Abtak Media Google News

વિશ્વના બદલતા જતા આર્થિક સમીકરણો વચ્ચે ભારતિય અર્થતંત્ર દિવસે દિવસે થઈ રહ્યું છે “સધ્ધર”

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતું “ભારત” હવે આર્થિક ક્ષેત્રે પણ “નંબરવન” ભણી મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, વડાપ્રધાન મોદીએ દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન “અમેરિકન ડોલર”નું કદ આપવાની મહેચ્છા ક્યારનીય વ્યક્ત કરી દીધી છે, અને આ લક્ષ્યને પહોંચવા માટે સુધારાઓ પણ શરૂ થઈ ગયા છે ,જોકે આ મહેચ્છાને રાજકીય દ્રષ્ટિએ મુલવવામાં આવે છે પરંતુ ભારતનું અર્થતંત્ર ખરેખર મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે.. તે હવે વિશ્વના તજજ્ઞો પણ સ્વીકારતા થઈ ગયા છે.. તાજેતરમાં નોબલ વિજેતા અર્થશાસ્ત્રીએ વિશ્વાસ વ્યક્ત કરી અણસાર ના સંકેતો આપી મત વ્યક્ત કર્યો છે. કે ભારત ટૂંક સમયમાં જ આર્થિક મહાસત્તા નું પદ હાંસલ કરશે..

વિશ્વપ્રસિદ્ધ નોબલ વિજેતા અર્થશાસ્ત્રના પ્રોફેસર ભારતના અર્થતંત્રના ઉજળા ભવિષ્ય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સ્ટેન્ડ ફોર વિશ્વવિદ્યાલય ના મિકાઈલ સ્પેન નું કહેવું છે કે ભારતનો અર્થ તંત્ર એકમાત્ર એવું અર્થતંત્ર છે કે જે સાંપ્રત વિશ્વની સમસ્યા અને પડકાર જનક સ્થિતિમાં પણ સાત ટકા જેટલો વિકાસ દર જાળવવામાં સફળ રહયુ છે અર્થતંત્રની આ સ્થિતિ જોતા ભારતનો અર્થતંત્ર દેશને મહાસત્તા બનવા તરફ અવશ્યપણે લઈ જવા સક્ષમ છે તેવું ગણવામાં કાંઈ અતિશયોક્તિ નથી..

એવું શા માટે કહી શકાય કે વૈશ્વિક અર્થતંત્ર માં આવી રહ્યું છે ઘર મૂળથી પરિવર્તન..?

વૈશ્વિક ધોરણે આર્થિક બદલાવ અંગે ના કેટલાક મહત્વના કારણોમાં કોરોના કટોકટી દરમિયાન આર્થિક ફુગાવા ના કારણે માંગ અને પુરવઠામાં અસંતુલન આવ્યું અત્યારે પણ પુરવઠા ની કેટલીક સમસ્યાઓનો સામનો છે જોકે પુરવઠા ની સ્થિતિ રાબેતા મુજબ થતાં આર્થિક સાધના રાહત થઈ છે વિધિ પડકાર જનક પરિસ્થિતીમાં શ્રમિક ની ઉભી થયેલી તંગી અને યુવાનો હવે અન્ય વ્યવસ્થાયી તરફ વળી જતા મજૂરો ની અછત ઊભી થઈ છે ત્રીજા પરિબળમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ના વધતા જતા વ્યાપ થી અર્થતંત્રમાં પણ ફેરફાર થઈ રહ્યો છે

શું કહેવાનું છે તમારે આ બદલાવ અંગે?

ડિજિટલ ક્રાંતિના આ સમયમાં ઘણા આર્થિક પાસાઓ પણ બદલાઈ ગયા છે પહેલા ધંધા રોજગાર નું પરિસર બે પાંચ કિલોમીટર માં હતું હવે ઓનલાઈન પુસ્તકોના કારણે હજાર કિલોમીટરમાં વ્યવસાય કરી શકો છો બજારમાં દરેક માટે તક ઊભી થઈ છે અને મલ્ટી નેશનલ ધંધા પણ શક્ય બન્યા છે, બીજા એક પરિબળમાં વધતા જતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ઉપયોગ કારણે પણ વ્યવસાયમાં ધર્મમાંથી ફેરફાર થયા છે દાખલા તરીકે અગાઉ કેન્સર જેવી મહા વ્યાધિ ના નિદાન અને સારવારમાં લાંબો સમય જતો હતો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી આ સવલતો વધુ હાથ વાગી બની છે ટેકનોલોજી નો “આવિષ્કાર” પણ અર્થતંત્ર માટે પરિવર્તનનું મોટું નિમિત બન્યું છે .એક જમાનો હતો કે ડીએનએ ની તપાસણી કરવા માટે 10 મિલિયન ડોલર નો ખર્ચ થતો હતો આજે ડીએનએ સિક્વેન્ટ ની સગવડ 1000 ડોલરમાં ઉપલબ્ધ થઈ છે જેનાથી વૈજ્ઞાનિકોને સંશોધન માટે અને પડકારને પહોંચી વળવા માટે ઘણો મોટો અવકાશ મળ્યો છે ત્રીજું મહત્વનું પરિવર્તન નું પરિબળ ઉર્જા સ્ત્રોત ને ગણી શકાય. અગાઉ ના મૂળભૂત ઘરના બદલે હવે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા ના ઉપયોગ વધ્યા છે ઊર્જાની પ્રાપ્તિના આ બદલાવ પણ અર્થતંત્ર માટે ફાયદાકારક થઈ રહ્યા છે.

