Abtak Media Google News

વેફર્સ, ફ્રાયમ્સ, ફરસાણ, નમકીન વગેરેની વીશાળ શ્રેણી સ્ટોર પર ઉપલબ્ધ: તથા નવી સેન્ડવીચ પણ લોન્ચ કરવામાં આવી

રાજકોટના એફ.એમ.સી.જી. સેકટરની નામાંકિત બ્રાન્ડ વડાલિયા ફૂડસના નવા ફ્રેન્ચાઇઝી સ્ટોરનો ગઈકાલે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.વેફર્સ, ફ્રાયમ્સ, ફરસાણ, નમકીન, ફાફડા, પાપડ, કચોરી જેવી અલગ અલગ આઈટમ અલગ અલગ પેકિંગમાં સ્ટોર પર હાજરમાં ઉપલબ્ધ રહેશે. એફ.એમ.સી.જી. સેક્ટરમાં ખૂબ મોટું નામ ધરાવતા તથા અગ્રણી સ્થાન ધરાવતી વડાલીયા ફૂડસ દ્વારા રાજકોટમાં તેમનું બીજો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે પ્રથમ સ્ટોર ફેકટરી આઉટલેટ ગોંડલ રોડ પર હોય અને તેના સારા પ્રતિસાદ અને ગ્રાહકોની માંગણી તથા ગ્રાહકોની સગવડતા ને ધ્યાને લઈ સાધુવાસવાણી રોડ પર સાધુવાસવાણી સ્કૂલની સામે બીજો સ્ટોર શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં વડાલીયા ફૂડસના અલગ અલગ પ્રોડક્ટ્સની જેવી કે વેફર્સ,ફ્રાયમ્સ,ફરસાણ,નમકીન,ફાફડા,પાપડ,કચોરી જેવી અલગ અલગ પ્રોડક્ટ્સ અલગ અલગ પેકિંગમાં સ્ટોર પર હાજરમાં ઉપલબ્ધ રહેશે.સાધુવાસવાણી રોડ પર નજીકમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવેલી હોય જેથી વિદ્યાર્થી વિસ્તાર આવેલો હોય તથા ગ્રાહકોની માંગણી પણ હોય જેથી તેમના દ્વારા સેન્ડવીચ પણ લોન્ચ કરવામાં આવી હતી. રાજકોટમાં આ બીજો સ્ટોર ખુલવાથી ગ્રાહકોને ખૂબ જ સરળતાથી અલગ અલગ પ્રોડક્ટસ ની વિશાળ રેન્જ એક જ સ્થળે મળી રહેશે.

રાજકોટમાં વડાલિયા ફૂડસનો આ બીજો સ્ટોર: રાજનભાઈ વડાલિયા

Vlcsnap 2023 08 15 10H08M11S662 2 અબતક સાથેની વાતચીતમાં રાજનભાઈ વડાલિયા જણાવે છે કે, રાજકોટમાં આ બીજો સ્ટોર શરૂ કર્યો છે પ્રથમ ફેક્ટરી આઉટલેટ છે ગોંડલ રોડ પર આવેલો છે તથા આ બીજો સ્ટોર છે જે સાધુવાસણી રોડ પર આવેલો છે.લોકોની ખૂબ માંગણી હોય તથા તેમને વધુ સગવડતા પ્રાપ્ત થાય તે માટે આ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. સ્ટોરના ઓપનિંગ સાથે કંપનીની નવી સેન્ડવીચનું પણ લોન્ચ કરવામાં આવેલું છે.

નવા સ્ટોર સાથે સેન્ડવીચનું પણ લોન્ચ કર્યું: મીત વડાલીયાVlcsnap 2023 08 15 10H08M20S529

અબતક સાથેની વાતચીતમાં મીત વડાલીયા જણાવે છે કે,લોકોની માંગણીને ધ્યાને લઈ અમે રાજકોટમાં બીજો સ્ટોર શરૂ કર્યો છે.જ્યાં વડાલીયાની અલગ અલગ વેરાઈટીઓ અલગ અલગ પેકિંગમાં ગ્રાહકોને મળશે જેમાં વેપર્સ ફરસાણ નમકીન ફાફડા પાપડ જેવી વસ્તુઓ સ્ટોર પર હાજર મળશે તથા સ્ટોરની સાથે આ વિસ્તારમાં વિદ્યાર્થીઓ હોય તથા તથા વિસ્તારની માંગણી હોય જેથી અમે સેન્ડવીચ નું પણ લોન્ચિંગ કર્યું છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.