Abtak Media Google News

ફેશનની વાત કરવામાં આવે તો મોટાભાગની મહિલાઓ સીઝન અને ટ્રેન્ડ પ્રમાણે પોતાના કપડાની પસંદગી કરે છે. વસંતઋતુ તેની ચરમસીમાએ છે. લગ્ન હોય કે વસંતઋતુમાં પાર્ટી, દરેક સ્ત્રી સ્ટાઇલિશ અને ફેશનેબલ દેખાવા માંગે છે.

Simplee Off Shoulder Shirred Bodice Ditsy Floral Dress | Shein In

છોકરીઓ શોપિંગની શોખીન હોય છે. ટ્રેન્ડને અનુસરવા માટે, અવનવી વસ્તુઓ ટ્રાઈ કરતી રહેતી હોઈ છે. અત્યારના ધખધખતા તાપમાં છોકરીઓ સમર કલેક્શન એડ કરવામાં લાગી ગઈ છે. તો ચાલો જાણીએ અમુક ટીપ્સ કે જેનાથી તમને તમારા સમર કલેકશનમાં સજેશન મલી શકે.

1. મેક્સી ડ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે

Roka Floral One Shoulder Maxi Dress In Blue – Lace &Amp; Beads

જો તમે ઉનાળાની ઋતુમાં સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ડ્રેસ ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો મેક્સી ડ્રેસ બેસ્ટ ઓપ્શન છે. તમે તેને દરેક પ્રસંગમાં કેરી કરી શકો છો. તમે ઘરે બેઠા ઓનલાઈન સાઈટ્સ પર તેની ઘણી વેરાઈટી ખરીદી શકો છો, જે કોટનથી લઈને ફેન્સી સ્ટાઈલમાં સરળતાથી ઉપલબ્ધ છે. તમે તેને હાઈ હીલ્સ પર કેરી કરી શકો છો અને સાદા સફેદ સ્નીકર્સ સાથે પણ.

2. ડેનિમ શોર્ટ્સ સદાબહાર છે

Loui Dark Wash Denim Shorts – Beginning Boutique

આજકાલ, દરેક છોકરીએ તેના કપડામાં ડેનિમ શોર્ટ્સની જોડી હોવી જોઈએ. તમારી ફેશન તેના વિના અધૂરી છે. તમે તેને ક્રોપ ટોપ અથવા શર્ટ સાથે પહેરી શકો છો. તમારા લુકને ખૂબ સ્ટાઇલિશ લુક આપશે.

3.એ લાઈન સ્કર્ટ

Midi A-Line Skirt / High Waist Skirt / A-Line Skirt / Vintage Style Skirt / Midi Skirt / Womens Skirts / Skirt For Women - Etsy

 

લાઇન સ્કર્ટ અત્યારે ફેશનમાં છે. તમારે તમારા કપડામાં ત્રણથી ચાર પ્રકારના સ્કર્ટ અવશ્ય રાખવા જોઈએ. તમને સ્ટાઇલિશ લુક આપશે અને ક્લાસી પણ. સ્કર્ટ સાથે ટોપ કે શર્ટ પહેરીને તમે આરામથી ઓફિસ કે પાર્ટીમાં જઈ શકો છો.

4. જમ્પસૂટ કુલ લાગશે

17 Best Jumpsuits For Weddings — Best Wedding Guest Jumpsuits

દરેક છોકરી ઈચ્છે છે કે બધાનું ધ્યાન એમના પર રહે. આ માટે તમારે તમારા કલેકશનમાં આરામદાયક જમ્પસૂટ રાખવું જોઈએ. ઉનાળામાં શોટ જમ્પ કોટનને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓ કૂલ દેખાય છે અને આરામદાયક પણ છે. તેને સ્પોર્ટ્સ શૂઝ અથવા સ્નીકર્સ સાથે કેરી કરો.

5.ઇઝી ટ્રાઉઝર

16 Best High-Waisted Wide-Leg Pants For Women

દિવસોમાં પેરેલલ ટ્રાઉઝર ફેશનમાં છે. દેખાવમાં આકર્ષક અને આરામદાયક છે. જો તમે ઈચ્છો તો તેને કેઝ્યુઅલ ટોપ સાથે પહેરી શકો છો અને પાર્ટીના કોઈપણ ફંક્શનમાં પણ તેને કેરી કરી શકો છો. તમે ફોર્મલ શર્ટ પહેરીને પણ મીટિંગમાં જઈ શકો છો.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.