Abtak Media Google News

અંબુજા સિમેન્ટની સમગ્ર કામગીરીમાં ટકાઉપણા અને રિપોર્ટિંગમાં પારદર્શિતા માટેના વિશિષ્ટ અભિગમે

અદાણી સિમેન્ટના સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ આર્મ અને અદાણી ગ્રૂપનો ભાગ અંબુજા સિમેન્ટ્સ લિમિટેડનેજળ કાર્યક્ષમતા, ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને અટકાળવા અને પર્યાવરણલક્ષી કરેલી પહેલો માટે ઈ.એસ.જી. ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્સ 2022 આપાયો છે.

Advertisement

અંબુજા સિમેન્ટ્સ  ઈએસ.જી. ફૂટપ્રિન્ટને વધારવાની અદાણી જૂથની પ્રતિબદ્ધતા સાથે જોડાયેલું છે.કંપની તેના વ્યવસાયોને આબોહવા સંરક્ષણ, પરિપત્ર અર્થતંત્ર, ઓછા કાર્બન પ્રોડક્ટ્સ બનાવવા, સ્વચ્છ ઉર્જા પર ધ્યાન કેન્દ્રિત કરી ટકાઉપણાના સિદ્ધાંતો આધારિત સીએસઆરપ્રોગ્રામ દ્વારા વિવિધતા અને વહેંચાયેલ મૂલ્યો સાથે ઈએસજી ફૂટપ્રિન્ટને વધારવાની પ્રતિબદ્ધતા ધરાવે છે. રાષ્ટ્ર નિર્માણના અમારા ભાવિ લક્ષ્ય માટે તે એક આવશ્યક પગલું છે. કંપની સ્પર્ધાત્મકતાને મજબૂત કરી નિર્ણય લેવામાં સામાજિક અને પર્યાવરણીય વિચારણાઓ સુનિશ્ચિત કરે છે.

અંબુજા સિમેન્ટ્સ પાસે ટકાઉપણાં માટે એક વિશિષ્ટ અભિગમ છે, જે તેને સમાજ અને પર્યાવરણમાં સર્જાતી અસરને માપવામાં સક્ષમ બનાવે છે. કંપનીનાવ્યાપાર અને તે મુજબની ક્રિયાઓને માપાંકિત કરવામાં પણ તે મદદ કરે છે. કંપનીએ 2030 કાર્બન ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો વિકસાવ્યા છે જે વિજ્ઞાન આધારિત પહેલ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. તદુપરાંત કાર્બન ડિસ્ક્લોઝર પ્રોજેક્ટ સીડીપી , ભારતના એસબીટી ઇન્ક્યુબેટર પ્રોગ્રામ સાથે ડીકાર્બોના ઇઝેશન રોડમેપ પણ અમલમાં મૂક્યો છે.અંબુજા સિમેન્ટ્સ વૈશ્વિક સ્તરે એવી પ્રથમ સિમેન્ટ કંપની છે જેનું નામ જળ સુરક્ષા માટે સીડીપી2021 ’એ’ યાદીમાં સામેલ છે. તેના ભઠ્ઠાઓ પર પ્લાસ્ટિકના કચરાના સહ-પ્રક્રિયા દ્વારા 8 ગણું પોઝીટીવ પાણી અને 2.5 ગણું નેગેટીવ પ્લાસ્ટિક છે.

સિમેન્ટ બિઝનેસ એન્ડ અંબુજાના સીઇઓ   અજય કપૂરે જણાવ્યું હતું કે, ઈએસજી ઇન્ડિયા લીડરશીપ એવોર્ડ્સ 2022માં અમારા ટકાઉપણાનીકામગીરીના અભિગમનેનવાજતા અમે આનંદ અનુભવીએ છીએ.કંપનીએ સમાજ અને પર્યાવરણ માટે ટકાઉ ઉકેલો લાવવા ઉદ્યોગના બેન્ચમાર્ક સેટ કર્યા છે.” તેમણે ઉમેર્યુ હતું કે અમે મહત્વાકાંક્ષી લો કાર્બન ઇકોનોમી મોડલ અને પાણીની કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનું યથાવત્ રાખીશું. અમારા ગ્રૂપના વિઝનને અનુરૂપઅમે દેશની સૌથી ટકાઉ સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની બનાવવા ઈચ્છુક છીએ.

આ સિદ્ધિ અંબુજા સિમેન્ટની પાણીની અછતને પહોંચી વળવા માટે પ્રતિબદ્ધ રહેવાની ઈચ્છાને પુન:પુષ્ટ કરે છે. કોંક્રિટ મિશ્રણનું પ્રમાણ, મોડ્યુલર ક્યોરિંગ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ ત્રણ પહેલોએ કંપનીને 70 મિલિયન લિટર પાણી બચાવવા અને ટકાઉ બાંધકામને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.