Abtak Media Google News

મલેશિયાને 5-0 થી કચડી ભારત પોઇન્ટ ટેબલ પર ટોર્ચના સ્થાને પહોંચ્યું: ભારત આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન સાઉથ કોરિયા સામે ટકરાશે

ત્રણ વખતના ચેમ્પિયન ભારતે એશિયા ચેમ્પિયન ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં રવિવારે મલેશિયાને 5-0થી કચડી સેમીફાયનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. આ જીત સાથે જ ભારત પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. ભારત તરફથી કાર્તિ સેલ્વમ (15મી મિનિટ), હાર્દિક સિંહ (32મી), કેપ્ટન હરમનપ્રીત સિંહ (42મી), ગુરજંત સિંઘ (53મી મિનિટે) અને જુગરાજ સિંહ (54મી મિનિટે) એ ગોલ કર્યા હતા. આ જીત બાદ ભારત ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે અને સેમિફાઇનલની નજીક પહોંચી ગયું છે.  ભારતને 42મી મિનિટે સતત ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા, જેમાંથી ત્રીજા પર ગોલ થયો હતો.

ભારતે પ્રથમ ક્વાર્ટરમાં ખૂબ જ આક્રમક શરૂઆત કરી હતી અને ઘણી સારી તકો ઊભી કરી હતી. પ્રથમ ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં હરમનપ્રીત સિંહ બોલ સાથે મલેશિયાના બોક્સમાં દોડ્યો અને સેલ્વમને પાસ કર્યો જેણે આસાન ગોલ કર્યો. બીજા ક્વાર્ટરમાં, ભારતીયોએ આક્રમણ કરવાનું ચાલુ રાખ્યું અને બે પેનલ્ટી કોર્નર પણ મેળવ્યા પરંતુ તેને ક્ધવર્ટ કરી શક્યા નહીં. જો કે  ત્રીજા ક્વાર્ટરની બીજી મિનિટે હરમનપ્રીત મૂળ શોટ ચૂકી જતાં પેનલ્ટી કોર્નરમાંથી રિબાઉન્ડ શોટ દ્વારા હાર્દિકે ગોલ કર્યો હતો. આ ક્વાર્ટરમાં મલેશિયાને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો અને નજમી જાજલાને પણ ગોલ કર્યો હતો પરંતુ ભારતે વીડિયો રેફરલ લીધો હતો.  ખતરનાક ફ્લિક હોવાના કારણે આ ગોલ રદ કરવામાં આવ્યો હતો.

ભારતને 42મી મિનિટે સતત ત્રણ પેનલ્ટી કોર્નર મળ્યા, જેમાંથી ત્રીજા પર ગોલ થયો હતો. ભારતનો ચોથો ગોલ ગુર્જંતે 53મી મિનિટે કર્યો હતો, જેમાં  હાર્દિક અને મનદીપ સિંહે મદદ કરી હતી. જુગરાજે બીજી મિનિટે વધુ એક ગોલ કરીને ભારતની લીડને પાંચ ગોલથી વધારી દીધી હતી. ભારત આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન સાઉથ કોરિયા સામે રમવાનું છે જ્યારે મલેશિયા જાપાન સામે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.