Abtak Media Google News

ભારત ઓંટોમોબાઈલ ષેત્રે વર્ષ ૨૦૧૭ માં સંપૂર્ણ ગતિ સાથે આગળ વધ્યું છે . નવી ગાડી અને લાઇટ કોમર્શિયલ વાહનોનું વેચાણ ૮.૮ ટકા જેટલું વધ્યું હતું અને ૩૬.૧ મિલિયન એકમોનું વિક્રમી વેચાણ પણ થયું હતું. એટલે કે, વોલ્યુમ દ્વારા ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું ઓટોમોબાઇલ બજાર બની ગયું છે. વર્ષ ૨૦૧૬ માં ભારતમાં ૩૩.૨  મિલિયન વાહનો વેચાયા હતા.

Advertisement
135788002 Custom Ecfa95Def2Fdcf45D92479844E85E549Da94Ae99 S900 C85
India Reached At 2nd Position In The World In An Automobile Sector

ગ્લોબલ ઓટોમોટિવ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, વેચાણની વૃદ્ધિને પગલે સારી આર્થિક સ્થિતિમાં ભારત મુકાયું છે.  ઉપરાંત, ભારતે વૈશ્વિક રેન્કિંગમાં પોતાનું સ્થાન પણ જાળવી રાખ્યું છે. જ્યારે વૃદ્ધિમાં પણ વધારો જોવા મળ્યો છે. જેટોના જણાવ્યા મુજબ, ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતા વાહન બજાર બની ગયું છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટ જર્મનીની નજીક છે. ભારત અને જર્મની વચ્ચેનો તફાવત ૨૦૧૬ માં ૨.૮૭ લાખ એકમોનો હતો, જે ગયા વર્ષે ફક્ત ૯૬,૨૦૦ નોજ રહ્યો છે જે એક સરાહનીય વાત કહી સકાઈ. પેસેન્જર વાહનો ની વૃદ્ધિ ૭.૭ ટકા અને હળવા વ્યાપારી વાહનોની વૃદ્ધિ ૧૯.૨ ટકા રહી હતી.

Alliance 43354 Global En3307 699X380
India Reached At 2nd Position In The World In An Automobile Sector

જૈટોના ગ્લોબલ ઓટોમોટિવ એનાલિસ્ટ ફેલીપ મુંજે જણાવ્યું હતું કે ભારતીય કાર બજાર ઝડપથી વિશ્વના ટોચના ૩જા  સ્થાન સુધી પહોંચવા તરફ આગળ વધી રહ્યું છે. એવા ઘણા પરિબળો છે જે આગામી વર્ષોમાં વિકાસના ઘણા મજબૂત સંકેતો અને  આપે છે. વધુ ને વધુ કાર કંપનીઓ તેમના ઉત્પાદનનું સ્થાનીકરણ કરી રહી છે અને બજારમાં વધુ આધુનિક મોડલ્સ રજૂ કરવામાં આવી રહ્યાં છે. કદાચ આ વર્ષે ભારત જર્મની છોડી દેશે તો નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.