જીઆઈડીસીની ટ્રાન્સફોર્મર પર વીજળી ત્રાટકી

જુનાગઢ મેઘરાજા જાણે આ વખતે કંઈક અલગ મૂડમાં હોય તેવી જ રીતે અવારનવાર કમોસમી વરસાદના રૂપમાં હાજરી પુરાવી જાય છે ગઈકાલે બપોર ના સુમાર સુધી સૂર્યનારાયણની સ્પષ્ટ હાજરી બાદ ઓચિંતા જ મેઘાડંબર છવાયેલો હતો ત્યારબાદ ગણતરીના સમયમાં જ જૂનાગઢ સહિત સોરઠમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા વધુ એક વખત ખેતીના કામમાં જોતરાયેલા ખેડૂત ખેતીની જણા સાચવવા કામે લાગી ગયો હતો.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 1

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર ગઈકાલે બપોરના સુમાર સુધી વાતાવરણ એકદમ સાફ અને ચોખ્ખું રહ્યા બાદ બપોરના સુમારે વાતાવરણમાં ઓચિંતા જ પલટો આવ્યો હતો એકદમ ઠંડા અને ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાએ એન્ટ્રી મારી હતી અને અડધા ઇચ જેવો વરસાદ ખાબક્યો હતો ઓચિંતા કમોસમી  ગાજવીજ અને ઠંડા પવનના સૂસવાટા સાથેના માવઠાને કારણે લોકોમાં ઘડીભર  ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પડેલી પાંચ હજાર ગુણી જેટલી  મગફળી શેડમાં હોવાના કારણે બચી જવા પામી હતી જ્યારે તોલ માં આવેલી  ૪૦૦ ગુણી જેટલી મગફળી પલડી ગઈ હતી શહેરના અનેક વિસ્તારોમાં બરફના કરા પડ્યા હોવાના સમાચારો પણ સાપડ્યા હતા    આ ઉપરાંત શહેરના જીઆઇડીસી વિસ્તારમાં ૧૦૦ કેવિ ના ટ્રાન્સફોરમર પર વીજળી ત્રાટકતા વીજ પુરવઠો ખોરવાયો હતો ઓચિંતી આ રીતે મેઘરાજાની એન્ટ્રી થી લોકોમાં ભયનો માહોલ છવાઇ જવા પામ્યો હતો અનેક લોકોના જરૂરી કામો ઓચિંતા વરસાદના કારણે ગોટે ચડી ગયા હતા પૂર્વ તૈયારી વગર નીકળેલા લોકો અને ચીજવસ્તુઓ પલડી જવા પામી હતી જોકે હજુ હવામાન વિભાગ આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી બતાવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.