Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના ભાવમાં મંગળવારે એકવાર ફરી વધારો થયો. આ સતત દસમો દિવસ છે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય માણસ માટે તેલની કિંમતો તેના ખિસ્સા પર બોજો વધારી શકે છે. મંગળવારે રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવોમાં 16થી 17 પૈસા અને ડીઝલના ભાવોમાં 19થી 20 પૈસાનો વધારો થયો. દિલ્હીમાં હવે પેટ્રોલ 79.31 પ્રતિ લીટર, ડીઝલ 71.34 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 86.72 રૂપિયા/લીટર થયું, જે કોઇપણ મેટ્રોસિટીમાં અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ છે.

Advertisement

મેટ્રો શહેરમાં પેટ્રોલ

શહેરસોમવારે ભાવ (રૂપિયા/લીટર)મંગળવારે ભાવ (રૂપિયા/લીટર)વધારો
દિલ્હી79.1579.3116 પૈસા
કોલકાતા82.0682.2216 પૈસા
મુંબઈ86.5686.7216 પૈસા
ચેન્નાઈ82.2482.4117 પૈસા

મેટ્રોસિટીમાં ડીઝલ

શહેરસોમવારે ભાવ (રૂપિયા/લીટર)મંગળવારે ભાવ (રૂપિયા/લીટર)વધારો
દિલ્હી71.1571.3419 પૈસા
કોલકાતા74.0074.1919 પૈસા
મુંબઈ75.5475.7420 પૈસા
ચેન્નાઈ75.1975.3920 પૈસા

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.