Abtak Media Google News

રાજકોટ શહેરના ગૃહરક્ષક (હોમગાર્ડઝ) દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યા 293 પુરૂષ તથા 16 મહોલા સભ્યો ભરવા માટે લાયકાત -10 પાસ કે તેથી વધુ. તેમજ ઉમર -18 થી 50 સુધીના રાજકોટ કમિશ્નરેટ વિસ્તારમાં રહેતા હોય અને શારિરીક તથા માનસીક સશકત હોય તેવા ઉમેદવારોએ ફોર્મના નમુના ઓફીસર કમાન્ડિંગ , રાજકોટ શહેર યુનિટ, હોમગાર્ડઝ કચેરી, બહુમાળી ભવન સામે રેસકોર્ષ રોડ , રાજકોટ ખાતે થી મેળવી લેવાના રહેશે.

જેતે સ્થળના રહેતા હોય તેવા ઊમેદવારોએ તા.રર  થી તા .28 સુધીમાં કચેરી સમય 10-30 થી 06-10 સુધીમાં અચૂક રૂબરુમાં રાજકોટ શહેર ખાતે જમા કરાવવાના રહેશે.વધુ માહિતી માટે સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.