Abtak Media Google News

Table of Contents

મોટા શહેરો જ નહીં, હવે નાના શહેરોમાં પણ દર વર્ષે પ્લાસ્ટીક એક્સપોનું સુચારુ આયોજન કરવામાં આવશે: જે.કે પટેલ

સરકારનો સપોર્ટ પ્લાસ્ટિક ઉધોગને વધુને વધુ મળે તે આવશ્યક : ખુશ્બૂ દોશી પ્લાસ્ટિક એક્સપોમાં એકજ સ્થળે ઉત્પાદકોની સાથે નિકાસકારો જોડાઈ એ જરૂરી !!!

આવતા વર્ષે આયોજિત થનારા એક્સપોમાં પ્લાસ્ટિક મશીનરી બનાવનાર, ટ્રેડરો સંયુક્ત રીતે જોડાઈ તેની તકેદારી સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન લેવું જરૂરી

કોટના આંગણે સૌરાષ્ટ્ર બ્લાસ્ટ 2022 પ્લાસ્ટિક એક્સપોનો એક ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં 200 થી વધુ સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યા છે અને એક્સપોમાં સહભાગી બન્યા છે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવો એ આ એક્સ્પો ની વિશેષતા સમજાવી હતી અને જણાવ્યું હતું કે આવનારા સમયમાં પ્લાસ્ટિક વગર નહીં ચાલી શકે માટે યોગ્ય આયોજન અને યોગ્ય નીતિ સરકાર દ્વારા બનાવવામાં આવે એ એટલું જ જરૂરી છે. સરકારનો પૂરતો સપોર્ટ રહે તે માટે સરકારે આયાત ઉપર રોગ મુકી નિકાસ ને વધુ ને વધુ પ્રોત્સાહન આપવું જરૂરી છે.

લોકોમાં પ્લાસ્ટિકને લઈને ઘણી ગેરમાન્યતા અને ગેરસમજણ ઊભી થયેલી છે ત્યારે આવનારા દિવસોમાં આ મુદ્દો ઉદ્ભવિત ન થાય તેના માટે સરકારે વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. હાલ દરેક ઉદ્યોગો સ્ટ્રીમલાઈન થઈ ગયા છે એટલું જ નહીં દરેક ઉદ્યોગો માટે એક ક્લસ્ટરની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલી છે પરંતુ પ્લાસ્ટિક ઉદ્યોગની જો વાત કરવામાં આવે તો હજુ પણ યોગ્ય ક્લસ્ટર ઊભા થયા નથી જો આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો સરકારની સાથો સાથ પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને ઘણો ફાયદો પણ પહોંચશે અને નિકાસમાં પણ તેઓ સહભાગી બની શકશે.

હાલનો સમય પ્લાસ્ટિકનો છે જેની જાગૃતા લાવવી જરૂરી  : ભાવેશભાઈ હરસોડા

રેનોલ કંપનીના ભાવેશભાઈ હરસોડાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એક્સપોનું જે આયોજન કરવામાં આવ્યું છે તે પ્લાસ્ટિકના વ્યાપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે ત્યારે જરૂરી એ છે કે પ્લાસ્ટિકને લઈ વ્યાપારીઓની સાથો સાથ લોકોમાં પણ જાગૃતિ આવે. વધુમાં ભાવેશભાઈએ જણાવ્યું હતું કાર પ્લાસ્ટિક ઉદ્યોગ માટે ખૂબ સારી રીતે કાર્ય કરી રહ્યું છે અને વિવિધ ક્ષેત્રે સબસીડી પણ આપે છે ત્યારે જરૂરી એ છે કે આવનારા સમયમાં લોનમાં પણ જો સરળતા કરે તો પ્લાસ્ટિક ઉદ્યોગને નવું જીવન મળશે. તેઓએ ઉમેર્યું હતું કે પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા સરકારને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવતી હોય છે અને તેનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળતો આવ્યો છે ત્યારે આવનારા સમયમાં પ્લાસ્ટિક એસોસિએશન વિકાસ તરફ ની હરણફાળ ભરસે.

