Abtak Media Google News
  • અબતકની મુલાકાતમાં જયદીપ સખીયાએ વિશ્વ યુવા મહોત્સવની વિગતો સાથે દેશમાં યુવાનો માટે વડાપ્રધાનના પ્રયત્નોને ગણાવ્યા સફળ
  • રશિયાના સોચી શહેરમાં વૈશ્ર્વિક મંચ પર ગુજરાતી ગરબા અને ભારતીય કલા સંસ્કૃતિ ઉજાગર કરવા 360 યુવાનો પર જવાબદારી

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં એનએસએસની પ્રવૃતિમાં કોલેજકાળથી જ સનિષ્ઠપણે જોડાયેલા રહેલા જયદીપ સખિયાને ભારત સરકાર દ્વારા રશિયા ખાતે યોજાનારા વિશ્વ યુવા મહોત્સવના પ્રતિનિધિત્વ ની જવાબદારી સોંપવામાં આવી છે , અબતકની મુલાકાતમાં જયદીપ સખીયાએ વિશ્વ યુવા મહોત્સવ 2024 ની વિગતો આપી દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવા સશક્તિકરણ ના સારા પરિણામો મળી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

રશિયાના સોચી શહેરમાં વર્લ્ડ યુથ ફેસ્ટિવલ નું તારીખ 1 થી 7 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે તેમાં 190 દેશોમાંથી 10,000 યુવાનો અને રશિયાના 10,000 યુવાનો સાથે આ મહોત્સવમાં ભારતમાંથી 360 યુવાનોની પસંદગી કરવામાં આવી છે આ 360 યુવાનો રશિયામાં ભારતની શાન નું વિશ્વ સમક્ષ પ્રદર્શન કરશે.  કાલાવડ તાલુકાના લક્ષ્મીપુર ગામના વતની જયદીપ સખ્યા સ્કીલ ઇન્ડિયા સર્ટિફાઇડ ડિજિટલ માર્કેટિંગ માસ્ટર ટ્રેનર છે, તેમની જયદીપ સખીયા ઓફિસિયલ નામની યુ- ટ્યૂબ ચેનલ ચાલે છે, તેમાં તે અમેરિકન યુરોપ વગેરે વિદેશી લોકો સાથે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા ધ્યાન વિશે સમજણ આપે છે, આ વિડીયો શેર થાય છે

રાજકોટની વિવિધ કોલેજોમાં ” યુ આર ધ ક્રિયેટર ઓફ યોર ઓન ડેસ્ટીની” વિષય પર ખાસ મોટીવેશનલ સ્પીચ આપીને યુવાનોને જીવનમાં જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. જયદીપ સખીયા કોલેજ અભ્યાસ દરમિયાન એનએસએસ માં જિલ્લા કક્ષાએ જોનલ કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાના એનએસએસ કેમ્પ તેમજ શિબીરોમાં ભાગ લેતા આવ્યા છે તેમણે એનએસએસના માધ્યમથી જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા સર કરી છે  જયદીપ સખીયાની ઐતિહાસિક સફળતા બદલ સૌ તેમને ચાહે છે. તારીખ 29 મી ફેબ્રુઆરીએ દિલ્હી એરપોર્ટ પરથી રશિયાના સૌચી શહેર માટે ભારત સરકારના ચાર્ટર પ્લેન દ્વારા જયદીપસખીયા અને 360 યુવાનો રસિયા જવા રવાના થશે રશિયા વિશ્વ યુવા મહોત્સવ તારીખ 1 થી 7 માર્ચ સુધી ચાલશે અને આઠમી ફેબ્રુઆરીએ જયદિપ સખીયા વતન પરત ફરશે.

વિશ્વ યુવા મહોત્સવ માં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટના યુવા ડિજિટલ એન્ટરપ્રાઇઝર અને સ્પ્રેચ્યુલ કોચ જયદીપ સખીયાની પસંદગી કરવામાં આવી છે ઐતિહાસિક કાર્યક્રમમાં વિશ્વમંચ પર જયદીપસખીયાઅને તેમની ટીમ ગુજરાતની શાન ગરબા પ્રસ્તુત કરશે સાથે સાથે ભારત સરકારની નેશનલ પેપર કરી કમિટી માં સોશિયલ મીડિયા મેનેજર તરીકે જયદીપસખીયા સેવા આપશે.

વિદ્યાર્થીઓએ એનએસએસની પ્રવૃતિમાં અચૂક ભાગ લેવો જોઈએ જયદીપ સખીયા

આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા રશિયા જઈ રહેલા જયદીપ સખીયાએ જણાવ્યું હતું કે અત્યારે યુવાનોનો સમય છે. ભારત યુવાનોનો દેશ છે, અને તેમાં પણ યુવા કૌશલ્ય ને નિખાર આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રયત્નશીલ છે, ખેલ મહોત્સવ થી લઈ યુવાનો ને આગળ વધારવા” સ્ટાર્ટઅપ” અને “સ્કીલ ઇન્ડિયા” જેવા કાર્યક્રમો યુવાનો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે ત્યારે દેશના તમામ વિદ્યાર્થીઓએ એનએસએસ ની પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી જોડાવું જોઈએ આ પ્રવૃત્તિ થકી યુવાનો પોતાના સપનાના સ્થળે પહોંચી શકે તેમ જયદીપ સખીયાએ જણાવી લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને એનએસએસ ની પ્રવૃત્તિ સાથે સંલગ્ન રહેવા અપીલ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.