Abtak Media Google News

ઘણા સમયથી ભારત ક્રિકેટ ટીમમાં એક ધોની જેવા ફિનીશરની ઉણપ અનુભવી રહી હતી. ત્યારે ઓલ્ડ ઈઝ ગોલ્ડ તરીકે ધોનીની ખાલી જગ્યાને ભરવા માટે દિનેશ કાર્તિક પરફેક્ટ બની રહ્યો છે. ત્યારે આજની મેચમાં ધોનીની ખાલી જગ્યાને મહદઅંશે દિનેશે “ફિનીશર” તરીકે પોતાની છાપ ઉભરાવી છે. તો આજની મેચમાં પણ કાર્તિક ફીનીશર તરીકે જમાવટ કરશે.

Advertisement

Untitled 1 347રાજકોટની પીચ પર ચોક્કા છગ્ગાનો વરસાદ વરસશે

રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંઢેરી ક્રિકેટ ગ્રાઉન્ડ પર પીચ સૌથી મહત્વનું પાસું સાબિત થશે. રાજકોટની પીચ રનનો રમખાણ માટે જાણીતી છે. વાતાવરણ અનુકુળ રહ્યું તો પહેલી બેટીંગમાં ટીમ 200 રનથી પણ વધુનો ઝુંબલો ખડકી શકસે. પીચ રિપોર્ટ મુજબ બેટિંગની અનુરૂપ બની છે.

Screenshot 1 1

ભારતની પહેલી બેટિંગ આવે તો ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડના ફોર્મ પર નજર કરીએ તો ભારત રનનો વરસાદ વરસાવશે. તો બીજી તરફ પીચ પર રાજકોટની પીચ પર ભારતના ફિરકી બાજ ચહલ અને મહેમાન ટીમ તબ્રેજ શમશિ પર પણ સૌની મીટ મંડાઇ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.