Abtak Media Google News

સુશાંતસિંહ રાજપુતના આપઘાતની ઘટનાએ ફરીથી યુવાનોમાં આપઘાતની સંખ્યામાં થયેલા વધારા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા બાબતે આજના યુવાનોની મનોદશાની કેસ સ્ટડી ગણી શકાય. સુશાંતસિંહના કેસમાં ગ્લેમરની દુનિયામાં ટક્યા રહેવાની મનોદશા જવાબદાર છે. કોરોનાના કારણે કામ ન મળતા અને ખર્ચ સતત વધતા સુશાંતસિંહ રાજપુતે આપઘાત કર્યો હોય તેવા સંકેતો છે. ભુતકાળમાં મીનાકુમારી, દિવ્યા ભારતી, જીયા ખાન સહિતના કલાકારોએ પણ આપઘાત કર્યો હતો. તાજેતરમાં જ સુશાંતની એક વાત બહાર આવી હતી. જેમાં સારા અલી ખાનને મળવા બેંગકોક ખાસ ચાર્ટર પ્લેન કરીને સુશાંત ગયો હતો. બેંગકોંકના વૈભવી ટાપુમાં વેકેશન ગાળવા તેઓ ગયા હતા. જો કે, તેઓ એક દિવસમાં ફરીને પરત આવી ગયા હતા. સુશાંતની લાઈફ સ્ટાઈલ ગ્લેમરસ હતી. બીજી તરફ તેની આવક ખૂબ ઓછી હતી. કામ ઓછુ થઈ ગયું હતું, કામ વ્યક્તિનો માનસીક ખોરાક છે. ખાલી દિમાગ શૈતાનનું કારખાનું તેવી ઉક્તિ અનેક વખત લોકો ઉચારતા હોય છે. આવું જ આપઘાતના કેસમાં પણ બને છે. સુશાંતસિંહ રાજપુતની વાત કરતી વખતે ચાર્લી ચેમ્પલીનની દશકાઓ જૂની સિટી લાઈટ ફિલ્મ યાદ કરવી ઘટે, આ ફિલ્મમાં એક એવા સાવકારની વાત થઈ હતી જે ગામનો સૌથી સુખી વ્યક્તિ હતો. તે તળાવમાં ડુબીને મરવાનો પ્રયત્ન કરે છે. ગળામાં દોરડાનો એક છેડો બાંધી બીજો છેડો પથ્થરમાં બાંધી ડુબવાનો પ્લાન ઘડે છે. જો કે, આ સમયે ત્યાં ચાર્લી ચેમ્પલી પણ બેઠો છે. તળાવ કાંઠે બેઠોલો ચાર્લી ચેમ્પલીન સાહુકારને આપઘાતનો પ્રયત્ન કરતો જોઈ જાય છે. ચાર્લી ચેમ્પલીન ફાટેલા કપડામાં છે. આવા સમયે તે સાહુકારને આપઘાત કરવા પાછળનું કારણ પુછે છે. ત્યારે તે ‘પૈસા પુરા થઈ જશે’ તેવા ડરથી આપઘાત કરવા ઈચ્છતો હોવાનું કહે છે. આ બાબતે ચાર્લી જેમ્પલીન તેને દિલાસો આપે છે અને સાહુકાર તેની વાત માની જાય છે. ત્યારબાદ તે સાહુકાર ચેમ્પલીનને પોતાના ઘરે લઈ જાય છે. પાર્ટી કરે છે અને રાત્રે પોતાના પલંગમાં સુવડાવે છે. જો કે, સવારે ઉઠીને સાહુકારની આખી માનસિકતા બદલાઈ જાય છે, ઉઠ્યા બાદ જ તે ચેમ્પલીનને પાટુ મારીને પલંગમાંથી નીચે ધકેલી દે છે અને કોણે ઘરમાં ઘુસવા દીધો તેવો હોબાળો કરે છે. આવી જ ઘટના ઘણા કલાકારો સાથે ઘટી છે. તેઓ પૈસા ખલાસ થઈ જશે તેવા ભયમાં તણાવમાં જીવે છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.