Abtak Media Google News

Table of Contents

શિયાળામાં ડ્રાય સ્કીન માટેનું શ્રેષ્ઠ સુરક્ષા કવચ એટલે મોસ્ચ્યુરાઈઝર:નિષ્ણાંત તબીબો

ચહેરા પર કોઈપણ ક્રિમની પ્રોડકટ લગાવવાનું ટાળવું:સૌપ્રથમ હાથ પર લગાવી ટ્રાય કરવી :ત્વચાના નિષ્ણાંતની ભલામણ કરેલ ક્રીમનો ઉપયોગ કરવો હિતાવહ

શિયાળા એટલે ઉત્તમ સ્વથ્ય અને આરોગ્યસભરની ઋતુ ગણવામાં આવે છે.શિયાળામાં સ્કિનની પણ લોકો ખૂબ કેર કરતા હોય છે.પરંતુ ઘણી વખત ચેહરાને પર વધુ ગ્લો લાવાની ઘેલછામાં વ્યક્તિ અલગ અલગ પ્રોડક્ટનો ફેસિયલમાં ઉપયોગ કરે છે.ઘણી વખત અમુક પ્રોડકટમાં ચહેરાની સ્કિનના ટર્નઓવર રેશિયાને વધારવા માટે જવાબદાર બેને છે.જેના પરિણામે ચહેરા પર ખીલ જેવું જ  પજિંગ ટાઇપની ફોડકી થતી હોય છે.ઘણા પ્રોડકટમાં અલગ અલગ મોલીક્યુલ્સ હોય છે.જેવા કે

આલ્ફાહાઈડ્રોકસીએસ ,બીટા હાઇડ્રોક્સિડ, સેલિસેલિક એસિડ, એડે પેલીંગ ,ટ્રેટીનોઈડ ગ્લો માટે વપરાતા હોય છે.જે યુઝ કરવાથી ચામડીના અંદરના પડમાં રહેલું ખીલ બહાર આવે છે. ચહેરા પર કોઈપણ ફેશિયલ પ્રોડક્ટ ની ક્રીમ લગાડવાનું ટાળવું. વ્યક્તિને તેની ત્વચાને અનુકૂળ હોય એવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો.તેમજ ત્વચાના નિષ્ણાંત તથા ડમેટોલોજીસ્ટ સલાહ લેવી જરૂરી છે.શિયાળામાં લોકોએ રેગ્યુલર મોસરાઈઝર અને ક્લીન્સિંગને રૂટિન નો પાર્ટ બનાવો.સ્ક્રબિંગ તથા ઇરિટેટીંગ વસ્તુ પ્રોડક્ટનો ચહેરા પર ઉપયોગ ન કરવો.વ્યક્તિએ શિયાળામાં આહારનું પણ ખાસ ધ્યાન રાખવુ જે ખીલને થતા રોકલાગેવ જેમાં ખાસ કરીને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક લેવો જરૂરી છે.

હજી અને ખીલ વચ્ચેનો તફાવત તથા પજિંગના રિએક્શન અને તેની સારવારઅર્થે નો સંપૂર્ણ ચિતાર અબતક દ્વારા શહેરના નિષ્ણાંત ડમેટોલોજીસ્ટ સાથે ખાસ વાતચીત કરી રજૂ કર્યો છે.

પર્જિંગ અને ખીલ વચ્ચે તફાવત

પર્જિંગ

  • પજિંગ જે ભાગ પર ક્રીમનો ઉપયોગ થતો હોય ત્યાંજ થતા હોય છે.
  • વધુમાં વધુ 2થી 3 અઠવાડિયા સુધીમાં ઠીક થઈ જાય છે
  • ચેહરા પર કોઈ દાગ જોવા નથી મળતા

ખીલ

  • ખીલ ચાર જાત ના હોય છે.
  • વ્હાઇટહેડ્સ,બ્લેકહેડ્સ,પેપ્યુલર ,પોસ્યુલર
  • ચેહરા,છાતી,પીઠ,આર્મ્સ પર ખિલ થતા હોય છે
  • 3-4 અઠવાડિયા કરતા પણ વધારે ખીલ જોવા મળે છે

