Abtak Media Google News

ટેક્સટાઇલ ઉદ્યોગ ના વિકાસ માટે શરૂ થયેલી કવાયત, નવા ટેક્સટાઇલ પાર્કની રચના ખેડૂતો માટે કપાસને ખરા અર્થમાં સફેદ સોનુ બનાવી દેશે…

ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસની રફતાર તેજ બનાવવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક ધોરણે કપાસનો ઉપયોગ અને માંગ વધતા નિકાસ ઘટવાના સંસાર અણસાર મળી રહ્યા છે વિશ્વના સૌથી મોટા નિકાસકાર દેશોની  ઘટી રહેલી નિકાસને લઈને વૈશ્વિક બજારમાં કપાસના ભાવ વધી રહ્યા છે, ચીન જેવા દેશોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસની માંગ દિવસે દિવસે વધી રહી છે,

ઘરેલુ ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિકાસના પગલે ઊભી થયેલી સારા કપાસની માંગને લઈને નવી સિઝનમાં દેશના કપાસની કુલ નિકાસમાં પચાસ લાખ  ગાસડી ની ઘટ આવશે તેવું એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત વેબીનાર માંલુઇસ કંપનીના જનરલ મેનેજર સુમિત મિત્તલે જણાવ્યું હતું કે  સ્થાનિક ધોરણે વધી રહેલી સારા ગુણવત્તાવાળા કપાસની માંગને લઇને નિકાસ ઘટવાના અણસાર દેખાઇ રહ્યા છે

વિશ્વના કેટલાક સૌથી વધુ કપાસની નિકાસ કરનાર દેશ તરીકે ભારતે ૨૦૨૦ માં આઠ વર્ષમાં સૌથી વધુ ૭૮ લાખ ગાંસડીની નીકાસ સરકારી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ના માધ્યમથી કરી હતી હવે સ્થાનિક માંગ વધતા ચાલુ સિઝનમાં આ નિકાસ ૬૫ લાખ ગાંસડીસુધી સીમિત રહે તેવું દેખાઈ રહ્યું છે ગયા વર્ષે ઓકટોબર દરમિયાન એક કરોડ ૨૫ લાખ ગાંસડી નિકાસ થઈ હતી

વૈશ્વિક બજારમાં સારા surfaz ના વધતા જતા ભાવ વચ્ચે સ્થાનિક ધોરણે ઉભી થયેલી માંગ અને સારા ભાવને લઇને  કપાસ અહીં જવેચાયજાય છે જોકે અત્યારે નિકાસ લાયક સારા કપાસની અછત પ્રવર્તી રહી છે.

પરંતુ નવેમ્બર મહિનાથી નવા કપાસનો સારી ગુણવત્તાવાળો માલ આવતો થઈ જશે, ત્યારે કદાચ ભાવમાં પણ ઘટાડો થાય તેમ આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સંકળાયેલા મુંબઈના દલાલે જણાવ્યું હતું દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ સારો વરસાદ થયો હતો પરંતુ કપાસના પાક માટે આ વરસાદ નુકસાનકારક સાબિત થયું હોવાથી પેલી વીણી ને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે,

પાછોતરા વરસાદથી કપાસના ઉતારામાં અસર થશે અને ગુણવત્તામાં પણ જોખમ ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આગામી સિઝનમાં સારા કપાસની માંગ સ્થાનિક ધોરણે વધે ત્યારે નિકાસમાં ઘટાડો થવાનો અણસાર સેવાઈ રહ્યો છે, કપાસ આધારિતઉદ્યોગના વિકાસ અને ટેક્સટાઇલ પાર્ક જેવી પરિયોજના થી આગામી દિવસોમાં કપાસના ખેડૂતો માટે કપાસ ખરા અર્થમાં સફેદ સોનુ બની રહે તેવી આશા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.