એક્સપોનું મહત્વ અનેરું જે કંપનીને બનાવે: મૌલિક પટેલ

ઘનશ્યામ એનજીનયિરંગના મૌલિક પટેલે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રકારના એક્સપોનું આયોજન થવું જોઈએ જેથી પ્લાસ્ટિક સાથે સંકળાયેલી કંપનીઓ ખૂબ સારી રીતે કાર્ય કરી શકે અને વિકસિત પણ બની શકે. કોઈ ઉમેર્યું હતું કે સરકારનો હકારાત્મક અભિગમ પ્લાસ્ટિક ઉદ્યોગ પરનો જે છે તેનાથી ઉદ્યોગકારોને ઘણા ખરા ફાયદા પણ મળી રહ્યા છે એટલું જ નહીં લોકોને પણ ખૂબ સારી રીતે સબસીડી મળે છે. જણાવ્યું હતું કે સરકારે અનેકવિધ પ્રકારના પ્લાસ્ટિક ઉપર જે બેન મુક્યો છે તે યોગ્ય છે પરંતુ સામે તેનો વિકલ્પ પણ ઉભો કરવો જોઈએ જો તે ઉભો ન થઈ શકે તો ઘણા પ્રશ્નો ઊભા થશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દરેક ઉદ્યોગની જેમ જે ક્લસ્ટર બનાવે છે તેવી રીતે અહીં પણ એટલે કે પ્લાસ્ટિકમાં પણ જો ક્લસ્ટર બનાવે તો ઘણા ખર્ચા જે છે તેમાંથી ઉદ્યોગકારોને મુક્તિ મળી રહેશે.

પ્લાસ્ટિક માટે ભારત એક ઉત્તમ માર્કેટ છે : ઐમેન એચપી

બોલે મશીનરીના ઐમેન એચપીએ માહિતી આપી હતી કે, પ્લાસ્ટિક માટે ભારત એક અત્યંત ઉપયોગી અને ઉત્તમ માર્કેટ છે અને બોલે કંપની હર હંમેશ કોઈક નવા સોલ્યુશન સાથે નવીનતમ ટેકનોલોજી નો ઉપયોગ વા માટે ભારતે એક ઉત્તમ સ્થાન હોવાનું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં તેઓએ ઉમેર્યું હતું કે ભારત દિવસેને દિવસે ટેકનોલોજી ક્ષેત્રે જે રીતે વિકાસ કરી રહ્યું છે તેનાથી પ્લાસ્ટિક ઉદ્યોગને ઘણો ફાયદો પહોંચશે. એના જનરલ મેને જ્યારે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે બોલે મશીનરી ભારતમાં અનેકવિધ રીતે કાર્ય કરવા માટે તૈયાર અને તત્પર છે જેનો ફાયદો પ્લાસ્ટિક ઉત્પાદકોને મળશે.

પ્લાસ્ટિક ઉદ્યોગનો ગ્રોથ અન્ય ઉદ્યોગ કરતા વધુ : પાર્થ પટેલ

બોસ ટેક્નિકલ સ્પેસિફિકેસનના  પાર્થ પટેલે  જણાવ્યું હતું કે, સરકાર હાલ મેડ ઇન ઇન્ડિયાને જે રીતે પ્રોત્સાહન આપે છે અતિ આવશ્યક છે ત્યારે ક્ષેત્રને વિકસિત બનાવવા માટે કાર્ય કરવું જોઈએ.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પ્લાસ્ટિક ઉદ્યોગનો અન્ય ક્ષેત્ર કરતા વધુ છે ત્યારે ભારત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના પ્લાસ્ટિક ઉત્પાદકોએ આ વાતને ગંભીરતાથી જ્ઞાને લેવી જોઈએ અને પ્લાસ્ટિક ઉદ્યોગ ને વિશ્વ ફલક ઉપર કઈ રીતે પહોંચાડી શકાય તે માટેના પગલાં પણ લેવા જરૂરી છે. તેઓએ જણાવ્યું હતું કે હાલ નાના બાળકો માટેના જે રમકડા બને છે તે પ્લાસ્ટિક માંથી બને છે અને બાળકો રમકડાથી રમવાનું કોઈ દિવસ છોડશે નહીં માટે સરકારે આ વાતને ધ્યાને લઈ પ્લાસ્ટિકને વધુને વધુ પ્રોત્સાહન આપવું જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.