Abtak Media Google News

ભારત ઋષભ પંતની કપ્તાની હેઠળ પહેલીવાર આફ્રિકા સામે સિરીઝ રમી રહી છે. જેમાં વર્તમાન સિરિઝમાં આફ્રિકા 2-1 થી આગળ છે. ત્યારે ગઇ કાલે ભારતીય ટીમના કેપ્ટન ઋષભ પંતે બેટીંગમાં પરસેવો પાડયો હતો. ત્યારે પંત દ્વારા પોતાની નેચરલ ગેમ કેપ્ટનશીપના ભારણ હેઠળ ગેમ દબાતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજની મેચમાં શું પંત ખુલ્લાહાથે બેટિંગ કરીને રંગીલા સૌરાષ્ટ્રની પ્રજાને રનોના રમખાણમાં રંગાવી દેશે તેવી લોકોએ મીટ મંડાઇ છે.

Advertisement

Screenshot 1 1 ઋષભ પંટની કપ્તાની હેઠળ નેચરલ ગેમમાં પોતાના હાથ બાંધીને રમતો હોય તેવું લાગી રહ્યું છે. સિરીઝની પ્રથમ ત્રણ મેચમાં ફ્લોપ રહેલા બાદ આજની મેચમાં પંત પાવર જોવા મળશે તેવું કાલની પ્રેક્ટિસમાં લાગી રહ્યું છે.

સિરીઝ સરભર કરવા કોચ અને કેપ્ટનની વ્યૂહ રચના

ભારત અને આફ્રિકાની ચોથી મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાંવા જઇ રહી છે. ત્યારે ગઇ કાલે ભારતની ટીમ દ્વારા પ્રેક્ટીસમાં પરસેવો પાડવામાં આવ્યો હતો. તે દરમિયાન ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન ઋષભ પંત હળવા મૂડમાં દેખાયા હતા. આ સાથે કોચ અને કેપ્ટન દ્વારા ગ્રાઉન્ડ પર ઘણા સમય સુધી ચર્ચા વિચારણા કરીને સિરીઝ સરભર કરવા માટે વ્યૂહ રચના ઘડવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.