Abtak Media Google News

શનિવારે હિંમતનગર ખાતે શપથવિધિ સમારોહ: રાજકોટના તબીબોમાં હરખની હેલી

એલોપેથીક તબીબોનાં સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશન ગુજરાતનાં  ઉપપ્રમુખ તરીકે રાજકોટના જાણીતા તબીબો ડો. અમિત હપાણીની પસંદગી થઈ છે. તા.૨૭.૧૦ને શનિવારે સાંજે ૫ વાગ્યે હિંમતનગર ખાતે યોજાનારા શપથવિધિ સમારંભમાં ડો. અમિત હપાણી આઈ.એમ.એ, ગુજરાતનાં ઉપપ્રમુખપદે આ‚ઢ થશે. ડો. હપાણીની ઉપપ્રમુખ પદે પસંદગી તથા રાજકોટ તબીબી વર્તુળમાં આનંદની લાગણી પ્રસરી છે. તબીબો તથા સમાજના આગેવાનો દ્વારા ડો. હપાણી પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

આઈ.એમ.એ.ગુજરાતનાં ઉપપ્રમુખ પદે પસંદગી ડો.અમિત હપાણી વર્ષોથી રાજકોટમાં કન્સલટન્ટ ફીઝીશ્યન તરીકે પ્રેકટીસ કરે છે. આઈ.એમ.એ. રાજકોટના પ્રમુખ, સેક્રેટરી અને આઈ.એમ.એ.ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ આઈ.એમ.એ.ની સેન્ટ્રલ વર્કિગ કમીટીનાં મેમ્બર તરીકે તથાછેલ્લા ત્રણ વર્ષથી સોશિયલ સિકયોરીટી મીમમાં સ્ટેટ વર્કિંગ કમિટી મેમ્બર તરીકે સેવા આપે છે.

તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સરકાર નિયુકત સિન્ડીકેટ મેમ્બર તરીકે સેવા આપી હતી. તેમજ ભાવનગર યુનિ.ના સેનેટે મેમ્બર તરીકે સેવા આપે છે. સેવાભાવી સ્વભાવના ડો. હપાણી તબીબ તરીકે પોતાનું સમાજ પ્રત્યેનું દાયીત્વ સુપેરે સમજી તંદુરસ્ત સમાજના નિર્માણ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ડો. હપાણી ભાજપ ડોકટર સેલમાં સૌરાષ્ટ્ર-કચ્છના કન્વીનર તથા પ્રદેશ કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

ડો.અમિત હપાણી આઈ.એમ.એ. રાજકોટ અને ગુજરાતમાં વિવિધ હોદા પર સેવા આપ્યા બાદ હવે આઈ.એમ.એ. ગુજરાતનાં ઉપપ્રમુખ પદે બિરાજમાન થઈ રહ્યા છે. આ સંસ્થા ઈન્ડીયન મેડીકલ એસોસીએશન ગુજરાતની સ્થાપના ૧૯૫૪માં થઈ છે. એમ.બી.બી.એસ અને એથી ઉપરની એલોપેથીક ડિગ્રી ધરાવતા તબીબોનાં આ સંગઠનની હાલ ગુજરાતમાં ૧૧૫ બ્રાન્ચ છે. જેમાં ૨૭૦૦૦ કરતા વધુ તબીબો મેમ્બર છે.

શપથવિધિ સમારોહમાં રાજકોટના અગ્રણી તબીબો સહિત ગુજરાતના જાણીતા તબીબો ઉપસ્થિત રહેશે. રાજકોટના તબીબો ઉપરાંત સમાજના વિવિધ વર્ગનાં આગેવાનો દ્વારા ડો. અમિત હપાણી મો.૯૮૨૫૦ ૭૬૭૬૭ને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.