Abtak Media Google News

અબતક, નવીદિલ્હી

બ્રિકસ એ પાંચ દેશોનું સમુદાય છે, જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા નો સમાવેશ થાય છે. અત્યારે કોરોના ના કપડા સમયમાં આ પાંચ દેશોના સમુદાયમાંથી ભારત દેશની આર્થિક રિકવરી સૌથી વધુ જોવા મળી છે જેનું મુખ્ય કારણ એ છે કે ભારતની આર્થિક સ્થિતિ અને તરલતા જે પ્રમાણે હોવી જોઈએ તેનાથી પણ વધુ જોવા મળી હતી. બીજી તરફ આ પાંચ દેશોના સમુદાય માં ભારત એકમાત્ર એવો દેશ છે કે જેને આફતમાંથી ઉતર ની તક ઝડપી લીધી છે અને પોતાના અર્થતંત્રને વેગવંતુ બનાવ્યું છે. જાહેર થયેલા રિપોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા થઇ રહી છે કે હવે બ્રિક્સ સમુદાય વધુ ને વધુ લોકો ને અંકે કેવી રીતે કરી શકે તે દિશામાં સતત આગળ વધશે.

બ્રિક્સ સમુદાયના પાંચ દેશોની સરખામણીમાં ભારતની આર્થિક રિકવરી વધુ

હાલ આંતરરાષ્ટ્રીય વ્યવહાર કરવા માટે દરેક દેશે ડોલરમાં વેપાર કરવો પડતો હોય છે સામે દેશોને ઘણી રીતે નુકસાની પણ વેઠવી પડે છે આ તકે બ્રિક્સ સમુદાયના દેશો મહત્તમ આ રીતે પોતાના પાંચ દેશોમાં વ્યાપાર વધુને વધુ કરી અને અન્ય દેશો સાથે પણ વ્યાપાર પૂર્ણ વ્યવહાર કરતા નજરે પડતો હોય છે જેનો સીધો જ ફાયદો આ તમામ દેશને મળી શકશે. બીજી તરફ રિપોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે સ્ટ્રકચરલ રીફોર્મ અને વધુ ઝડપી બનાવવા માટે ઉત્પાદન શક્તિ ઉભી કરવા આ દેશોએ આગળ આવું પડશે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આ દેશોએ યોગ્ય ખર્ચ કરવો પડશે.

બ્રિક્સ સમુદાયના દેશો આવનારા સમયમાં ઉદભવી થનારા આંખોમાં અંગે પણ ચર્ચા વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેતા નજરે પડ્યા છે સાથોસાથ વૈશ્વિક સ્તર પર પોતાનો ઉદ્યોગ કેવી રીતે આગળ ધપાવવો અને પોતાના દેશની અર્થવ્યવસ્થાને ઝડપી કેવી રીતે બનાવવી તે દિશામાં સતત પ્રયત્નો પણ કરી રહ્યા છે. ત્યારે ગોવિંદ ના કપરા કાળમાં પણ અન્ય દેશોની સરખામણીમાં ભારતનો વિકાસ અને જે રિકવરી થવી જોઈએ તે સૌથી મોટી માત્રામાં જોવા મળી છે અને જે રીતે બજારમાં તરલતા જોવા મળી તેનાથી ભારતને ઘણો ફાયદો પણ પહોંચ્યો છે. બ્રિક્સ સમુદાય માટે ભારત દેશ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે ભારતની મહત્વતા પણ આ સમુદાયમાં ખૂબ મોટી માત્રામાં જોવા મળી રહી છે જેનું એકમાત્ર કારણ એ પણ છે કે ભારત ડેવલોપીંગ ઇકોનોમી છે અને વિશ્વની દરેક ચીજ-વસ્તુઓ નો ઉત્પાદન ભારતમાં સરળતાથી થઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.