આહારકીય રેશા ખીલને અટકવાવમાં મદદરૂપ:રીમા રાવ (સર્ટિફાઇડ ડાયટીશીયન)

સર્ટિફાઇડ ડાયટેશન રીમા રાવે જણાવ્યું કે, ચહેરા પર ખીલ થતા અટકાવવામાં આહારકીય રેશા વાળો ખોરાક ખૂબ ઉપયોગી બને છે.આહારકીય રેસા સારા

બેક્ટેરિયા બનાવે છે.જે સારા આરોગ્યમાં મદદ કરે છે.કાચા ફળ અને શાકભાજી આખા અનાજ ફંગળાવેલા કઠોર ભરપૂર આહાર પુરા પાડે છે.

શિયાળામાં હાઇડ્રેટેડ રહેવું જરૂરી:ડો. પ્રિયંકા સુતરીયા(ડર્મેટોલોજીસ્ટ)

નિષ્ણાંત ડમેટોલોજીસ્ટ ડો.પ્રિયંકા સુતરીયા જાણવ્યું કે, લોકોએ શિયાળામાં હાઇડ્રેટેડ રહેવા માટે પાણી પીવાનું જોર રાખવું જરૂરી છે.પીએચ બેલેન્સ બોડી વોશ કે ફેસવોશ

નો ઉપયોગ કરવો. દિવસ દરમિયાન લાઈટ મોસિયરાઈઝર કરવું, રાત્રી સમયે ઇન્ટેન્સિવ મોસિયરાઈઝર કરવું જરૂરી છે. તો તેને અનુકૂળ હોય એ જ પ્રોડક્ટ નો ઇસ્તમાલ કરવો.

રૂટિનમાં ક્લિનઝિંગ,ટોનિંગ, મોસ્ચ્યુરાઇઝીંગ કરવું: ડો.પૂજા માંડલિયા(ડર્મેટોલોજીસ્ટ)

નિષ્ણાંત ડમેટોલોજીસ્ટ ડો.પૂજા માંડલિયાએ જાણવ્યું કે, ચહેરા પર પજિંગ જેવી સમસ્યા ન થાય તે માટે વ્યક્તિએ રૂટીનમાં ક્લીન્સિંગ,ટોનિંગ અને મોસ્ચરાઇઝીંગ

પદ્ધતિનો ઉપયોગ કરવો જરૂરી છે. ચહેરાને વ્યવસ્થિત કરવું જો સ્કીન કોઈલી હોય તો તેને ટોનિંગ કરવું અને ડ્રાય સ્કિન હોય તો મોસરાઇઝિંગ કરવું જરૂરી છે. આ પદ્ધતિ દરેક વ્યક્તિએ તેની ત્વચા મુજબ કરવાની રહેતી હોય છે. તદુપરાંત ચોક કોઈ પ્રોડક્ટથી સ્કીનને રિએક્શન આવતું હોય તો તેનો ઉપયોગ કરવો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવો તેમજ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

રેટીનોઈડસ્ક્રિમ સ્કીનનો ટન ઓવર રેસીયો વધારવા જવાબદાર:ડો.હર્ષિત રાણપરા(ડર્મેટોલોજીસ્ટ)

નિષ્ણાંત ડમેટોલોજીસ્ટ ડો.હર્ષિત રાણપરાએ જણાવ્યું કે, ચહેરા પર ગ્લો લાવવા માટે રેટીનોઈડસ્ક્રિમ વાળી પ્રોડક્ટ નો જે વ્યક્તિ ઉપયોગ કરે છે.આ પ્રોડક્ટ લગાવવાથી સ્કીન નો ટર્નઓવર રેશિયો ઝડપી થતો હોય છે.જેના કારણે ચામડીના અંદરના પડમાં રહેલું ખીલ બહાર આવે છે જેને પજિંગ કહેવામાં આવે છે.ઘણા પ્રોડકટમાં અલગ અલગ મોલીક્યુલ્સ હોય છે.જેવા કે આલ્ફાહાઈડ્રોકસીએસ ,બીટા હાઇડ્રોક્સિડ, સેલિસેલિક એસિડ, એડે પેલીંગ ,ટ્રેટીનોઈડ ગ્લો માટે વપરાતા હોય છે.જે યુઝ કરવાથી ખીલમાં વધારો થતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.