Abtak Media Google News

પૂર્ણબ્રહ્મ સચ્ચીદાનંદ પરમાત્મા કોણ છે ? જન્મ-મરણ સુખ: દુ:ખ અવિરત ચાલ્યા જ કરે છે તેના નિયંતા કોણ છે. બધી આત્માઓના પ્રિયતમ પરબ્રહ્મ જ “પ્રાણના છે. રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ નાના મોવા ચોક ખાતે શ્રી વિતક સાહેબ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યુંછે. આ ચર્ચા ૨૦મી ઓગષ્ટ સુધી બપોરે ૪ થી ૬ દરમિયાન ચાલનાર છે. જેમાં વકતા જયોત્સાબેન બાંભોલીયાના મુખેથી રવિવારે બહોળી સંખ્યામાં પ્રણામી સંપ્રદાયના લોકોએ આ ચર્ચાનો લાભ લીધો હતો. જેમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી તેમજ ગુજરાત મજદૂર સંઘના પ્રમુખ મહેશભાઈ વેકરીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યાં હતા.Vlcsnap 2018 08 06 09H43M41S62

મુખ વિતક સાહેબ ચર્ચાના વકતા જયોત્સનાબેન બાંભોલીયાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું  હતું કે, નિજાનંદ સંપ્રદાયનીમા ૪૦૦ વર્ષના તત્વજ્ઞાનની પરંપરમાં દર વર્ષે ૧ મહિના સુધી વિતક ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. આ વિતક ચર્ચામાં કોઇ રાજા-રાણી કે અવતાર કે મહાપુરુષની વાત કરવામાં આવતી નથી. તેમાં સંસારના બધા જ ધર્મના જયોત્સનાબહેન બાંભોલીયાનો સત્સગ અમે માણીએ છીએ તેમની વિતક ચર્ચા મે સાંભળી તે માણીને મને થાય છે કે મારા આત્માને જગાડવાનો છે. જયારે હું શરીર મુકી દઇશ ત્યારે આ આત્મા કયા જાશે તેની ઓળખાણા આ વિતક ચર્ચામાં મે સાંભળી છે અને આનંદની અનુભુમિ થઇ છે.Vlcsnap 2018 08 06 09H39M27S88

લોકોના એક પરમાત્માની ચર્ચા કરવામાં આવે છે. આ ચર્ચા ર૯મી ઓગષ્ટ સુધી કરવમાં આવશે.

અબતક‘ચેનલના માઘ્યમથી તેઓએ જણાવ્યું હતું કે, પ્રણામી સંપ્રદાય કોઇ વિશેષ મત પંથને લઇ વાત નથી કરતો. સમગ્ર સંસારના તમામ ધર્મશાસ્ત્રોથી ઉપર પરમાત્મા કોણ છે તેનું વર્ણન સંપ્રદાય દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે.Vlcsnap 2018 08 06 09H39M03S93

ધુડસિયા ગામના માજી સરપંચ કેશુભાઇ પટેલે અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, રાજકોટમાં મારવાડી શેર હોલ્ડરની બાજુમાં શ્રી વિતક સાહેબની ચર્ચા ર૦મી ઓગષ્ટ સુધી રાખવામાં આવી છે. કૃષ્ણ પ્રણામી સંપ્રદાયને લગતી આ ચર્ચા છે. બે વર્ષ પહેલા ધુડસિયા  ગામમાં પણ જયોત્સાબહેનનું વિતક ૧ મહીના સુધી રાખ્યું હતું. વિતક સાહેબની ચર્ચામાં દરેક ધર્મના શાસ્ત્રોના આધારે ખુલાસા છે. જેમાં કુરાન કે પુરાણ કે બાઇબલ કે પછી વૈદો હોય દરેક ધર્મોના શાસ્ત્રોના આધારે વર્ણન કરવામાં આવે છે.Vlcsnap 2018 08 06 09H39M39S180

જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણીએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હું દરરોજ વિતક સાહેબ વાંચીને જ ઘરની બહાર નીકળુ છે. રાજકોટમાં જયોત્સનાબહેનના મુખેથી વિતક સાહેબ ચર્ચા સાંભળી છે ખુબ જ આનંદની અનુભુતિ થાય છે. જેમાં બધા જ ધર્મના ખુલાસા અહીં ચર્ચામાં કરવામાં આવે છે અને કૃષ્ણ પ્રણામી સંપ્રદાયનું પણ ખાસ મહત્વ સમજવામાં આવે છે.Vlcsnap 2018 08 06 09H39M16S226

ગુજરાત પ્રદેશ ભારતીય મંજુર સંઘના અઘ્યક્ષ મહેશભાઇ વેકરીયાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે વર્ષોથી અનેક સંપ્રદાયોની મુલાકાત લેતો આવ્યો છું. સ્વામીનારાયણ સંપ્રદાય હોય વલ્લભાઇચાર્ય સંપ્રદાય હોય પરંતુ આત્માનું ઘણી કોણ છે? આપણી આ આત્મા કયાંથી આવી છે તેનું જ્ઞાન મને જો મળ્યું હોય તો કૃષ્ણ પ્રણામી સંપ્રદાય માઁથી મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.