Abtak Media Google News

અબતક, રણજીતસિંહ ધાંધલ, ચોટીલા:સૌરાષ્ટ્રનું પ્રવેશદ્રાર એટલે સુરેન્દ્રનગર જીલ્લો. આ સ્થળ સુપ્રસિધ્ધ તીર્થઘામ ચોટીલા કે જયા ડુંગર ઉપર સાક્ષાત માઁ ચામુંડા બીરાજમાન છે એટલે તો પ્રસિદ્ધ છે જ પણ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાળીદાસ મેધાણીનું જન્મ સ્થળ હોવાથી પણ અનેકગણું મહત્વ ધરાવે છે. ત્યારે ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણી પોલીસ વિશ્રામ ગૃહ તૈયાર કરાયું છે. જેનું ઉદ્ધાટન આજરોજ રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત નીકળેલી મોટર સાયકલ રેલીનું પણ સ્વાગત કરાયું હતું.

16348812517481 સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા હાઈવે ઉપર ભવ્ય વિશ્રામ ગૃહનું પોલીસ પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય પોલીસ પરિવારના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી આશિષકુમાર ભાટીયા દ્વારા આ વિશ્રામ ગૃહ ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે. પોલીસની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ વિશ્રામ ગૃહમાં અલગ અલગ અને ભવ્ય રીતે બનાવવામાં આવ્યું છે તમામ પ્રકારની વ્યવસ્થા અને સુવિધાથી સજ્જ છે. આ પોલીસ વિશ્રામ ગૃહનો પાયો આજથી દસ વર્ષ પહેલાં સને ૨૦૧૦-૨૦૧૧માં નાયબ પોલીસ મહાનીરીક્ષક, રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક રાઘવેન્દ્ર વત્સ સાહેબના નેતૃત્વ હેઠળ નાખવામાં આવેલ હતો.16348812518631

આ કાર્યક્રમ દરમ્યાન  સંદીપ સિંહ  (નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ વિભાગ) તેમજ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તથા રાજકોટ વિભાગ, રાજકોટના તમામ જીલ્લાઓના પોલીસ અધિકારીઓ હાજર રહા રહ્યા હતા. ચોટીલા મુકામે જલારામ મંદિરની બાજુમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પોલીસ વિશ્રામ ગૃહનું આશરે 10,000 ચોરસ મીટર જગ્યામાં સંપૂર્ણ સુવિધા સાથેના બિલ્ડીંગનું ધણા વર્ષોના અથાગ પ્રયત્નોથી નિર્માણ કાર્ય પુર્ણ કરવામાં આવેલ છે. આ પળને ઐતિહાસિક ગણાવી મેઘાણી પરિવાર ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યો છે અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો છે.

તમામ સુવિધાથી સજ્જ વિશ્રામ ગૃહમાં રમત-ગમતને પણ અવ્વલ્લ સ્થાન અપાયું 

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા સાહેબ દ્વારા સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાટર્સ ખાતે પોલીસ પરિવારની સુખાકારી સારા સ્વાસ્થ્ય અર્થે તથા રમત ગમત ક્ષેત્રે ઉજવળ કારકીદી બને તે માટે જિમ્નેશિયમ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ કોર્ટ, ચેસ કેરમ, ગેમ્સ લોન, ક્રિકેટ ગ્રાઉન્ડ, વોલીબોલ ફુટબોલ ગ્રાઉન્ડ, આરોગ્ય કેન્દ્ર બાળક્રીડાંગણ તથા જિલ્લા પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવેલ છે. તેમજ જીલ્લા પોલીસ માટે થાનગઢ મુકામે પોલીસ બેરેક, વઢવાણ ખાતે ચરમાળીયા પોલીસ ચોકી ટ્રાફીક પોલીસ સ્ટેશન, ચોટીલા ખાતે ચાંમુડા પોલીસ ચોકી, બજાણા ખાતે મજેઠી પોલીસ ચોકી, સુરેન્દ્રનગર ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર પોલીસ ચોકી લખતર ખાતે વિઠ્ઠલાપુર પોલીસ ચોકીનું નવનિર્માણ કરી કાર્યરત કરેલ છે.

1634881251834

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા પોલીસ વેલ્ફેર માટે સતત ઉત્તમ કામોનું આયોજન હાથ ધરી કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર કલેકટરે પોલીસ સર્કીટ હાઉસની જગ્યા માટે ચોટીલા સુપ્રસિદ્ધ જલારામ મંદિરની બાજુમાં આશરે ૧૦,૦૦૦ ચોરસ મીટર જગ્યા જંત્રી ભાવથી પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના ઓને ફાળવવામાં આવેલ. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા નામી અનામી કલાકારોનો લોક ડાયરો ચોટીલા, જલારામ મંદિરના પ્રાંગણમાં યોજેલ જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ તથા આમ જનતાના સહયોગથી આશરે 55 લાખ રૂપિયા જેટલી માતબર રકમ જન સહયોગથી એકત્ર કરવામાં આવેલ ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક રાધવેન્દ્ર વસ્તની આગેવાનીમાં ભૂમિ પૂજન કરી પોલીસ વિશ્રામ ગૃહનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.