Abtak Media Google News

સંઘના મેનેજર અને બે ગોડાઉન કિપરના રાજીનામા લઈ લેવાયા

હળવદ તાલુકા સરકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર અને માથક તેમજ કડીયાણાનાં ગોડાઉન કીપરોએ મળી મીલીભગત કરી ખેડૂતોને વિતરણ કરાતા ખાતરનો બારોબાર વેપલો કરી રૂ ‚૭૧ લાખની રોકડી કરીને ઉચાપત કર્યાની ઘટના ગાંધીનગરની ચેકિંગ ટીમે પર્દાફાશ કર્યા છે.

હળવદ તાલુકા સરકારી ખરીદ-વેચાણ સંઘ હેઠળ મેનેજર નીજરભાઈ લોરીયા દ્વારા તાલુકા સરકારી મંડળીઓને ખાતરનો જથ્થો પુરો પાડવામાં આવતો હતો. આમ નેજર અને માથક તેમજ કડીયાણાના ગોડાઉન સ્ટોરના કીપરોએ મેળા પીપળાં કરી ખેડૂતોનું ખાતર મનસ્વી પક્ષો વેંચી કે વિતરણ કરી તેની રોકડી કરી લીધી હતી.

જેમાં માથક ગામના ગોડાઉન કીપર મહેન્દ્રસિંહ ઝાલાએ ‚૪૯ લાખ અને કડીયાણા ગામના ગોડાઉન કીપર વિશાલભાઈ ત્રિવેદીએ ‚રૂ ૨૨ લાખ સામે કુલ ‚રૂ ૭૧ લાખની રોકડી કરી હળવદ સરકારી ખરીદ વેચાણ સંઘમાં જમા ના કરાવી ઉચાપત કર્યાનું ગાંધીનગરની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આથી મેનેજ અને બંને ગોડાઉન કીપર સહિત ત્રણેય મળી રૂ .૭૧ લાખ ૧૫ સપ્ટેમ્બર સુધીમાં સંઘમાં જમા કરવાની સુચનાઓ આપવામાં આવી છે. અન્યથા મેનેજર સહિત ત્રણેય સામે હળવદ પોલીસ મથકમાં એફઆઈઆર ફાળવાના આદેશો આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જયારે આ ઘટના બાબતે હળવદ સરકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શૈલેશભાઈ રૂપાલાને પુછતા તેઓએ જણાવેલ કે, મેનેજર અને બે ગોડાઉન કીપરનાં રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને તા.૧૫ સુધીમાં ‚પીયા ભરવા આદેશ આપવામાં આવ્યો છે.હળવદ પોલીસ વેચાણ સંઘના જવાબદાર કર્મચારીઓ દ્વારા વેચાયેલ ખાતરના રૂ .૭૧ લાખની ઉચાપત થયાની ઘટનાએ સામગ્ર તાલુકા અને સરકારી ક્ષેત્રે ચકચાર જગાવી દીધી છે. તેમજ સમગ્ર ઘટનામાં જવાબદારો દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સાબીત થાય તો તેઓની સામે કડક કાર્યવાહી કરવાની મોરબી જિલ્લા પંચાયતના ન્યાય સમીતીના ચેરમેન પિન્કુબેન ચૌહાણ દ્વારા માંગ કરી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.