ભારતના અર્થતંત્રને ડિજિટલ ક્રાંતિ થી કેવી રીતે ફાયદો થઈ શકે ?અહીં તો લાખો લોકોને કામ આપવું જરૂરી છે?

ભારતમાં ડિજિટલ અને સામાજિક જીવનમાં ટેકનોલોજી નો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે ભારતમાં છૂટક વેપારથી લઈને ઉદ્યોગો અને નાના મોટા ભંગારથીઓ હવે ડિજિટલ ટેકનોલોજીનો જીઓ ક્રાંતિ મોબાઇલ ઇન્ટરનેટ અને ટેકનોલોજીના ઉપયોગથી વેપાર ઉદ્યોગ પણ ખૂબ જ પ્રભાવિત થયો છે ટેકનોલોજીના ઉપયોગથી ધંધાનો વ્યાપ વધ્યો છે અને અનેક મર્યાદાઓ પૂર્ણ થઈ ગઈ છે ધંધો વધતા રોજગારી પણ વધી છે અને ટેકનોલોજીથી રોજગારી ઘટવાને બદલે વધયો છે અને તેનો ફાયદો અર્થતંત્રને થયો છે

અમેરિકા અસરકારક રીતે મંદીમાંથી બહાર આવી શકશે? શું ચીન પણ તેના રસ્તે જશે?

અમેરિકા માટે અત્યારે આર્થિક મંદી મોટો પ્રશ્ન નથી પરંતુ લાંબા ગાળે અમેરિકાને પણ અર્થતંત્રના મંદિના માહોલ ફુગાવો.. વધતા વ્યાજ દર અને સંકોચાતી જ હતી લેબર માર્કેટથી ચિંતા છે અમેરિકા માટે પણ વૈશ્વિક મંદીના માહોલમાં અને ખાસ કરીને યુરોપમાં ઊભી થયેલી ઉર્જા કટોકટીના માહોલમાં અઘરું છે. બીજી તરફ ચીન તેના ઊંચા ઉત્પાદન અને ઝીરો કોવિડ પોલિસી ના કારણે અત્યારે મજબૂત રીતે ઊભો છે અને તે મંદીમાંથી નીકળી પણ જશે

વર્તમાન વૈશ્વિક આર્થિક સ્થિતિમાં ભારત નું અર્થતંત્ર ક્યાં છે?

વિશ્વની તરલ આર્થિક અર્થવ્યવસ્થામાં ભારત એક એવા વળાંક પર આવીને ઊભું છે કે ત્યાંથી વિકાસનો યુ-ટ્રંન લાગશે ભારત જ એવો દેશ છે કે જે વર્તમાન આર્થિક મંદી અને પડકારોના માહોલમાં પણ અર્થતંત્રના વિકાસને દર 7% થી ઉપર જાળવી શક્યું છે અને આ કારણે આર્થિક વૃદ્ધિ દર બરકરાર રહેશે બીજી તરફ ખાનગી અને સરકારી સાહસો ને જરૂરી એવી પ્રોત્સાહન નો માર્ગ પણ ભારત માટે ખુલ્લો છે અને વ્યવસ્થિત રીતે આયોજન બંધ કામગીરીથી ભારતનું અર્થતંત્ર તેની ઝડપ બર્કરાર રાખી શકશે, ગ્લોબલ વિજેતા અર્થશાસ્ત્રી મિકાઈલ ને વિશ્વાસ છે કે ભારતનો અર્થતંત્ર વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા ને લગોલગ પહોંચવા માટે આગામી દિવસોમાં સફળ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.