Abtak Media Google News

જિલ્લામાં કુલ 11.97 લાખ પુરુષ અને 11.09 લાખ સ્ત્રી મળી કુલ 23.07 લાખ મતદારો નોંધાયા : આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરાઈ

રાજકોટ જિલ્લામાં આજે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જેમાં મતદારોની સંખ્યામાં 12539નો વધારો નોંધાયો છે. જિલ્લામાં કુલ 11.97 લાખ પુરુષ અને 11.09 લાખ સ્ત્રી મળી કુલ 23.07 લાખ મતદારો નોંધાયા છે.

તાજેતરમાં ચીફ ઇલેક્શન ઓફિસર દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ તા.1 એપ્રિલથી શરૂ થયો હતો. જેમાં 5 એપ્રિલના રોજ સંકલિત મતદારયાદીના મુસદાની પ્રસિદ્ધિ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 23 એપ્રિલ સુધી એમ 18 દિવસ સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો રહ્યો હતો. એટલે કે આ દિવસો દરમિયાન અરજદારો નવા ચૂંટણી કાર્ડ માટે અરજી અને ચૂંટણી કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી કરાવી હતી.

બાદમાં તા.2 મેના રોજ હક્ક- દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તા.8 મેના રોજ મતદારયાદીના હેલ્થ પેરામીટર્સની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સાથે ડેટા બેઇઝ અદ્યતન કરવો અને પુરવણી યાદીઓ જનરેટ કરવી સહિતની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે તા.15 મેને બુધવારના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી.

જે મુજબ અગાઉ 68 રાજકોટ પૂર્વ બેઠકમાં 155957 પુરુષ , 1399972 સ્ત્રી અને 2 થર્ડ જેન્ડર મળી 295931 મતદારો નોંધાયા હતા. જેમાં 876 પુરુષ, 1029 સ્ત્રી અને 2 થર્ડ જેન્ડરનો ઉમેરો થતા હવે 156833 પુરુષ, 141001 સ્ત્રી અને 4 થર્ડ જેન્ડર મળી 297838 મતદારો થયા છે.

69 રાજકોટ પશ્ચિમ બેઠકમાં 179054 પુરુષ , 173519 સ્ત્રી અને 6 થર્ડ જેન્ડર મળી 352579 મતદારો નોંધાયા હતા. જેમાં 1073 પુરુષ, 1153 સ્ત્રીનો ઉમેરો થતા હવે 180127 પુરુષ, 174672 સ્ત્રી અને 6 થર્ડ જેન્ડર મળી 354805 મતદારો થયા છે.

70 રાજકોટ દક્ષિણ બેઠકમાં 132085 પુરુષ , 124340 સ્ત્રી અને 4 થર્ડ જેન્ડર મળી 256429 મતદારો નોંધાયા હતા. જેમાં 549 પુરુષ, 644 સ્ત્રી અને 2 થર્ડ જેન્ડરનો ઉમેરો થતા હવે 132634 પુરુષ, 124984 સ્ત્રી અને 6 થર્ડ જેન્ડર મળી 257624 મતદારો થયા છે.

71 રાજકોટ ગ્રામ્ય બેઠકમાં 192302 પુરુષ , 173322 સ્ત્રી અને 8 થર્ડ જેન્ડર મળી 365632 મતદારો નોંધાયા હતા. જેમાં 1950 પુરુષ, 1966 સ્ત્રી અને 2 થર્ડ જેન્ડરનો ઉમેરો થતા હવે 194252 પુરુષ, 175288 સ્ત્રી અને 10 થર્ડ જેન્ડર મળી 369550 મતદારો થયા છે.

72 જસદણ બેઠકમાં 133658 પુરુષ , 122110 સ્ત્રી  મળી 255768 મતદારો નોંધાયા હતા. જેમાં 291 પુરુષ, 475 સ્ત્રીનો ઉમેરો થતા હવે 133949 પુરુષ, 122585 સ્ત્રી મળી 256534 મતદારો થયા છે.

73 ગોંડલ બેઠકમાં 117859 પુરુષ , 109598 સ્ત્રી અને 8 થર્ડ જેન્ડર મળી 227465 મતદારો નોંધાયા હતા. જેમાં 131 પુરુષ, 284 સ્ત્રીનો ઉમેરો થતા હવે 117990 પુરુષ, 109882 સ્ત્રી અને 8 થર્ડ જેન્ડર મળી 227880 મતદારો થયા છે.

74 જેતપુર બેઠકમાં 142897 પુરુષ , 131148 સ્ત્રી અને 4 થર્ડ જેન્ડર મળી 274049 મતદારો નોંધાયા હતા. જેમાં 543 પુરુષ, 789 સ્ત્રીનો ઉમેરો થતા હવે 143440 પુરુષ, 131937 સ્ત્રી અને 4 થર્ડ જેન્ડર મળી 275371 મતદારો થયા છે.

75 ધોરાજી બેઠકમાં 138098 પુરુષ , 128864 સ્ત્રી મળી 266962 મતદારો નોંધાયા હતા. જેમાં 299 પુરુષ, 481 સ્ત્રીનો ઉમેરો થતા હવે 138397 પુરુષ, 129345 સ્ત્રી મળી 267742 મતદારો થયા છે.

આમ રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠકોમાં 1191910 પુરુષ , 1102873 સ્ત્રી અને 32 થર્ડ જેન્ડર મળી 2294815 મતદારો નોંધાયા હતા. જેમાં 5712 પુરુષ, 6821 સ્ત્રી અને 6 થર્ડ જેન્ડરનો ઉમેરો થતા હવે 1197622 પુરુષ, 1109694 સ્ત્રી અને 38 થર્ડ જેન્ડર મળી 2307354 મતદારો થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.