફોની ખાત્રી કરતાં મંત્રી હજુ સુધી આવ્યા નથી. ચુંટણી પ્રચાર કાફલામાંથી મંત્રી અલગ યાને ઘણો જ સમય થઇ ગયો હતો. ખરેખર ખૂબ વહેલા પોરબંદર પહોંચી જવા જોઇતા હતા. તેવામાં જયદેવની જીપ પોરબંદર રાષ્ટ્રીય પાર્ટીના ચુંટણી કાર્યાલય ઉપર પહોંચી ગઇ. ત્યાં અગાઉ જ કંટ્રોલરુમનો ફોન આવી ગયેલો તેી હાજર આગેવાનો પણ આ બાબતે ચિંતાતુર હતા. તે દરમ્યાન જ પોરબંદર કંટ્રોલરુમે આ બાબતે સમગ્ર જીલ્લામાં નાકાબંધી અને ચેકીંગનો હુકમ કરી દીધો.

જયદેવ પાછો દેગામ આવ્યો ત્યાં ચોકમાં જ ચુંટણીસભા શરુ થઇ ગઇ હતી અને ગેંગ નેતા જગાવર ફિલ્મી સ્ટાઇલે જ પ્રવચન ઝીંકી રહ્યાં હતા. ત્યાં સ્ટેજ ઉપર જ આજુબાજુ ક્યાંય મંત્રી દેખાયા નહિં કે કાર પણ કોન્વોયમાં દેખાઇ નહિં.

ભારવાડા ગામના ભયંકર ભૂતકાળના અનુભવે જયદેવને શંકા ગઇ કે નક્કી ભારવાડા ગામમાં જ કાંઇક  કાવત્રુ થયું. આી જયદેવ જીપ લઇ પાછો ભારવાડા આવ્યો અને સિધ્ધો પહોંચ્યો ગુરુ દાઢીના કિલ્લા ઉપર. કિલ્લો  એટલા માટે કે ગુરુ દાઢીએ પોતાના મકાનની દિવાલો તેના પોતાના અગમ્ય કારણોસર અસામાન્ય ઉંચી  એટલે કે ગઢની રાંગ જેટલી ત્રીસ કે ચાલીસ ફૂટ ઉંચી બનાવેલી હતી. જયદેવે તે કિલ્લામાં તથા ગામમાં સઘન તપાસ કરી પરંતુ મંત્રીની કારનો કોઇ પત્તો કે વાવડ મળ્યા નહિં. સમગ્ર જીલ્લામાં રેડ એલર્ટ રુપે નાકાબંધી અને ચેકીંગ ચાલુ થઇ ગયા હતા. જીલ્લાના પોલીસદળના જીવ ઉંચા થઇ ગયા હતા કે નક્કી બરડો પાછો કાંઇક નવો ઇતિહાસ બનાવશે. કેમ કે પોરબંદરમાં ગમે તે બની શકે !

પરંતુ થોડીવારે પોરબંદર- કંટ્રોલરુમે જ વાયરલેસી જાણ કરી કે મંત્રી મોરાણાની સભામાંથી ભારવાડાની સભામાં જવાને બદલે બારોબાર બખરલા થઇ પોરબંદર પોતાના એક મિત્રને ઘેર પહોંચી ગયા હતા. અને તેમનીકારનો વાયરલેસ સ્ટેટ બંધ હતો. રેડ એલર્ટ ઉઠાવી લેવામાં આવ્યું આખા જીલ્લામાં શાંતિ થઇ.

આ ચુંટણીના પડઘમ નગારા વાગતા હતા તે દરમ્યાન જ કારણ ગમે તે હોય તે ચુંટણીના કાયદો અને વ્યવસ્થાનુંહોય કે પછી ચુંટણી ફંડ ફાળાનું હોય અને ઇચ્છા અધિકારીઓની હોય કે રાજ્ય સરકારની હોય પરંતુ કાયદા અને વયવસ્થાના બહાના હેઠળ પોરબંદર જીલ્લામાં વાયરલેસથી જ હુકમ થયો કે લાઇમ સ્ટોન ઉત્ખનનમાં ઘણી જ ગેરરીતીઓ ચાલે છે. તેનું ચેકીંગ અંગત રસ લઇ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી પરિણામલક્ષી કામ કરી આવી પ્રવૃતિ બંધ કરાવવા તેમાં જણાવાયેલ હતું.

જયદેવ સમજી ગયો કે આ લાઇમ સ્ટોન ખોદકામ અને ચુંટણીના કાયદો અને વ્યવસ્થાને કાંઇ લેવા દેવા નથી. પરંતુ એ વાત પણ ખરી હતી કે ધંધાદારીઓ તે પછી બોક્સાઇટના હોય કે લાઇમ સ્ટોનના હોય કે સાદી માટીના હોય તેઓ ખનીજનું ખોદકામ તો સરકારી જમીનમાંથી જ કરતા હોય છે. તેમને ફાળવાયેલ લીઝવાળી જગ્યામાંથી કરતા નથી હોતા. આમ સરકારી ટેક્સની ચોરી કરતા હોય છે.

આવી ખનીજની ચોરી ડામવા અને ટેક્સ ચોરી રોકવા રાજ્ય સરકારનું એક અલગ જ ખાતુ રેવન્યુ વિભાગમાં હોય છે. અને તે સમગ્ર કામ કરતું હોય છે.

