Abtak Media Google News

રિલાયન્સ જીયોને લોન્ચ થયાને એક વર્ષ થઇ ગયુ છે. આ બાર મહિનામાં ભારતમાં મોબાઇલ ડેટા યુસેઝ અંગેની તસવીર સંપુર્ણપણે બદલાઇ ચુકી છે. અને આથી જ મોબાઇલ ડેટા ઉપયોગમાં ભારત ૧૫૫માં ક્રમથી પહેલા નંબર પર આવી ગયો છે. પહેલા ભારતમાં લોકો એમબી માપી માપીને ડેટા વાપરતા હતા પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ચુકી છે. હવે દર મહિને ડેટા પરિસ્થિતિ બદલાઇ ચુકી છે. હવે દર મહિને ડેટા ખર્ચ ૨૦ કરોડ જીબીની સરખામણીમાં ૧૫૦ કરોડ જીબી થઇ ચુક્યો છે. અમેરિકા અને ચીન કરતા પણ ભારત આગળ નીકળી ગયુ છે.

જીયોનો દાવો છે કે આ ડેટાના ઉ૫યોગકર્તાઓમાં ૧૨૫ કરોડ જીબી ડેટા માત્ર તેના જ ગ્રાહકો ખર્ચી રહ્યા છે. જીયો પર દર મહિને વિડિયો સ્ક્રિનિંગ ૧૬૫ કરોડ કલાકની થઇ રહી છે. મોબાઇલ પર દર અઠવાડિયે લોકો ટીવીની સરખામણીમાં સાત ગણો વધુ સમય વિતાવી રહ્યા છે.

એક એવો પણ દાવો જીયો દ્વારા કરવામાં આવ્યો છે કે જીયોનું નેટવર્ક હજુ ભારતમાં ૭૫ ટકા વસ્તી કવર કરી રહ્યું છે. આગામી વર્ષે તે કવરેજ ૯૯ ટકા સુધીનું થઇ જશે. જીયોનો દાવો છે કે લોકોને સૌથી ઝડપથી જોડવામાં તેને એક વધુ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જીયોનું કહેવું છે કે ૪જી આવતા પહેલા એવી શંકા હતી કે મોંઘી ડેટા સર્વિસને કારણે તેનો એડોપ્શન રેટ ઓછો હશે. પરંતુ તેની પાસે ૧૦ કરોડથી વધુ ગ્રાહકો છે. કે જે જીયો પ્રાઇમ માટે ચુકવણી કરી રહ્યા છે.

જીયોની ગતિ ૧૭૦ દેશો સુધી દરેક સેક્ધડે સાત ગ્રાહકોને જોડવાની ફેસબુક, વોટ્સએપ અને સ્કાઇપ કરતા પણ ઝડપી છે. ઇન્ડસ્ટ્રીમાં એક વર્ષમાં જે પરિવર્તન આવ્યું છે. તે હવે વધુ વોઇસ અને ઓછા ડેટાને બદલે ઓછા વોઇસ અને વધુ ડેટા પર ફોકર્સને કારણે છે. હવે કંપનીઓ વોઇસમના બદલે ડેટાથી પોતાના રેવન્યુ વધુ જોઇ રહી છે. ૨૦૧૭માં ફોરજી ફોનની સંખ્યા પણ ત્રણ ગણી વધી છે. ભારતમાં આજે ફોરજી કવરેજ ૨જી કરતા વધુ મોટુ થઇ ગયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.