Abtak Media Google News

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી: જીતુભાઈને મોબાઈલ નં.૯૬૬૭૫૦૫૦૫૦ પર મીસકોલ કરી શુભેચ્છા પાઠવી શકાશે

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને ભાવનગર વેસ્ટના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનો આજે જન્મદિવસ હોય રાજયભરમાંથી ભાજપના કરોડો કાર્યકરો અને સમર્થકોએ પ્રદેશ પ્રમુખ પર શુભેચ્છાઓની વર્ષા વરસાવી દીધી છે. આજે પ્રદેશ ભાજપના મીડિયા વર્કશોપમાં હાજર રહેલા કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી તથા સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને ગુજરાત ભાજપના ચાણકયને સફળતાની શુભેચ્છા પાઠવી છે.

Advertisement

જીતુભાઈ વાઘાણી નાનપણથી જ કેશરીયા રંગે રંગાયા છે. લોકઉપયોગી કામો કરવામાં તેઓએ કયારેય પાછીપાની કરી નથી. સંઘની વિચારધારા સાથે તેઓ મક્કમ ગતિએ આગળ વધી રહ્યાં છે. હાલ તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. આ પૂર્વે તેઓ યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ ભાજપના મંત્રી તરીકે પણ બખુબી જવાબદારી નિભાવી ચૂકયા છે. રાજકોટ સાથે તેઓનો અનન્ય નાતો રહ્યો છે. રાજકોટ શહેર તથા જિલ્લા ભાજપના તેઓ પ્રભારી રહી ચૂકયા છે. તેઓ છેલ્લી બે ટર્મથી ભાવનગર વેસ્ટ વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે તોતીંગ લીડ સાથે જીતે છે.ગત વર્ષે આનંદીબેન પટેલના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભાજપ દ્વારા વિજયભાઈ ‚પાણીની વરણી કરવામાં આવતા પ્રદેશ પ્રમુખનું સ્થાન ખાલી પડયું હતું. પક્ષ પ્રત્યેની નિષ્ઠા, કાર્યકર્તા પ્રત્યેનો પારિવારીક માહોલ અને કુશળ રણનીતિને નજરે રાખતા હાઈકમાન્ડ દ્વારા ભાવનગર ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેઓએ પ્રમુખ તરીકે પક્ષને મજબૂત કરવા માટે પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટરીને આડે હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ફરી આન-બાન-શાન સાથે કેશરીયો લહેરાય અને ભાજપ ફરી પૂર્ણ બહુમતિ સાથે સત્તામાં આવે તે માટે જીતુભાઈએ કમરકસી છે. જન્મદિવસ નિમીતે જીતુભાઈને શુભેચ્છા પાઠવવા માટે ભાજપ દ્વારા એક મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના નંબર ૯૬૬૭૫૦૫૦૫૦ છે. આ નંબર પર માત્ર મિસકોલ કરવાથી જીતુભાઈ સુધી કાર્યકરો કે સમર્થકોની શુભેચ્છા પહોંચી જશે.ગઈકાલેગુજરાત ખાતે આવેલા કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી અને સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમને આજે ભાજપના મિડીયા વર્કશોપના આરંભ પૂર્વે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સાથો સાથ વિધાનસભાની ચૂંટણીમાં સફળતાના શીખરો સર કરો તેવા પણ આશીષ આપ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના મંત્રી મંડળના સભ્યો, ભાજપના ધારાસભ્ય, સાંસદ સભ્યો અને કરોડો કાર્યકરોએ લોક લાડીલા પ્રદેશ પ્રમુખ પર શુભેચ્છાની હેલી વરસાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.