Abtak Media Google News

વરસાદ વેરી બનતા મેચ 12-12 ઓવરની કરાઈ હતી

ભારત આયર્લેન્ડ વચ્ચે બે ટી20 મેચની સિરીઝ નો પ્રથમ મેચ ગઈકાલે રમાયો હતો જેમાં પ્રથમ મેચમાં વરસાદ વેરી બન્યો હતો છતાં ભારતે આયર્લેન્ડને સાત વિકેટે માત આપી હતી. નહીં ને ક્યાં ભારતની આ જીત ખૂબ મહત્વની સાબિત થાય છે કારણ કે ભારત હારતા હારતા બચ્યું હતું. સિરીઝની પહેલી મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો. હાર્દિક પંડયાની કેપ્ટન્સી હેઠળની પહેલી જ મેચમાં ભારતનાં સ્ટાર ક્રિકેટર્સ ચમક્યા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો. તે પ્રથમ મેચમાં અનેક નવોદિત ખેલાડીઓને પણ તક આપી હતી જેવો એ ખૂબ જ સારું પ્રદર્શન કરતાં ટીમ માટે સારું એવું યોગદાન પણ આપ્યું હતું.

બે મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે આયર્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. વરસાદના કારણે લગભગ અઢી કલાક બાદ મેચ શરૂ થઈ હતી. અમ્પાયરોએ ઓવરો કાપીને મેચ 12-12 ઓવરની કરી હતી. પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડે 12 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. હેરી ટેક્ટરે શાનદાર બેટિંગ કરતા અણનમ 64 રન બનાવ્યા હતા.જવાબમાં ભારતીય ટીમે 9.2 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવીને મેચ જીતી લીધી હતી. દીપક હુડા 47 રન અને દિનેશ કાર્તિક 5 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ સામે 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. સિરીઝની આગામી મેચ આવતી કાલે રમાશે. સ્પિનર યુઝવેન્દ્ર ચહલને તેનાં શાનદાર સ્પેલ દરમિયાન માત્ર 11 રન આપીને એક વિકેટ ઝડપવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો ઍવોર્ડ આપવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.