Abtak Media Google News

25 ઓગસ્ટ, 2007નાં રોજ હૈદરાબાદ થયેલાં ડબલ બ્લાસ્ટ કેસમાં NIAની સ્પેશિયલ કોર્ટે આરોપીઓને દોષી જાહેર કર્યાં છે. હૈદરાબાદના ગોકુલ ચાટ અને લુમ્બિની પાર્કમાં 11 વર્ષ પહેલાં થયેલાં બે બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં આતંકી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીનના બે આતંકી- અનીક શફીક સૈયદ અને અકબર ઇસ્માઈલ ચૌધરી દોષી જાહેર થયાં છે, જ્યારે મોહમ્મદ સાદિક અને અંસાર અહમદ શાહ શેખને પુરાવાના અભાવે છોડવામાં આવ્યાં છે.

આ ડબલ બોંબ વિસ્ફોટમાં 42 લોકોનાં મોત નિપજ્યાં હતા જ્યારે 50થી વધુ ઘાયલ થયા હતા.બે વિસ્ફોટમાં પહેલો ધડાકો ખાવા પીવા માટે પ્રખ્યાત એવાં કોટી વિસ્તારના ગોકુલ ચાટમાં થયો હતો.બીજો શહેરના અતિ વ્યસત ટૂરિસ્ટ સ્પોટ લુમ્બિની પાર્કમાં થયો હતો. વિસ્ફોટ બાદ પોલીસે બે અલગ અલગ જગ્યાએથી બે જીવતા IED પણ જપ્ત કર્યા હતા.ચેરાપલ્લી સેન્ટ્રલ જેલમાં ચુકાદા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં આ મામલાની ટ્રાયલ વીડિયો કોન્ફરન્સથી કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.