Abtak Media Google News

હરવા ફરવામા ગુજરાતીઓ સૌથી પેહેલા હોય, એમાં તમે પણ પ્રકૃતી પ્રેમી અને એમાં પણ સોલો ટ્રાવેલર હોય તો તમારા પર્યટન માટે હું આજે એવા સ્થળોની માહિતી આપીશ જે તમને ચોકકસથી ગમશે. તમે અરુણાચલ પરદેશના એવા કેટલાક સ્થળોની મુલાકાત લઈ શકો છો જ્યાં જઈને ખુબજ શાંતી, માળી શકો છો અહીની ઝીરો વેલી ખુબજ પ્રખ્યાત છે 2012 માં આ સ્થળનો સમાવેશ વર્લ્ડ હેરિટેજમાં કરવામાં આવ્યો હતો. ઝીરો વેલી આવવા માટે ડોલો માંડોલો નામના ખુબજ સુંદર માર્ગ પરથી રસ્તો જાય છે, એટ્લે કહી શકાય કે જેટલી સુંદર અને સંતોષકારક ડેસ્ટિનેશન એનાથી પણ વધી રોમાંચક સફર બનશે, ઝીરો વેલી પર પર મ્યુઝીક ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે .

જો તમે હવાઈ માર્ગ પસંદ કરવા માગતા હોય તો અહીથી નજીક જોરહાટ એરપોર્ટ આવેલું છે, રેલ મર્જ માટે અહી નહરલાગુન અને નોર્થ લખીમપુર એમ બે સ્ટેશનો છે, આ ઉપરાંત રોડ ટ્રીપ પ્સનાદ કરતાં લોકોને બસ પણ મળી રહે છે , ઝીરો વેલી અહીના પ્રકૃતિક વાતાવરણ અને વાઇલ્ડ લાઇફ ઉપરાંત ટ્રેકિંગ અને એડવેન્ચર માટે પણ જાણીતું છે , જોંટમે ટ્રેકિંગના શોકીન હોય તો અહી બોમ્ડિલા – સેપ્પા, આલોંગ – મેચુકા, પાસિઘાટ તુટિંગ જેવા સ્થલી ખુબજ લોકપ્રિય છે, જો તમે રિવર રાફ્ટિંગ પસંદ કરતાં હોય તો તેનો આનંદ પણ ઝીરો વેલી પર માળી શકો છો.

આમતો અહી તમે ગમ્મે ત્યારે ફરવા જઈ શકો છો પણ તમે સેપ્ટેમ્બરમાં ઝીરો વેલી જશો તો ત્યાં યોજાતા લોકપ્રિય મ્યુઝીક ફેસ્ટનો લાભ લઈ શકો છો. દર વર્ષે આ ફેસ્ટિવલમાં વિદેશી પર્યટકો પણ જોડાય છે, અહીની રસપ્રદ વતતો એ છે, આ વિસ્તાર આટલી ઊંચાઈ પર આવ્યા હોવા છતાં અહી મતસ્ય પાલનનો ઉધ્યોગ કરવામાં આવે છે , ઝીરો ઘાટીમાં કેટલાક દુર્લભ ફૂલ – ફલોની ખેતી પણ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.