Abtak Media Google News

ઓસ્ટ્રેલિયામાં ઈન્ટરનેશનલ મેચમાં ડેબ્યૂ કરતાં જ ભારતના ખેલાડી મયંક અગ્રવાલે રેકોર્ડ તોડી દીધો છે. કર્ણાટકના આ બેટ્સમેને મેલબર્નમાં બોક્સિંગ-ડે ટેસ્ટના પહેલા દિવસે જ રેકોર્ડ બ્રેક કરી દીધો છે. મયંક ઓસ્ટ્રેલિયાના ગ્રાઉન્ડ પર ટેસ્ટમેચમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય ખેલાડી બની ગયા છે. 72 વર્ષના ઈતિહાસમાં આ કારનામું કરનાર મયંક એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.

Advertisement

બુધવારે ભારતના 295માં ટેસ્ટ ક્રિકેટરમાં ડેબ્યૂ કરતાં મયંક અગ્રવાલે ઐતિહાસિક મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં પહેલી ઈનિંગમાં જ 76 રન બનાવ્યા છે. 161 બોલની ઈનિંગમાં મયંકે 4 ચોક્કા અને એક સીક્સ મારી છે. તેણએ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કરીને સૌથી વધારે રન બનાવ્યા છે. આ પહેલાં દત્તૂ ફડકરે ઓસ્ટ્રેલિયામાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં 1947માં 52 રનની ઈનિંગ રમી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.