Abtak Media Google News

યુરોપિયન સંઘ દ્વારા ફાંસીની સજા નો વિરોધનો પોતાનો મુસદ્દો બેઠકમાં મુકતા ફાંસી મુદ્દે થઈ ખાસ ચર્ચા

વિશ્વમાં સામાજિક બદલાવ માટે સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારત પર દુનિયાની મીત

21 મી સદીના વિશ્વમાં ભારતનું પ્રભુત્વ દિવસે દિવસે વધતું જાય છે, ભારત અને યુરોપિયન યુનિયન દ્વારા શુક્રવારે માનવ અધિકારો પર વાટાઘાટના દસમાં તબક્કાના આયોજનમાં માનવ અધિકારની સુરક્ષા અને પત્રકારો સહિતના વિશિષ્ટ નાગરિકો ની સ્વતંત્ર અભિવ્યક્તિ અને સામાજિક સુરક્ષા માટે દ્વિપક્ષી સહમતી હાથ કરવામાં આવી હતી. વાળી સ્વતંત્રતા અને મુક્ત અભિવ્યક્તિ માં ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મ પર મુક્ત અભિવ્યક્તિની સ્વતંત્ર અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી

ભારત અને યુરોપિયન સંઘોની આ બેઠકમાં વાણી સ્વતંત્રતા મહિલા સશક્તિકરણ બાળકોના અધિકારો અને સામાજિક સુરક્ષા ના વિવિધ મુદ્દાઓ અને ખાસ કરીને ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી ના યુગમાં ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્લેટફોર્મ પર મૂળભૂત અધિકારો જે ની હિમાયત કરવામાં આવી હતી સાથે સાથે વેપાર માનવ અધિકાર જાહેર આરોગ્ય સહકાર અને પરસ્પરના સંબંધોને વધુ સુધરત બનાવવા એક મતિ સાધવામાં આવી હતી સરકારના જણાવ્યા મુજબ બંને પક્ષે માનવ અધિકારની સુરક્ષા પત્રકારો સામાજિક આગેવાનો અને છવાળાના નાગરિકો ની સહાયતા અને સુરક્ષાના વિવિધ મુદ્દાઓની ચર્ચા અને તેના સુગ્રધીકરણ માટે સર્વ સંમતિ કરવામાં આવી હતી

યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે યોજાયેલી આ મંત્રણામાં યુરોપિયન સંઘ દ્વારા ફાંસીની સજા નો વિરોધ કરવાની લાગણીનો પુન:ચાર કર્યો હતો. ભારતે પણ કેટલાક વૈશ્વિક મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી અને પોતાનો મત વ્યક્ત કર્યો હતો. દુનિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર કાયદાઓ અને મુક્ત અભિવ્યક્તિ માટે રાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ વિશેષ નાગરિકો અને પત્રકારોને ખાસ સુરક્ષાની હિમાયત કરવામાં આવી હતી ભારત અને અસંગ દ્વારા લોકશાહી સ્વતંત્રતા કાયદાનું અનુસાસન માનવ અધિકારોના આદાનપ્રદાન અને વધુ સુધરત બનાવવા માટે બંને પક્ષ આતુર હોવાનું જણાવ્યું હતું અને 2023 સુધીમાં અંતિમ મુસદ્દો અમલમાં લાવવા પ્રતિભત્તા વ્યક્ત કરી હતી]

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.