જયદેવને અનુભવે જણાયું હતું કે જ્યારે સરકારને કોઇપણ ક્ષેત્રમાં તાત્કાલીક પરિણામ મેળવવું હોય ત્યારે પોલીસદળનો જ ઉપયોગ થાય છે. (ખરેખર તો દુરપયોગો). તે ક્ષેત્રો ભલે પછી આ બે નંબરી ખનીજ ખોદકામ કે જંગલખાતાને લગતી બાબત કે આર.ટી.ઓ. કે ખોરાક કે ઔષધ ભેળસેળ હોય કે નાણાધીરધારની બાબત હોય કે બોગસ બિયારણ કે બોગસ ખાતર કે સિમેન્ટની બાબત હોય કે દાણચોરીની હોય તમામ માટે અલગ કાયદા અને તે કાર્યવાહી કરવા માટેના તંત્રો પણ અલગ હોવા છતા તાત્કાલીક પરિણામ માટે પોલીસનો  જ ઉપયોગ થતો હોય છે અને પોલીસ આવી પ્રાથમિક કાર્યવાહી બોમ્બે (હવે ગુજરાત) પોલીસ એક્ટ કે સી.આર.પી.સી.ની જોગવાઇઓ નીચે કરતી હોય છે. પોલીસતંત્ર પણ પોતાને વધુ સત્તા મળે અને તમામ ક્ષેત્રોમાં માભો જમાવવાની મજા પડે તે માટે હોંશે હોંશે તે વધારાની કાર્યવાહી પણ કરતું હોય છે.

પરંતુ જયદેવે વિચાર્યુ કે આ ખોદકામ વાળી જગ્યા લીઝવાળી જ જગ્યા છે કે કેમ ? લીઝની પાવતીઓ બરાબર નોંધાય છે કે કેમ ? તે તમામ લાંબી લપ કરવાને બદલે સત્તાધીશો (તંત્ર કે સરકાર) જે જોઇએ છે તે પરિણામ ૪૪૦ વોલ્ટના એક જ ઝાટકે અને તે પણ કાયદેસર ફોજદારી કેસની રુ એ અને આ બાબતની નોંધ પણ દરેક જગ્યાએ બરાબર લેવાય અને જાહેર હીતનું પણ કામ  થયા તેવું કરીએ.

જયદેવને ખ્યાલ હતો કે લાઇમ સ્ટોન એરિયામાં જથ્થાબંધ રીતે ખોદકામ કરવા માટે જીલેટીન અને ડીટોનેટર થી બ્લાસ્ટીંગ કરવાનો સહારો લેવામાં આવે છે. જયદેવે માઇનોર એક્ટ કાઢી તેમાં અક્ષપ્લોજીવ સબસ્ટન્સ એક્ટ કાઢી તેની ખાસ ખાસ જોગવાઇઓનો અભ્યાસ કર્યો તો જણાવ્યું કે આવી જગ્યાએ એક્ષપ્લોજીવ રાખવા માટે ખાસ અલાયદો સુરક્ષીત સ્ટોર ગોડાઉન હોવુ જોઇએ. અને ખોદકામમાં થતું બ્લાસ્ટીંગ પણ ટ્રેનીંગ લીધેલા પ્રમાણિત નિષ્ણાંત વ્યક્તિ દ્વારા જ થવું જોઇએ. જયદેવે કોન્સ્ટેબલ ઓડેદરાને પુછયુ કે “લાઈમ સ્ટોન એરિયામાં આ નિયમોનું પાલન થાય છે ? ઓડેદરાએ કહ્યું “ના સાહેબ મજૂરોના ઝૂંપડે ઝૂંપડે જીલેટીન સ્ટીકોના ઢગલા પડ્યા હોય છે. અને ઘણી જગ્યાએ તો ડીટીનેટર પણ ઘા – ખાતા પડ્યા હોય છે. અને આ બ્લાસ્ટીંગ પણ આ જુદા-જુદા મજૂરો જ કરતા હોય છે. જયદેવને થયું કે તો તો હવે ૪૪૦ને બદલે ૮૮૦ વોલ્ટનો ઝટકો લાગશે અને તેનો કરંટ છેક જે તે કંપનીના મેનેજમેન્ટ સુધી પહોંચશે.

જયદેવ તેના ડીસ્ટાફને લઇ બરડા ડુંગરમાં આવેલ એરિયામાં પડ્યો. બે-ત્રણ એક્ષપ્લોજીવ એક્ટ મુજબ ગુન્હા નોંધાયા અને સમગ્ર બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એરીયામાં ધંધાદારીઓ તથા કં૫નીઓ માં નાસભાગ અને સન્નાટો થઇ ગયો. બ્લાસ્ટીંગ જ બંધ થઇ ગયા. પરિણામે મોટા સિમેન્ટ, ઓડાએશ અને કેમિકલ પ્લાન્ટને મળતો લાઇમ સ્ટોનનો પૂરવઠો ખોરવાયો. જયદેવ ને બે નંબરી લીઝ અંગે કોઇ કાર્યવાહી જ કરવાની ન રહી. પરંતુ તે પછી બે દિવસમાં જ આશ્ર્ચર્ય જનક રીતે જીલ્લાની કાયદા અને વ્યવસની પરિસ્થિતી સુધરી ગઈ હોય તેમ પોલીસને જણાવાયું કે હવે ચુંટણી સભાઓના બંદોબસ્ત ઉપર વધુ અને ખાસ ધ્યાન આપે અને જૂના ગુનેગારો ઉપર વધુ અટકાયતી પગલા લેવામાં આવે !

ચુંટણી તો શાંતિથી પૂર્ણ થઇ ગઇ પરંતુ રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારની બુરી રીતે હાર થઇ ! જગાવરને વિદેશથી તેડાવ્યો પણ જોવે એવી જમાવટ થઇ નહિં!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.