Abtak Media Google News

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી તેમજ અભિનેત્રી જયા બચ્ચનની ઉદઘાટનમાં વિશેષ ઉપસ્થિતિ

ભારતની અગ્રણી મલ્ટિસ્પેશિયાલ્ટી હેલ્થકેર ઇન્સ્ટિટ્યૂટ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કોકિલાબેન હોસ્પિટલ)એ  મધ્યપ્રદેશના ઇન્દોરમાં અત્યાધુનિ ટર્શરી કેર હોસ્પિટલ શરૂ કરવાની સાથે મધ્ય ભારતમાં દર્દીઓની સેવા કરવા એના વિસ્તરણની જાહેરાત કરી હતી. હોસ્પિટલનું ઉદ્ઘટાન કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીના અંબાણીની હાજરીમાં ભારતના મહાન ફિલ્મ કલાકાર અને મહાનાયક   અમિતાભ બચ્ચને કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના  મુખ્યમંત્રી   શિવરાજસિંહ ચૌહાણ અને   કોકિલાબેન ધીરુભાઈ અંબાણી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉદ્ઘાટન સમારંભમં અભિનેત્રી અને રાજકારણી જયા બચ્ચન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોકિલાબેન હોસ્પિટલ ઇન્દોરનો પ્રારંભ બ્રાન્ડની ભારતમાં હેલ્થકેર સેવાઓને નવેસરથી પરિભાષિત કરવાની કટિબદ્ધતાનો પુરાવો છે.

આ સુવિધા પ્રતિબદ્ધ હેલ્થકેર વ્યવસાયિકોની ટીમ અને બેસ્ટ-ઇન-ક્લાસ અદ્યતન મેડિકલ ટેકનોલોજી સાથે મધ્ય ભારતના લોકોને સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરના માપદંડ ધરાવતા નૈદાનિક પરિણામો સુનિશ્ચિત કરશે.

આ વિસ્તરણ પર કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન   ટીના અંબાણીએ કહ્યું હતું કે, છેલ્લાં 14 વર્ષથી અમે ભારતમાં હેલ્થકેર ક્ષેત્રની કાયાપલટ કરવા કટિબદ્ધ છીએ, અદ્યતન ટેકનોલોજીમાં રોકાણ કરી રહ્યાં છીએ તેમજ પુરાવા-આધારિત વૈશ્વિક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ અને સારવાર પૂરી પાડીએ છીએ. ઇન્દોરમાં નવી કોકિલાબેન હોસ્પિટલ બ્રાન્ડની અન્ય હોસ્પિટલો જેવી હશે, જે સમુદાયને આંતરરાષ્ટ્રીય સ્તરની તબીબી સારવારની સરળ સુલભતા પૂરી પાડશે. અમે એ સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છીએ કે, દરેક દર્દીને દરેક પગલે શક્ય શ્રેષ્ઠ સારવાર અને મદદ મળે.

કોકિલાબેન હોસ્પિટલ ગ્રૂપનો ઉદ્દેશ દુનિયામાં શ્રેષ્ઠ સારવારને સમકક્ષ સારવાર પ્રદાન કરીને હેલ્થકેરમાં સીમાચિહ્નરૂપ બનવાનો છે. તમામ કોકિલાબેન હોસ્પિટલની મોટી ખાસિયત છે – FTSS (ફૂલ ટાઇમ સ્પેશિયાલિસ્ટ સિસ્ટમ) મોડલ, જે અગ્રણી આંતરરાષ્ટ્રીય મેડિકલ કેન્દ્રોમાં પ્રવર્તમાન પદ્ધતિને અનુરૂપ છે.

આ પ્રતિબદ્ધ નિષ્ણાત ડોક્ટર્સની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. વળી આ દર્દીઓની જરૂરિયાતો પૂર્ણ કરવા સંસાધનો, કુશળતા અને ક્ષમતાઓનો અસરકારક સમન્વય પણ કરે છે.

છેલ્લાં 14 વર્ષથી કોકિલાબેન હોસ્પિટલ ગ્રૂપની નૈદાનિક ઉત્કૃષ્ટતાના ઊંચા ધારાધોરણોએ લાખો દર્દીઓનો વિશ્વાસ સંપાદિત કર્યો છે. કોકિલાબેન હોસ્પિટલે એની પ્રથમ હોસ્પિટલ મુંબઈમાં સ્થાપિત કરી હતી, ત્યારબાદ નવી મુંબઈ રિજનમાં અન્ય એક હોસ્પિટલ તથા મહારાષ્ટ્રમાં અકોલા, ગોંદિયા અને સોલાપુરમાં કેર સેન્ટર્સ તથા સમગ્ર ગુજરાતમાં વિવિધ ક્લિનિક્સ અને પોઇન્ટ-ઓફ-કેર સેન્ટર સ્થાપિત કર્યા છે.

દેશમાં તબીબી સંશોધનના ક્ષેત્રમાં અગ્રણી આ સંસ્થાએ 250થી વધારે રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધર્યા છે, 100 ઇન્ટરનેશનલ મલ્ટિ-સેન્ટ્રિક ડ્રગ ટ્રાયલ કર્યા છે અને ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ્સમાં 300 રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા હતા.

ઇન્દોર સુપર સ્પેશિયાલિટી મધ્ય ભારતમાં પ્રથમ ભવિષ્યલક્ષી માળખા સાથે સજ્જ છે, જે આ ઔપચારિક શુભારંભ સાથે તમામ સુવિધાઓ સાથે કાર્યરત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.