Abtak Media Google News

વિજ્ઞાનની લેટેસ્ટ ટેકનોલોજી સમા આવિષ્કાર-કોમ્પ્યુટર ખરીદવું હોય તો પણ સારો વાર-શુભ નક્ષત્ર કે સારાં ચોઘડિયા જોતા ભારતનાં શ્રધ્ધાળુ (!!) નાગરિકો માટે તો જ્યોતિષ એક મોટામાં મોટી દીવાદાંડી છે. ‘હું જ્યોતિષ જાણું છું. આટલું બોલતાં તો સામેવાળા કેટલાય હાથ તમારી તરફ લંબાઇ જાય  મારું જોઇ આપોની અપેક્ષા સાથે. જ્યોતિષમાં કદાચ લોકોને સહુથી વધારે ડર હોય તો ‘શનિ’ અને મંગળનો. શનિની પનોતીનો ડર અને મંગળ વિશેની અમંગળકારી માન્યતાઓથી બહુ ઓછા લોકો દૂર રહેતા હશે.

Advertisement

મંગળ-વિજ્ઞાન પ્રમાણે પૃથ્વીની જેમ જ સૂર્યમાળાનો એક ગ્રહ. અત્યારે તો અવકાશયાને મંગળની મૂલાકાત પણ લઇ લીધી છે. પણ મંગળ વિશે બહુ સચોટ કહી શકાય એવી માહિતી શ્ર્લોકના રુપમાં પણ આપણા વેદ-પુરાણમાં મળે જ છે. જ્યોતિષ શાસ્ત્રમાં છાટડીયે અને પાઘડીએ મંગળ હોવો કષ્ટકારી ગણવાયો છે આવા સ્ત્રી કે પુરુષના લગ્નમાં પણ ઘણા વિધ્નો આવે અને જન્માક્ષર મેળવ્યા વિના લગ્ન સંબંધ ન બાંધવાની દ્રઢ કૃતિ સમાજમાં ઘર કરી ગઇ છે.

મંગળ સામે મંગળ કે શનિ ન હોય તો બે માંથી એક પાત્ર ન રહે અને જોડી ખંડિત થાય….મંગળની દ્રષ્ટિ વક્રી હોય તો તમારા સાહસનું અવળું પરિણામ આવે…. મંગળના જાપથીકે મંગળના નંગની વિધિસર પૂજા કરીને પહેરવાથી મંગળની તકલીફોમાં રાહત મળે…..અલબત્ત, વિજ્ઞાનનો કોઇ આધાર ન હોવા છતાં જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણભૂત ગં્રથોમાં આ પ્રશ્નની વિશદ છણાવટ થઇ જ છે ને દાખલા દલીલો સાથે કહેવાયેલી ઘણી વાતો વિજ્ઞાન સ્વીકારી ન શકે તેમ છતાં નવાઇ પમાડે એ હદે સાચી પણ સાબિત થઇ જ છે. શિક્ષિત લોકોને સતત મુંઝવણમાં મૂક તો પક્ષપ્રશ્ન એક જ છે- જ્યોતિષ અને જ્યોતિષની આ બંને વાતો સાચી કે ખોટી ?

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.