Abtak Media Google News

અબતક-રાજકોટ

સરકાર તરફથી રાજકોટ શહેરના ઉપયોગ માટે 108 નવી ગાડી ફાળવાવમાં આવેલ છે. આ 108 એમ્બ્યુલન્સનું લોકેશન ત્રિકોણ બાગ ખાતે રહેશે. 108 એમ્બ્યુલન્સ વાહન માટે લોકો તરફથી ફોન આવી તુરંત જ થોડા સમયમાં શહેર એરિયામાં ફક્ત 8 થી 9 મિનિટ દરમ્યાન 108 એમ્બ્યુલન્સનું વાહન ઘટના સ્થળે પહોંચી જાય છે.  હાલમાં રાજકોટ શહેરમાં ર0 એમ્બ્યુલન્સ ચલાવવામાં આવી રહી છે.

મેયર ડો.પ્રદિપ ડવે શ્રીફળ વધેરી કરાવ્યું પ્રસ્થાન

આજે  મેયર ડો.પ્રદિપ ડવના વરદ હસ્તે શ્રીફળ વધારી પદાધિકારીઓ દ્વારા લોકાર્પણ તથા ફ્લેગ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, શિશુ કલ્યાણ અને અગ્નિ શામક દળના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા.

કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, હિરેનભાઈ ખીમાણીયા, ચેતનભાઈ સુરેજા, સંજયસિંહ રાણા, ભાવેશભાઈ દેથરીયા, જીતુભાઈ કાટોળીયા, મીનાબા જાડેજા, વજીબેન ગોલતર, નયનાબેન પેઢડીયા, કંચનબેન સિધ્ધપુરા, મિતલબેન લાઠીયા, ભારતીબેન પરસાણા, રૂચીતાબેન જોષી, અનિતાબેન ગોસ્વામી, મંજુબેન કુંગસીયા સહિતના કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.