Abtak Media Google News

જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં 36માંથી 32 સભ્યો રહ્યા હાજર

Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે અલાપબેન ખાટરીયા નિમાયા છે. ચૂંટણીની પહેલાં જ કોંગ્રેસ દ્વારા પોતાના 26 સભ્યોને ઉપલેટાના ફાર્મહાઉસમાં નજર કેદ કરવામાં આવ્યા હતા અને આજે સવારે સામાન્ય સભા પહેલા તમામને બસમાં લાવવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની ચાલતી પ્રક્રિયામાં મીડિયા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મીડિયાને નીચે જ રોકી દેવામાં આવતા ભારે ઉહાપોહ મચી જવા પામ્યો હતો. પોલીસે ડીડીઓનો આદેશ હોવાથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.

1 81

4 43

2 70

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.