Abtak Media Google News

ભારત-અમેરિકા અને જાપાનના અત્યાધુનિક યુદ્ધ જહાજો બંગાળની ખાડી ઘમરોળશે

લઈને ભારત અને ચીન વચ્ચે શાબ્દીક ટપાટપી શ‚ થઈ છે. તેમજ બન્ને દેશોના હજારો સૈનિકો સામસામે આવી ગયા છે. ચીને ભારતને ધમકી આપતા કહ્યું હતું કે, ચીન ક્ષેત્રીય સંપ્રભુતાની રક્ષા માટે યુદ્ધ સુધી પણ જઈ શકે છે. જો સિક્કિમ સરહદ બાબતે શાંતિથી સમજુતી કરવી હોય તો ભારતે પોતાના સૈનિકોને પાછા ખેંચવા જ પડશે. આ ચીનની આ ધમકી બાદ ભારતે પણ નમતુ ન જોખતા વધુ સૈનિકોને સરહદ પર તૈનાત કરી દીધા હતા. હકીકતમાં ભુતાન મામલે ભારત હસ્તક્ષેપ કરી રહ્યું હોવાથી ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. જેના પરિણામે ચીન સતત ભારતનો વિરોધ કરે છે. એક તરફ ચીન ભારતને દબાવવાના પ્રયાસો કરી રહ્યું છે તેવામાં બંગાળની ખાડીમાં આગામી ૧૦ જુલાઈએ ભારત, અમેરિકા અને જાપાન સંયુકત નૌસેના કવાયત કરશે.

ભારત અને અમેરિકા તેમજ જાપાન વચ્ચેના સંબંધો ગાઢ બની રહ્યાં હોવાથી ચીનના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. તેમાં પણ આગામી ૧૦ જુલાઈના બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા અને જાપાન તેના મહાકાય યુદ્ધ જહાજો ઉતારવાના છે અને નૌસેના કવાયતની શ‚આત કરવામાં આવશે. આ નૌસેના કવાયતમાં ૧૫ યુદ્ધ જહાજો, ૨ સબમરીન ઉપરાંત ફાઈટર જેટ, સર્વેલન્સ એરક્રાફટ અને હેલીકોપ્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચે સિક્કિમ-ભુતાન-તિબેટ બાબતે તંગદીલી ચરમસીમાએ પહોંચી છે. તેવામાં બંગાળની ખાડીમાં શ‚ થનારી જોરદાર નૌસેના કવાયત ચીન માટે એક મહત્વના સંદેશા સમાન બની રહેશે.

છેલ્લા ૨ મહિનાથી ચીનના યુદ્ધ જહાજો અવાર-નવાર ભારતીય દરિયાઈ સીમામાં આવી જતા હોવાના બનાવો બન્યા છે. તેમાં પણ દક્ષિણ ચીન સમુદ્ર ઉપર ગેરકાયદેસર કબ્જા બાદ ચીન ચારે તરફ પગપેશારો કરી રહ્યું છે. ત્યારે ભારત અને અમેરિકા અને જાપાનની નૌસેનાની કવાયત ચીન માટે જડબાતોડ જવાબ સમાન બની રહેશે. એક તરફ ભારત અમેરિકા અને જાપાન સાથેના સંબંધો બાબતે વધુ સ્પષ્ટ બન્યું છે. તો બીજી તરફ સાઉથ ઈસ્ટ એશિયન દેશો જેવા કે વિએટનામ, ઈન્ડોનેશીયા, સીંગાપુર જેવા દેશો સાથે પણ ભારતે સુરક્ષા મામલાના સંબંધોને ધીમી ગતિએ પણ મક્કમતાથી આગળ વધાર્યા છે.

આ નૌસેના કવાયતમાં ભારત ૬ થી ૭ યુદ્ધ જહાજો અને સબમરીનો ઉતારશે જેમાં ૪૪,૫૭૦ ટનના એરક્રાફટ કેરીયર આઈએનએસ વિક્રમાદિત્યનો સમાવેશ થાય છે. જયારે સૂત્રોના કહેવા પ્રમાણે અમેરિકા ૧ લાખ ટનના યુએસએસ નીમીત્ઝને કવાયતમાં ઉતારશે. અમેરિકાનું નીમીત્ઝ ન્યુકલીયર પાવરથી સજ્જ છે અને અમેરિકાના સ્ટ્રાઈક ગ્રુપનું આગેવાન ગણવામાં આવે છે. બીજી તરફ જાપાન તરફથી ૨૮,૦૦૦ ટનના હેલીકોપ્ટર કેરીયર ઈઝુમો તેમજ બીજા યુદ્ધ જહાજો કવાયતમાં જોડાશે. ઈઝુમો જાપાનનું નવું હેલીકોપ્ટર કેરીયર છે જેમાં ૯ જેટલા હેલીકોપ્ટરો રાખવામાં આવે છે.

એન્ટી સબમરીન યુદ્ધમાં ઈઝુમો ખુબ ઉપયોગી સાબીત થાય છે. આ કવાયતમાં ભારત અને અમેરિકા મેરિટાઈમ પેટ્રોલ એરક્રાફટ પોસાઈડન-૮ પણ લોન્ચ કરશે.

ભારત અમેરિકા અને જાપાનની આ સંયુકત નૌસેના કવાયતના પગલે ચીનની ચિંતામાં વધારો થયો છે. તેમાં પણ અત્યાધુનિક સબમરીનો અને યુદ્ધ જહાજો તેમજ ટોર્પીડો, રડાર સીસ્ટમ વગેરેથી સજ્જ આ કવાયત દરિયાઈ ક્ષેત્રોમાં પગપેશારો કરી રહેલા ચીન માટે એક ધમકી સમાન બની રહેશે. અગાઉ પણ અમેરિકાએ ભારતને સંયુકત નૌસેના કવાયત માટે વાત કરી હતી. જેનું મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ચીન સમુદ્ર બાદ ચારેતરફ ફરી રહેલા ચીનના યુદ્ધ જહાજોને અંકુશમાં રાખવાનો હતો. સિક્કિમ મામલે ચીન સતત યુદ્ધની ધમકી આપી રહ્યું છે અને ભારતીય સરહદમાં પગપેશારો કરી રહ્યું છે. તેવામાં ભારતની આ નૌસેના કવાયત ખુબ મહત્વપૂર્ણ બની રહેશે.

અગાઉ ભારતે ચીનની ઓબીઓઆર યોજનાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ સાથે રશિયા પણ ભારત સાથે જોડાયું હતું. જેના પરિણામે ચીન ભુરાયું બન્યું છે અને ભારતને ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. સિક્કિમના ડોક-લા સરહદમાં ચીની સૈનિકોએ ઘુસીને ભારતીય જવાનો સાથે ધક્કામુકી કરી હતી તેમજ ભારતના બે બંકરો ઉપર બુલડોઝર ફેરવ્યા હતા. ઓછામાં પૂરું ભારત ચીનમાં ઘુસણખોરી કરતું હોવાના આક્ષેપો પણ કર્યા હતા. ત્યારે આ તંગદીલીભર્યા માહોલ વચ્ચે ચીનના કટ્ટર વિરોધી ગણાતા જાપાન અને અમેરિકા સાથેના મજબૂત સંબંધોનું પ્રદર્શન અગત્યનું બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.