Abtak Media Google News

અન્ના ડીએમકે સરકારને મોટી રાહત: આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચે તેવી વકી

તમિલનાડુના રાજકારણમાં ગત વર્ષે ખળભળાટ મચાવનાર ટી. ટી. દિનાકરણ જૂથના ૧૮ ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના તામિલનાડુ વિધાનસભાના સ્પીકરના નિર્ણય પર મદ્રાસ હાઈકોર્ટે આજે મહોર મારી દીધી છે.

Advertisement

મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય બાદ વર્તમાન સમયમાં જો અન્નાડીએમકે સરકારને વિશ્વાસ મતનો સામનો કરવો પડે તો પણ સરકાર પાસે હાલ ૧૦૭ મત છે. પરિણામે અન્નાડીએમકે સરકાર વિશ્વાસના મતમાંથી આબાદ પાસ થઈ જશે. અન્નાડીએમકે સરકાર માટે મદ્રાસ હાઈકોર્ટનો આ નિર્ણય મહત્વનો બની ગયો છે.

ગત વર્ષે પણ મદ્રાસ હાઈકોર્ટમાં ૧૮ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. જો કે, ન્યાયાધીશો વચ્ચે આ મામલે સહમતી સધાઈ ન હોવાથી નિર્ણયને ત્રીજા જજની બેંચને હવાલે કરી દેવાયો હતો. આજે તેનો ચુકાદો આવી ગયો છે.

તમિલનાડુ વિધાનસભાના અધ્યક્ષે દિનાકર જૂથના ૧૮ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ધારાસભ્ય શશીકલાના સમર્થકો હતા અને પલનીસ્વામી તથા પનીર સેલ્વમ ગ્રુપના વિરોધી હતા.બંધારણના પાર્ટી વિરોધી અને અયોગ્ય એકટ ૧૯૮૬ અંતર્ગત સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો અદાલતમાં પહોંચ્યો હતો જયાં મદ્રાસ હાઈકોર્ટે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. અલબત હવે ધારાસભ્ય વડી અદાલતના દ્વાર ખટખટાવે તેવી ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.