Abtak Media Google News

સરકારી સ્કુલો, બસ સ્ટેન્ડ, ઘરો તેમજ દુકાનોમાં દવા છટકાવ કરવા માંગ

કુંકાવાવમાં હવામાનમાં બદલાવ થતા નાના બાળકો  મોટા માણસોમાં શરદી ઉઘરસ જોવા મળી રહ્યા છે. તો મચ્છરનીસ હાજરી જુજ પ્રમાણમાં જોવા મળી રહી છે. દિવસ દરમ્યાન પણ કરડતા લોકો મેલેરીયાની શંકા સેવા રહ્યા હોય ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા સરકારી સ્કુલો, જાહેર બસ સ્ટેન્ડ, ઘરમાં દવા છંટકાવ કરાવવાની માંગ કરી રહ્યા છે. સરકારી દવાખાનાના કવાટર્સથી માલધારીના ઝુંપડા સુધી મચ્છરોનો ગણગણાટ અનુભવી રહ્યા છે. આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે.

તેમજ હાલ કુંકાવાવ સરકારી દવાખાનામાં એકસ રે ટેકનીશ્યન ત્રણ મહિનાની રજા પર હોય તેવું લોકો જણાવે છે. તો તેની જગ્યાએ કોઇ ટેકનીશ્યન મુકવામાં આવે તેમજ દવાખાનામાં ગરમ પાટાનો સ્ટોક ની હોય  તેમ મળતા નથી. જેથી હાડકા ને લગતી બિમારીથી લોકોને અન્ય ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડી રહ્યોછે.

તો કયારેક રાત્રે દર્દીને સારવાર ન મળવાની વાતો પણ ગ્રામજનોમાં ચર્ચાય રહી છે. જયારે ઓટીપી નિયમ અનુસાર ન હોય તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે કારણ કે લો ડોકટર હોવા છતાં એક જ ડોકટર દર્દીઓને દેખાય છે. એક આવે ત્યારે એક જાયના નિયમ પ્રમાણે છે તે તપાસ ઉચ્ચ કક્ષાથી થાય તેમ લોકો જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.