Abtak Media Google News

૧૧૧ લોકોના મોત અને ૨૩૮૪ લોકો ઘાયલ થયા હતા

સરકારી આંકડા મુજબ ગત વર્ષે દેશભરમાં ૮૨૨ કોમી રમખાણની ઘટનાઓ બની જેમાં ૧૧૧ લોકોના મોત થઈ ગયા જયારે ૨,૩૮૪ લોકો ઘાયલ થયા લોકસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં ગૃહરાજયમંત્રી હંસરાજ અહિરે કહ્યું કે ૨૦૧૭માં સંપ્રદાયીક હિસાના સૌથી વધુ ૧૯૫ બનાવ ઉત્તર પ્રદેશમાં જ થયા જેમાં ૪૪ લોકો મોતને ભેટયા અને ૫૪૨ લોકો ઘાયલ થયા તેમણે એમ પણ કહ્યું કે કર્ણાટકમાં ગત વર્ષે ૧૦૦ કોમી ઘટનાઓ થ, જેમાં નવ લોકોના મોત તયા હઅને ૨૨૯ લોકો ઘાયલ થયા જયારે રાજસ્થાનમાંઆવી ૯૧ ઘટના બની જેમાં ૧૨ના મોત ૧૭૫ ઘાયલ થયા.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે ૨૦૧૭માં બિહારમાં ૮૫ કોમી ઘટનાઓ બની જેમાં ત્રણ લોકોના મોત થયા અને ૩૨૧ ઘાયલ થયા. તેમણે કહ્યું કે ગત વર્ષે પશ્ચીમ બંગાળમાં કોમી હિંસાની ૫૮ ઘટનાઓ બની જેમાં નવ લોકોના મોત થયા જયારે ૨૩૦ લોકો ઘાયલ થયા તો બીજી તરફ ગુજરાતમાં ૫૦ ઘટનાઓ બની જેમાં ૮ના મોત થયા અને ૧૨૫ ઘાયલ થયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.